________________
૨૯૮
શ્રીમદ્ રાજચંદ્ર
આ જીવ ને આ દેહ એવા, ભેદ જો ભાસ્ય। નહીં, પચખાણ કીધાં ત્યાં સુધી, મેાક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળેા. કેવળ નહીં બ્રહ્મચર્યથી,.
કેવળ નહીં સંયમ થકી, પશુ જ્ઞાન કેવળથી કળેા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળે. શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, જાણિયું નિજરૂપને, કાં તેહવેા આશ્રય કરો, ભાવથી સાચા મને; તે જ્ઞાન તેને ભાખિયું, જો સમ્મતિ આદિ સ્થળે, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળે. આડ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાર્થથી, તે। જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી; નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનને આમળા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ચાર વેદ પુરાણુ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં, શ્રીનંદોઁસૂત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે ઠરા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળે. વ્રત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈને, મહાપદ્મ તીર્થંકર થશે, શ્રેણિક ઠાણંગ જોઇ લે; છેદ્યો
અનંતા.....
(પ્રશ્ન) લય ઝીશ બ્રાંદી ઇશ્રો ? આંથે ઝીશ ઝષે બ્રાં ?
થેપે યાર ખેય ?
પ્રથમ જીવ કયાંથી આવ્યું ? અંતે જીવ જશે કયાં ? તેને પમાય કેમ?
Jain Education International
૨૮
મ
७
८
For Private & Personal Use Only
રાજ, ભાદ્રપદ, ૧૯૪૭
( ઉત્તર )
આત્રલ નાયદી (ખ્રીય કુલુસેાયયાંદી. ) અમે ાં.
હધ્ ધુલુદી.
અક્ષર ધામથી ( શ્રીમત્ પુરુષાત્તમમાંથી. ) જશે ત્યાં.
સદ્ગુરુથી.
છેવટના ખુલાસા એ છે કે, હવે એમાંથી જે જે પ્રશ્ન ઊઠે તે વિચારો એટલે ઉત્તર નીકળશે; અથવા અમને પૂછી જાએ એટલે ખુલાસા કરી આપશું. ( ઈશ્વરેચ્છા હશે તે. )
www.jainelibrary.org