________________
૩૧૩
વર્ષ ૨૫ મું
પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હાય એવી દશા છે, એમ રહે છે. લેાકપરિચય ગમતા નથી. જગતમાં સાતું નથી.
વધારે શું લખીએ ? જાણેા છે. અત્રે સમાગમ હે। એમ તે ઇચ્છીએ છીએ, તથાપિ કરેલાં કર્મ નિર્જરવાનું છે એટલે ઉપાય નથી.
લિ યથાર્થ બેધસ્વરૂપના ૫૦
૩૧૮
મુંબઈ, પાષ વદ ૧૩, ગુરુ, ૧૯૪૮ બીજાં કામમાં પ્રવર્તતાં પણ અન્યત્વભાવનાએ વર્તવાના અભ્યાસ રાખવા ચાગ્ય છે. વૈરાગ્યભાવનાએ ભૂષિત એવા ‘શાંતસુધારસાદિ ગ્રંથા નિરંતર ચિંતન કરવાચેાગ્ય છે. પ્રમાદમાં વૈરાગ્યની તીવ્રતા, મુમુક્ષુતા મંદ કરવા ચેગ્ય નથી; એવા નિશ્ચય રાખવા ચેાગ્ય છે. શ્રી બેધસ્વરૂપ
૩૧૯
મુંબઇ, માહ સુદ ૫, બુધ, ૧૯૪૮ અનંતકાળ થયાં સ્વરૂપનું વિસ્મરણ હાવાથી અન્યભાવ જીવને સાધારણ થઇ ગયા છે. દીર્ધકાળ સુધી સત્સંગમાં રહી એધભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્યભાવની સાધારણતા ટળે છે; અર્થાત્ અન્યભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. આ કાળ વિષમ હાવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે; તથાપિ સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતા.
જિંદગી અલ્પ છે, અને જંજાળ અનંત છે; સંખ્યાત ધન છે, અને તૃષ્ણા અનંત છે; ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં; પણ જ્યાં જંજાળ અલ્પ છે, અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે, અથવા નથી, અને સર્વ સિદ્ધિ છે ત્યાં સ્વરૂપસ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાનજીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉડ્ડય મળવાન છે !
૩૨૦ મુંબઇ, માહ સુદ ૧૩, બુધ, ૧૯૪૮ (રાગ–પ્રભાતને અનુસરતા )
Jain Education International
જીવ નવ પુલી નૈવ પુગ્ગલ કદા, પુગ્ગલાધાર નહીં તાસ રંગી; પર તણેા ઈશ નહીં અપર ઐશ્વર્યતા, વસ્તુધર્મે કદા ન પરસંગી;
( શ્રી સુમતિનાથનું સ્તવન—દેવચંદ્રજી.) પ્રણામ પહેાંચે.
૩૨૧
o
મુંબઈ, માહ વદ ૨, રવિ, ૧૯૪૮ અત્યંત ઉદાસ પિરણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે; તાપણુ કહીએ છીએ; માયા દુસ્તર છે; દુરંત છે; ક્ષણવાર પણ, સમય એક પણ, એને આત્માને વિષે સ્થાપન કરવા ચેગ્ય નથી. એવી તીવ્ર દશા આવ્યે અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે; અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના – ( ગૃહસ્થપણા સહિતની ) – તે અબંધપરિણામી કહેવા યાગ્ય છે. જે બાધસ્વરૂપે સ્થિત છે તે એમ કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે. વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પિરણામને લીધે રહેતી; ઘણું કરીને તેમને તે સહુજ સ્વરૂપમાં હતી; તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન થાય તેમ તે પિરણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org