________________
२२२
૩૧૪
શ્રીમદ્ રાજચંદ્ર કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજગુરુ અષ્ટાવક્રની શરણુતા સ્વીકારી લેવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે.
રવિવાર, ૧૯૪૮ લૌકિક દૃષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિક દષ્ટિએ કેણ પ્રવર્તશે?
આત્મા એક છે કે અનેક છે, કર્તા છે કે અકર્તા છે, જગતને કોઈ કર્તા છે કે જગત સ્વતઃ છે, એ વગેરે કામ કરીને સત્સંગે સમજવા ગ્ય છે; એમ જાણીને પત્ર વાટે તે વિષે હાલ લખવામાં આવ્યું નથી.
સમ્યફપ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયે મુક્તપણું છે.
સંસારસંબંધી તમને જે જે ચિંતા છે, તે ચિતા પ્રાયે અમને જાણવામાં છે, અને તે વિષે અમુક અમુક તમને વિકલ્પ રહે છે તે પણ જાણીએ છીએ. તેમજ પરમાર્થચિંતા પણ સત્સંગના વિયેગને લીધે રહે છે તે પણ જાણીએ છીએ; બેય પ્રકારને વિકલ્પ હોવાથી તમને આકુળવ્યાકુળપણું પ્રાપ્ત હોય એમાં પણ આશ્ચર્ય લાગતું નથી, અથવા અસંભવરૂપ લાગતું નથી. હવે એ બેય પ્રકારને માટે એમ્બા શબ્દમાં નીચે જે કંઈ મનને વિષે છે તે લખવાનું પ્રયત્ન કર્યું છે.
સંસારસંબંધી તમને જે ચિંતા છે, તે જેમ ઉદયમાં આવે તેમ વેદવી, સહન કરવી. એ ચિંતા થવાનું કારણ એવું કઈ કર્મ નથી કે જે ટાળવા માટે જ્ઞાની પુરુષને પ્રવૃત્તિ કરતાં બાધ ન આવે.
જ્યારથી યથાર્થ બેધની ઉત્પત્તિ થઈ છે, ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિગે કે વિદ્યાના ગે સાંસારિક સાધન પિતાસંબંધી કે પરસંબંધી કરવાની પ્રતિજ્ઞા છે; અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યું હોય એમ હજુ સુધીમાં થયું છે એમ સાંભરતું નથી. તમારી ચિંતા જાણીએ છીએ, અને અમે તે ચિંતાને કોઈ પણ ભાગ જેટલું બને તેટલે દવા ઈચ્છીએ છીએ. પણ એમ તે કોઈ કાળે બન્યું નથી, તે કેમ બને ? અમને પણ ઉદયકાળ એ વર્તે છે કે હાલ રિદ્ધિગ હાથમાં નથી. - પ્રાણીમાત્ર પ્રાયે આહાર, પાણી પામી રહે છે. તે તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ધારવું તે યંગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે, તે ગમે તે રાખીએ અને ગમે તે ન રાખીએ તે બન્ને સરખું છે, કેમ કે જેમાં પિતાનું નિરૂપાયપણું રહ્યું તેમાં તે જે થાય તે યોગ્ય જ માનવું એ દ્રષ્ટિ સમ્યક છે. જે લાગ્યું તે જણાવ્યું છે.
અમને જે નિર્વિકલપ નામની સમાધિ છે, તે તે આત્માની સ્વરૂપપરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તે પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્યભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી.
બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જેગ્ય જે કઈ અમે વિશેષપણે માનતા હોઈએ તે તે શ્રી તીર્થંકરદેવ છે.
અને એ જે શ્રી તીર્થંકરદેવને અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તે તે અમે હઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે.
કારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું જે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ.
વન અને ઘર એ બને કઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વીતરાગભ અર્થે રહેવું વધારે રૂચિકર લાગે છે; સુખની ઈચ્છા નથી પણ વીતરાગપણની ઇચ્છા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org