________________
વર્ષ ૨૪ મું અમારી દશા મંદ ગ્યને હાલ લાભ કરે તેવી નથી, અમે એવી જંજાળ હાલ ઈચ્છતા નથી; રાખી નથી, અને તે બધાને કેમ વહીવટ ચાલે છે, એનું સ્મરણ નથી. તેમ છતાં અમને એ બધાની અનુકંપા આવ્યા કરે છે, તેમનાથી અથવા પ્રાણીમાત્રથી, મનથી ભિન્ન ભાવ રાખે નથી, અને રાખ્યો રહે તેમ નથી. ભક્તિવાળાં પુસ્તકો ક્વચિત્ ક્વચિત્ વાંચીએ છીએ; પણ જે સઘળું કરીએ છીએ તે ઠેકાણા વગરની દશાથી કરીએ છીએ.
અમે હાલમાં ઘણું કરીને આપના કાગળને વખતસર ઉત્તર લખી શકતા નથી, તેમ જ પૂરા ખુલાસાથી પણ લખતા નથી, તે જેકે યોગ્ય તે નથી; પણ હરિની એમ ઈચ્છા છે, જેથી તેમ કરીએ છીએ. હવે જ્યારે સમાગમ થશે, ત્યારે અમારે એ દોષ આપને ક્ષમા કરે પડશે એવી અમારી ખાતરી છે.
અને તે ત્યારે મનાશે કે જ્યારે તમારે સંગ હવે ફરી થશે. તે સંગ ઈચ્છીએ છીએ, પણ જેવા જેગે થે જોઈએ, તેવા જગે થ દુર્લભ છે. ભાદરવામાં જે આપે ઈચ્છા રાખી છે, તેથી કંઈ અમારી પ્રતિકૂળતા નથી, અનુકૂળતા છે, પણ તે સમાગમમાં જે જગ ઈચ્છીએ છીએ તે જે થવા દેવા હરિની ઈચ્છા હોય અને સમાગમ થાય તે જ અમારે ખેદ મટે એમ માનીએ છીએ. - દશાનું ટૂંકું વર્ણન વાંચીને, આપને ઉત્તર લખાયા ન હોય તે માટે ક્ષમા આપવાની વિજ્ઞાપના કરું છું.
પ્રભુની પરમ કૃપા છે. અમને કોઈથી ભિન્ન ભાવ રહ્યો નથી; કોઈ વિષે દોષબુદ્ધિ આવતી નથી; મુનિ વિષે અમને કઈ હલકે વિચાર નથી; પણ હરિની પ્રાપ્તિ ન થાય એવી પ્રવૃત્તિમાં તેઓ પડ્યા છે. એકલું બીજજ્ઞાન જ તેમનું કલ્યાણ કરે એવી એમની અને બીજા ઘણુ મુમુક્ષઓની દશા નથી. “સિદ્ધાંતજ્ઞાન સાથે જોઈએ, એ “સિદ્ધાંતજ્ઞાન” અમારા હૃદયને વિષે આવરિતરૂપે પડ્યું છે. હરિઇચ્છા જે પ્રગટ થવા દેવાની હશે તે થશે. અમારો દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હરિ છે. સર્વ હરિ છે.
, અને તેમ છતાં આમ વહીવટમાં છીએ, એ એની ઈચ્છાનું કારણ છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.
૨૫૬
મુંબઈ, અસાડ વદ ૨, ૧૯૪૭ “અથાગ પ્રેમે તમને નમસ્કાર બે પત્ર વિસ્તારથી લખેલાં એવાં આપના તરફથી મલ્યાં; આટલે પરિશ્રમ લે છે, એ અમારા ઉપરની આપની કૃપા છે.
એમાં જે જે પ્રશ્નોને ઉત્તર ઈળ્યો છે, તે સમાગમે જરૂર આપશું. જીવન વધવા-ઘટવા વિષયે, એક આત્મા વિષયે, અનંત આત્મા વિષયે, મેક્ષ વિષયે, મોક્ષના અનંત સુખ વિષયે તમને સર્વ પ્રકારે નિર્ણય સમાગમે આ વેળા આપવા ધાર્યું છે. કારણ કે એ માટે અમને હરિની કૃપા થઈ છે; પણ તે માત્ર તમને જણાવવા માટે બીજા માટે પ્રેરણું કરી નથી.
૨૫૭ મુંબઈ, અષાઢ વદ ૪, ૧૯૪૭ અત્રે ઈશ્વરકૃપાથી આનંદ છે. આપનું પત્ર ઈચ્છું છું.
ઘણુંય લખવું સૂઝે છે, પણ લખી શકાતું નથી. તેમાં પણ એક કારણ સમાગમ થયા પછી લખવાનું રહે છે. અને સમાગમ પછી લખ્યા છે તે માત્ર પ્રેમ-સ્નેહ રહેશે, લખવું પણ વારંવાર મુઝાવાથી સૂઝે છે. બહુ જ ધારાઓ ચાલતી જોઈ, કઈ કંઈ પેટ દેવા જેગ મળે તે બહુ સારું, એમ લાગી જવાથી, કોઈ ન મળતાં આપને લખવા ઈચ્છા થાય છે. પણ તેમાં ઉપર જણાવ્યા કારણને લીધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org