________________
શ્રીમદ રાજચંદ્ર પ્રવૃત્તિ થતી નથી.
જીવ સ્વભાવે (પિતાની સમજણની ભૂલે) દોષિત છે ત્યાં પછી તેના દેવ ભણી જેવું, એ અનુકંપાને ત્યાગ કરવા જેવું થાય છે, અને મેટા પુરુષે તેમ આચરવા ઈચ્છતા નથી. કળિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી ભૂલભરેલે રસ્તે ન દેરાય એમ બનવું બહુ મુશ્કેલ છે આ વાતને ખુલાસે પછી થશે.
૨૫૮
મુંબઈ, અષાડ, ૧૯૪૭ ૩% સત્, બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુકે ચરન, સે પાવે સાક્ષાત્. ૧ બૂઝી ચહત જે પ્યાસકે, હૈ બૂઝનકી રીત; પાવે નહિ ગુરૂગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ એહી નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ સબસે ન્યારા અગમ હૈ, વે જ્ઞાનીકા દેશ. 8 જપ, તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. ૫ પાયાકી એ બાત હૈ, નિજ છંદન છેડ;
પિ છે લાગ સપુરુષ કે, તે સબ બંધન તેડ. ૬ તૃષાતુરને પાયાની મહેનત કરજે.
અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરે છે. જેને તે પેદા ન થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહેજે.
આપનું કૃપા પત્ર આજે અને ગઈ કાલે મળ્યું હતું. સ્યાદ્વાદની પડી શેધતાં મળતી નથી. થડાએક વાક્ય હવે પછી લખી મોકલીશ.
ઉપાધિ એવી છે કે આ કામ થતું નથી. પરમેશ્વરને નહીં પાલવતું હોય ત્યાં શું કરવું? વિશેષ હવે પછી.
વિ૦ આ૦ રાયચંદના પ્ર
ર૫૯ મુંબઈ, શ્રાવણ સુદ ૧૧, બુધ, ૧૯૪૭ પરમ પૂજ્યજી,
- આપને કાગળ ૧ ગઈ કાલે કેશવલાલે આપે. જેમાં નિરંતર સમાગમ રહેવામાં ઈશ્વરેચ્છા કેમ નહીં હોય એ વિગત જણાવી છે.
સર્વશક્તિમાન હરિની ઈચછા સદેવ સુખરૂપ જ હોય છે, અને જેને કોઈ પણ વ્યક્તિના અંશે પ્રાપ્ત થયા છે એવા પુરુષે તે જરૂર એમ જ નિશ્ચય કરો કે “હરિની ઈચ્છા સદૈવ સુખરૂપ જ હોય છે.”
આપણે વિયેગ રહેવામાં પણ હરિની તેવી જ ઈચ્છા છે, અને તે ઈચ્છા શું હશે તે અમને કઈ રીતે ભાસે છે, જે સમાગમ કહીશું.
૧. જુઓ આંક ૮૮૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org