________________
૩૧૬
શ્રીમદ્ રાજચંદ્ર
૩૨૬ મુંબઈ, માહ વદ ૧૧, બુધ, ૧૯૪૮ શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામ્ કેલી કરે, શુદ્ધતામેં થિર હે અમૃત ધારા વરસે. (સમયસાર નાટક)
૩ર૭ મુંબઈ, માહ વદ ૧૪, શનિ, ૧૯૪૮ અદ્ભુત દશાના કાવ્યને અર્થ લખી મેક તે યથાર્થ છે. અનુભવનું જેમ વિશેષ સામર્થ્ય ઉત્પન્ન હોય છે, તેમ એવાં કાવ્યો, શબ્દો, વાક્યો યથાતથ્યરૂપે પરિણમે છે; આશ્ચર્યકારક દશાનું એમાં વર્ણન છે.
સપુરુષનું ઓળખાણ જીવને નથી પતું અને પિતા સમાન વ્યાવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે, એ જીવને કયા ઉપાયથી ટળે તે લખશે.
ઉપાધિ પ્રસંગ બહુ રહે છે. સત્સંગ વિના જીવીએ છીએ.
મુંબઈ, મહા વદ ૦)), રવિ, ૧૯૪૮ “લેકે ન રહી ઠેર, ત્યાગી નહીં ઓર,
બાકી કહા ઉબે જુ, કારજ નવીને હૈ ” | સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણકામાગું પ્રાપ્ત થયું એટલે હવે બીજું કઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપને તે કોઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ ઈચ્છે નહીં; અને જ્યાં કેવળ સ્વરૂપસ્થિતિ છે, ત્યાં તે પછી બીજું કંઈ રહ્યું નથી, એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. હવે જ્યારે લેવું, દેવું એ બન્ને નિવૃત્ત થઈ ગયું, ત્યારે બીજું કોઈ નવીન કાર્ય કરવાને માટે શું ઊગર્યું ? અર્થાત્ જેમ થવું જોઈએ તેમ થયું ત્યાં પછી બીજી લેવાદેવાની જંજાળ ક્યાંથી હોય ? એટલે કહે છે કે, અહીં પૂર્ણકામતા પ્રાપ્ત થઈ.
૩ર૯
મુંબઈ, માહ વદ, ૧૯૪૮ ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઈચ્છતું નથી. તથાપિ તે કરવું પડે છે એ એમ સૂચવે છે કે પૂર્વકર્મનું નિબંધન અવશ્ય છે.
અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. તથાપિ અનેક વર્ષો થયાં વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ.
જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કઈ જાતની ઉપાધિ હેવી તે સંભવે છે; તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તે તે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત્ સમાધિ જ છે.
આ દેહ ધારણ કરીને જેકે કોઈ મહાન શ્રીમંતપણું ભેગવ્યું નથી, શબ્દાદિ વિષને પૂરે વૈભવ પ્રાપ્ત થયે નથી, કેઈ વિશેષ એવા રાજ્યાધિકારે સહિત દિવસ ગાળ્યા નથી, પિતાનાં ગણાય છે એવાં કઈ ધામ, આરામ સેવ્યાં નથી, અને હજ યુવાવસ્થાને પહેલે ભાગ વર્તે છે, તથાપિ એ કોઈની આત્મભાવે અમને કંઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી, એ એક મેટું આશ્ચર્ય જાણી વતીએ છીએ, અને એ પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિ બન્ને સમાન થયાં જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. એમ છતાં વારંવાર વનવાસ સાંભરે છે, કેઈ પ્રકારને લેકપરિચય રૂચિકર થતું નથી, સત્સંગમાં સુરતી પ્રવહ્યા કરે છે, અને અવ્યવસ્થિત દશાએ ઉપાધિ
૧. જુઓ આંક ૩૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org