SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૪ મું ૨% ૨૩૧ મુંબઈ, ચૈત્ર સુદ ૭, બુધ, ૧૯૪૭ મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત, અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિઃસ્પૃહા હતી. સ્વપ્ન પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહારાર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી, તેમ કર્યા સિવાય જોકે ઈશ્વરેચ્છાથી વ્યવહાર ચાલ્ય ગયે છે, તથાપિ તેમની દારિદ્યાવસ્થા હજુ સુધી જગત-વિદિત છે; અને એ જ એમનું સબળ માહામ્ય છે. પરમાત્માએ એમના “પરચા પૂરા કર્યા છે તે એ ભક્તોની ઈચ્છાથી ઉપરવટ થઈને. ભક્તોની એવી ઈચ્છા ન હોય, અને તેવી ઈચ્છા હોય તે રહસ્યભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય. આપ હજારે વાત લખે પણ જ્યાં સુધી નિઃસ્પૃહ નહીં હૈ, (નહીં થાઓ) ત્યા સુધી વિટંબના જ છે. ૨૩૨ મુંબઈ, ચૈત્ર સુદ ૯, શુક્ર, ૧૯૪૭ પરેચ્છાનુચારીને શબ્દ-ભેદ નથી. સુજ્ઞ ભાઈ ત્રિભવન, કાર્યની જાળમાં આવી પડ્યા પછી ઘણું કરીને પ્રત્યેક જીવ પશ્ચાત્તાપયુક્ત હોય છે. કાર્યના જન્મ પ્રથમ વિચાર થાય અને તે દ્રઢ રહે એમ રહેવું બહુ વિકટ છે, એમ જે ડાહ્યા મનુષ્ય કહે છે તે ખરું છે. તે તમને પણ આ પ્રસંગે આર્તપૂર્વક ચિંતન રહેતું હશે, અને તેમ થવું સંભાવ્ય છે. કાર્યનું પરિણામ, પશ્ચાત્તાપથી તે, આવ્યું હોય તેથી અન્યથા ન થાય; તથાપિ બીજા તેવા પ્રસંગમાં ઉપદેશનું કારણ થાય. એમ જ હોવું એગ્ય હતું એમ માની શોકને પરિત્યાગ કરે; અને માત્ર માયાના પ્રબળને વિચાર કરો એ ઉત્તમ છે. માયાનું સ્વરૂપ એવું છે કે એમાં જેને “સ” સંપ્રાપ્ત છે તેવા જ્ઞાની પુરુષને પણ રહેવું વિકટ છે, તે પછી હજુ મુમુક્ષુતાના અંશોનું પણ મલિનત્વ છે તેને એ સ્વરૂપમાં રહેવું વિકટ, ભુલામણીવાળું, ચલિત કરનાર હોય એમાં કંઈ આશ્ચર્ય નથી એમ જરૂર જાણજો. જોકે અમને ઉપાધિગ છે તથાપિ અવકાશ નથી મળતું એમ કંઈ છે નહીં, પણ દશા એવી છે કે જેમાં પરમાર્થ વિષે કંઈ ન થઈ શકે, અને રુચિ પણ હાલ તે તેમ જ રહે છે. | માયાને પ્રપંચ ક્ષણે ક્ષણે બાધકર્તા છે તે પ્રપંચના તાપની નિવૃત્તિ કેઈ કલ્પદ્રુમની છાયા છે, અને કાં કેવળદશા છે, તથાપિ કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત છે. તે સિવાય એ તાપની નિવૃત્તિ નથી; અને એ કલ્પદ્રુમને વાસ્તવિક ઓળખવા જીવે જોગ્ય થવું પ્રશસ્ત છે. તે જોગ્ય થવામાં બાધર્તા એ આ માયાપ્રપંચ છે, જેને પરિચય જેમ ઓછો હોય તેમ વર્યા વિના જગ્યતાનું આવરણ ભંગ થતું નથી; પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં જીવ વગર વિચાર્યું કે ટ્યવધિ જને ચાલ્યા કરે છે, ત્યાં જોગ્યતાને અવકાશ ક્યાંથી હોય? આમ ન થાય તેટલા માટે થયેલાં કાર્યના ઉપદ્રવને જેમ શમાવાય તેમ શમાવી, સર્વ પ્રકારે નિવૃત્તિ (એ વિષેની) કરી ગ્ય વ્યવહારમાં આવવાનું પ્રયત્ન કરવું ઉચિત છે. “ન ચાલતાં કર જોઈએ, અને તે પણ પ્રારબ્ધવશાત્ નિઃસ્પૃહ બુદ્ધિથી એ જે વ્યવહાર તેને ગ્ય વ્યવહાર માનજે. અત્ર ઈશ્વરાનુગ્રહ છે. વિ. રાયચંદના પ્રણામ. મુંબઈ, ચૈત્ર સુદ ૧૦, ૧૯૪૭ જંબુસ્વામીનું દૃષ્ટાંત પ્રસંગને પ્રબળ કરનારું, અને ઘણું આનંદકારક અપાયું છે. લૂંટાવી દેવાની ઈચ્છા છતાં લેકપ્રવાહ એમ માને કે ચોર લઈ ગયાના કારણે જંબુને ત્યાગ છે, તે તે પરમાર્થને કલંકરૂપ છે, એ જે મહાત્મા જંબુને આશય તે સત્ય હતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy