________________
વર્ષ ૨૪ મું
૨૯૯ ર૬૯ વવાણિયા, ભાદ્રપદ વદિ ૩, સેમ, ૧૯૪૭ ઈશ્વરેરછા હશે તે પ્રવૃત્તિ થશે; અને તેને સુખદાયક માની લઈશું, પણ મન મેલાપી સત્સંગ વિના કાલક્ષેપ થે દુર્લભ છે. મેક્ષથી અમને સંતની ચરણ–સમીપતા બહુ વહાલી છે; પણ તે હરિની ઈચ્છા આગળ દીન છીએ. ફરી ફરી આપની સ્મૃતિ થાય છે. જે
ર૭૦ વવાણિયા, ભા. વદ ૪, ભેમ, ૧૯૪૭
૩ સત્ જ્ઞાન તે જ કે અભિપ્રાય એક જ હોય; ડે અથવા ઘણા પ્રકાશ, પણ પ્રકાશ એક જ. શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવજ્ઞાનથી નિવડે છે.
૨૭૧ વવાણિયા, ભા. વદ ૪, ભેમ, ૧૯૪૭
સત્ શ્રીમાન્ પુરુષોત્તમની અનન્ય ભક્તિને અવિચ્છિન્ન ઈચ્છું છું.
એ એક જ પદાર્થ પરિચય કરવા ગ્ય છે કે જેથી અનંત પ્રકારને પરિચય નિવૃત્ત થાય છે; તે કો? અને કેવા પ્રકારે તેને વિચાર મુમુક્ષુઓ કરે છે.
લિ. સમાં અભેદ
૨૭૨ વવાણિયા, ભાદ્રપદ વદ ૪, ભેમ, ૧૯૪૭ જે મહતુ પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યંગ્ય જ છે, એવો મહાત્મા પ્રાપ્ત થયે નિઃસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તતે હોય તે મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી એ વાર્તા સમજવા જેવી છે.
લિ૦ અપ્રગટ સત્
૨૭૩ વવાણિયા, ભાદ્રપદ વદ ૫, બુધ, ૧૯૪૭ વિગત લખી તે જાણી. ધીરજ રાખવી અને હરિઇચ્છા સુખદાયક માનવી એટલું જ આપણે તે કર્તવ્યરૂપ છે.
કળિયુગમાં અપાર કષ્ટ કરીને પુરુષનું ઓળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાને મોહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડ્યું અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે, અને આ કળિયુગ છે, તેમાં જે નથી મુઝાતા તેને નમસ્કાર.
૨૭૪ વવાણિયા, ભાદ્રપદ વદ ૫, બુધ, ૧૯૪૭ “સ” હાલ તે કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે. જુદી જુદી ચેષ્ટાએ તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે, (ગાદિક સાધન, આત્માનું ધ્યાન, અધ્યાત્મચિંતન, વેદાંતશુષ્ક વગેરેથી) પણ તે તેવું નથી.
જિનનો સિદ્ધાંત છે કે જડ કઈ કાળે જીવ ન થાય, અને જીવ કેઈ કાળે જડ ન થાય; તેમ સત’ કોઈ કાળે “સ” સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે જ નહીં. આવી દેખીતી સમજાય તેવી વાતમાં મુકાઈ જીવ પિતાની કલ્પનાએ “સતું કરવાનું કહે છે, પ્રરૂપે છે, બોધે છે, એ આશ્ચર્ય છે.
જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org