________________
૨૮૦
શ્રીમદ્ રાજચંદ્ર એ વાત એમ ટૂંકી કરી હવે આપને પ્રશ્ન કરવું યોગ્ય છે કે ચિત્તની માયાના પ્રસંગમાં આકુળવ્યાકુળતા હોય, અને તેમાં આત્મા ચિંતિત રહ્યા કરે, એ ઈશ્વરપ્રસન્નતાને માર્ગ છે કે કેમ? અને પિતાની બુદ્ધિએ નહીં, તથાપિ લેકપ્રવાહને લઈને પણ કુટુંબાદિકને કારણે શોચનીય થવું એ વાસ્તવિક માર્ગ છે કે કેમ? આપણે આકુળ થવાથી કંઈ કરી શકીએ છીએ કે કેમ? અને જો કરી શકીએ છીએ તે પછી ઈશ્વર પર વિશ્વાસ શું ફળદાયક છે ?
જોતિષ જેવા કલ્પિત વિષયને સાંસારિક પ્રસંગમાં નિઃસ્પૃહ પુરુષ લક્ષ કરતા હશે કે કેમ? અને અમે જ્યોતિષ જાણીએ છીએ અથવા કંઈ કરી શકીએ છીએ એમ ન માને તે સારું, એવી હાલ ઈચ્છા છે. તે આપને રુચે છે કે કેમ? તે લખશો.
૨૩૪ મુંબઈ, ચૈત્ર સુદ ૧૦, શનિ, ૧૯૪૭
સર્વાત્મસ્વરૂપને નમસ્કાર પિતાનું અથવા પારકું જેને કંઈ રહ્યું નથી એવી કોઈ દશા તેની પ્રાપ્તિ હવે સમીપ જ છે, (આ દેહે છે); અને તેને લીધે પરેચ્છાથી વર્તીએ છીએ. પૂર્વે જે જે વિદ્યા, બેધ, જ્ઞાન, કિયાની પ્રાપ્તિ થઈ ગઈ છે તે તે સઘળાં દેહે જ વિસ્મરણ કરી નિર્વિકલ્પ થયા વિના છૂટકે નથી; અને તેને લીધે જ આમ વતીએ છીએ. તથાપિ આપની. અધિક આકુળતા જોઈ કંઈ કંઈ આપને ઉત્તર આપવો પડ્યો છે તે પણ સ્વેચ્છાથી નથી, આમ હોવાથી આપને વિનંતિ છે કે એ સર્વ માયિક વિદ્યા અથવા માયિક માર્ગ સંબંધી આપના તરફથી મારી બીજી દશા થતાં સુધી સ્મરણ ન મળવું જોઈએ, એમ યોગ્ય છે. જોકે હું આપનાથી જુદો નથી, તે આપ સર્વ પ્રકારે નિરાકુળ રહો. તમારા પ્રત્યે પરમ પ્રેમ છે, પણ નિરૂપાયતા મારી છે.
- ર૩૫ મુંબઈ, ચૈત્ર સુદ ૧૪, ગુરુ, ૧૯૪૭ વિગતવાર પત્રથી એક છેડો ભાગ બાદ કરતાં બાકીને ભાગ પરમાનંદનું નિમિત્ત થયો હતે. જે ડો ભાગ બાધકર્તારૂપ છે, તે ઈશ્વરાનુગ્રહે આપના હૃદયથી વિસ્મૃત થશે એવી આશા રહ્યા કરે છે.
જ્ઞાનીની પરિપક્વ અવસ્થા (દશા) થયે સર્વ પ્રકારે રાગ, દ્વેષની નિવૃત્તિ હોય એમ અમારી માન્યતા છે, તથાપિ એમાં પણ કંઈ સમજવા જેવું છે એ ખરું છે. પ્રસંગે એ વિષે લખીશ.
ઈશ્વરેચ્છા પ્રમાણે જે થાય તે થવા દેવું એ ભક્તિમાનને સુખદાયક છે.
ર૩૬ મુંબઈ, ચૈત્ર સુદ ૧૫, ગુરુ, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ,
અહીં કુશળતા છે. તમારું કુશળપત્ર સંપ્રાપ્ત થયું. રતલામથી વળતાં તમે અહીં આવવા ઇચ્છે છે તે ઈછામાં મારી સમ્મતિ છે. ત્યાંથી વિદાય થવાને દિવસ ચેકસ થયે અહીં દુકાન ઉપર ખબર લખશે.
તમે અહીં આવે ત્યારે તમારે અમારા વિષે જે કંઈ પરમાર્થ પ્રેમ છે, તે જેમ બને તેમ ઓછા પ્રગટ થાય તેમ કરશે. તેમ જ નીચેની વાર્તા લક્ષમાં રાખશે તે શ્રેયસ્કર છે.
૧. મારી વિદ્યમાનતાએ ભાઈ રેવાશંકર અથવા ખીમજીથી કોઈ જાતને પરમાર્થ વિષય ચર્ચિત ન કરવો (વિદ્યમાનતાએ એટલે હું સમીપ બેઠો હોઉં ત્યારે ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org