________________
વર્ષ ૨૪ મું સમ્મત હોય છે. માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવાં મનુષ્ય નયને આગ્રહ કરે છે, અને તેથી વિષમ ફળની પ્રાપ્તિ હોય છે. કેઈ નય જ્યાં દુભાત નથી એવાં જ્ઞાનીનાં વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઇચ્છા કરી હોય એવા પ્રાણીઓ નયાદિકમાં ઉદાસીન રહેવાને અભ્યાસ કરે; કેઈ નયમાં આગ્રહ કરે નહીં અને કઈ પ્રાણુને એ વાટે દુભાવવું નહીં, અને એ આગ્રહ જેને મટ્યો છે, તે કઈ વાટે પણ પ્રાણીને દુભાવવાની ઈચ્છા કરતું નથી.
મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક “સને જ પ્રકાડ્યું છે. તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે. તે જ પ્રતીત કરવા ગ્ય છે, તે જ અનુભવરૂપ છે. અને તે જ પરમ પ્રેમે ભજવા ગ્ય છે.
તે “પરમસ’ની જ અમે અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઈચ્છીએ છીએ.
તે “પરમસત્રને પરમજ્ઞાન કહે, ગમે તે પરમપ્રેમ કહો, અને ગમે તે “સત્-ચિઆનંદ સ્વરૂપ’ કહો, ગમે તે આત્મા’ કહો, ગમે તે “સર્વાત્મા કહો, ગમે તે એક કહો, ગમે તે અનેક કહો, ગમે તે એકરૂપ કહો, ગમે તે સર્વરૂપ કહો, પણ સત્ તે સત્ જ છે. અને તે જ એ બધા પ્રકારે કહેવા ગ્ય છે, કહેવાય છે. સર્વ એ જ છે, અન્ય નહીં.
એવું તે પરમતત્ત્વ, પુરુષોત્તમ, હરિ, સિદ્ધ, ઈશ્વર, નિરંજન, અલખ, પરબ્રા, પરમાત્મા, પરમેશ્વર અને ભગવત આદિ અનંત નામેએ કહેવાયું છે.
અમે જ્યારે પરમતત્વ કહેવા ઈચ્છી તેવા કોઈ પણ શબ્દોમાં બેલીએ તો તે એ જ છે, બીજું નહીં.
૨૧૦
મુંબઈ, માહ વદ ૦)), ૧૯૪૭ સસ્વરૂપને અભેદભાવે નમોનમ: અત્ર પરમાનંદ છે. સર્વત્ર પરમાનંદ દર્શિત છે.
શું લખવું? તે તે કંઈ સૂઝતું નથી, કારણ કે દશા જુદી વર્તે છે તે પણ પ્રસંગે કઈ સદુવૃત્તિ થાય તેવી વાંચના હશે તે એકલીશ. અમારા ઉપર તમારી ગમે તેવી ભક્તિ હો, બાકી સર્વ છના અને વિશેષે કરી ધર્મજીવન તે અમે ત્રણે કાળને માટે દાસ જ છીએ.
સર્વેએ એટલું જ હાલ તે કરવાનું છે કે જૂનું મૂક્યા વિના તે છૂટકે જ નથી; અને એ મૂકવા યોગ્ય જ છે એમ દૃઢ કરવું. - માર્ગ સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે.
સાથેના પત્ર વાંચી તેમાં ગ્ય લાગે તે ઉતારી લઈ મુનિને આપજે. તેમને મારા વતી સ્મૃતિ અને વંદન કરજે. અમે તે સર્વના દાસ છીએ. ત્રિભવનને જરૂર બેલાવજે.
૨૧૧
મુંબઈ, માહ વદ ૦)), ૧૯૪૭ “સ” એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવને મેહ છે.
સત’ જે કંઈ છે, તે “સ” જ છે; સરળ છે, સુગમ છે; અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ જેને ભ્રાંતિરૂપ આવરણુતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈ એ પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય; તેમ જ
૧. જુઓ આંક ૨૧૧, ૨૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org