________________
વર્ષ ૨૪ મું
૨૮૧ ૨. મારી અવિદ્યમાનતાએ તેઓથી પરમાર્થ વિષય ગંભીરતાપૂર્વક બને તે જરૂર ચર્ચિત કરે. કેઈ વખતે રેવાશંકરથી અને કોઈ વખતે ખીમજીથી. ૩. પરમાર્થમાં નીચેની વાર્તા વિશેષ ઉપયોગી છે.
૧. તરવાને માટે જીવે પ્રથમ શું જાણવું? ૨. જીવનું પરિભ્રમણ થવામાં મુખ્ય કારણ શું? ૩. તે કારણ કેમ ટળે? ૪. તે માટે સુગમમાં સુગમ એટલે ચેડા કાળમાં ફળદાયક થાય એ ક ઉપાય છે? પ. એ કઈ પુરુષ હશે કે જેથી એ વિષયનો નિર્ણય પ્રાપ્ત થાય? આ કાળમાં એ - પુરુષ હોય એમ તમે ધારે છે ? અને ધારે છે તે કેવાં કારણોથી? એવા પુરુષનાં
કંઈ લક્ષણ હોય કે કેમ ? હાલ એ પુરુષ આપણને કયા ઉપાયે પ્રાપ્ત હોઈ શકે? ૬. જે અમારા સંબંધી કંઈ પ્રસંગ આવે તે પૂછવું કે “મોક્ષમાર્ગની એમને પ્રાપ્તિ છે,
એવી નિઃશંકતા તમને છે? અને હોય તે શું કારણોને લઈને? પ્રવૃત્તિવાળી દશામાં વર્તતા હોય, તે પૂછયું કે, એ વિષે તમને વિકલ્પ નથી આવત? એમને સર્વ
પ્રકારે નિઃસ્પૃહતા હશે કે કેમ ? કઈ જાતના સિદ્ધિગ હશે કે કેમ? ૭. સત્પષની પ્રાપ્તિ થયે જીવને માર્ગ ન મળે એમ બને કે કેમ? એમ બને તે તેનું
કારણ શું? જે જીવની ‘અગ્યતા” જણાવવામાં આવે છે તે અગ્યતા કયા વિષયની? ૮. ખીમજીને પ્રશ્ન કરવું કે તમને એમ લાગે છે કે આ પુરુષના સંગે રેગ્યતા આવ્યું
તેની પાસેથી જ્ઞાનપ્રાપ્તિ હોય ? આ વગેરે વાર્તા પ્રસંગ પ્રાપ્ત કરી ચર્ચવી, એકેક વાર્તાને કંઈ નિર્ણાયક ઉત્તર તેમના તરફથી મળે બીજે પ્રસંગે બીજી વાર્તા ચર્ચવી.
ખીમજમાં કેટલીક સમજવાની શક્તિ સારી છે; પરંતુ યોગ્યતા રેવાશંકરની વિશેષ છે. ગ્યતા, જ્ઞાનપ્રાપ્તિ માટે બહુ બળવાન કારણ છે.
ઉપરની વાર્તામાંથી તમને જે સુગમ લાગે તે પૂછવી. સુગમતા એકની ન હોય તે એકેય ન પૂછવી; તેમ આ વાર્તાને પ્રેરક કેણ છે? તે જણાવવું નહીં. - ખંભાતથી ભાઈ ત્રિભવનદાસની અત્ર આવવાની ઈચ્છા રહે છે, તે તે ઈચ્છામાં હું સમ્મત છું. તેમને તમે રતલામથી પત્ર લખો તે તમારી મુંબઈમાં જ્યારે સ્થિતિ હોય, ત્યારે તેમ આવવાની અનુકૂળતા હોય તે આવવામાં મારી સમ્મતિ છે, એમ લખશો.
તમે કઈ મને મળવા આવ્યા છે, એ કારણ ખીમજી સહિતને મોઢે પ્રગટ ન કરવું. કોઈ અહીં આવવાનું વ્યાવહારિક નિમિત્ત હોય તે જરૂર તે ખીમજીને મેઢે પ્રગટ કરવું.
આ બધું લખવું પડે છે, તેને ઉદ્દેશ માત્ર આ એક પ્રવૃત્તિયેગ છે. ઈશ્વરેચ્છા બળવાન છે, અને સુખદાયક છે.
આ પત્ર વારંવાર મનન કરવા જેવું છે. વારંવાર ઊગે છે કે અબંધ, બંધનયુક્ત હોય? તમે શું ધારે છે?
વિ૦ રાયચંદના પ્રણામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org