________________
શ્રીમદ્ રાજચંદ્ર २०७
મુંબઈ, માહ વદ ૦)), ૧૯૪૭ કઈ જાતની ક્રિયા છે કે ઉથાપવામાં નહીં આવતી હોય તે પણ તેઓને લાગે છે તેનું કંઈ કારણ હોવું જોઈએ, જે કારણ ટાળવું એ કલ્યાણરૂપ છે.
પરિણામે “સને પ્રાપ્ત કરાવનારી, પ્રારંભમાં “સની હેતુભૂત એવી તેમની રુચિને પ્રસન્નતા આપનારી વૈરાગ્યકથાને પ્રસંગોપાત્ત તેમનાથી પરિચય કરે; તે તેમના સમાગમથી પણ કલ્યાણ જ વૃદ્ધિ પામશે; અને પેલું કારણ પણ ટળશે.
જેમાં પૃથ્યાદિકને વિસ્તારથી વિચાર કર્યો છે એવાં વચનો કરતાં વેતાલીય અધ્યયન જેવાં વચને વૈરાગ્યની વૃદ્ધિ કરે છે અને બીજાં મતભેદવાળાં પ્રાણીને પણ તેમાં અરુચિ થતી નથી.
જે સાધુએ તમને અનુસરતા હોય, તેમને સમય પરત્વે જણાવતા રહેવું કે, ધર્મ તેનું નામ આપી શકાય કે જે ધર્મ થઈને પરિણમે જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણમે આપણે આ બધી ક્રિયા અને વાંચના ઈત્યાદિક કરીએ છીએ, તે મિથ્યા છે, એમ કહેવાને મારે હેતુ તમે સમજે નહીં તે હું તમને કંઈ કહેવા ઇચ્છું છું, આમ જણાવી તેમને જણાવવું કે આ જે કંઈ આપણે કરીએ છીએ, તેમાં કેઈ એવી વાત રહી જાય છે કે જેથી “ધર્મ અને જ્ઞાન આપણને પિતાને રૂપે પરિણમતાં નથી, અને કષાય તેમ જ મિથ્યાત્વ (સંદેહ)નું મંદત્ય થતું નથી, માટે આપણે જીવના કલ્યાણને ફરી ફરી વિચાર કરવા ગ્ય છે; અને તે વિચાર્યું કંઈક આપણે ફળ પામ્યા વિના રહેશું નહીં. આપણે બધું જાણવાનું પ્રયત્ન કરીએ છીએ પણ આપણે “સંદેહ કેમ જાય તે જાણવાનું પ્રયત્ન કરતા નથી. એ જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી “સંદેહ કેમ જાય? અને સંદેહ હોય ત્યાં સુધી જ્ઞાન પણ ન હોય; માટે સંદેહ જવાનું પ્રયત્ન કરવું જોઈએ. એ સંદેહ એ છે કે આ જીવ ભવ્ય છે કે અભવ્ય ? મિથ્યાવૃષ્ટિ છે કે સમ્યક દ્રષ્ટિ ? સુલભબોધી છે કે દુર્લભબધી? તુચ્છસંસારી છે કે અધિકસંસારી ? આ આપણને જણાય તેવું પ્રયત્ન કરવું જોઈએ. આવી જાતની જ્ઞાનકથાને તેમનાથી પ્રસંગ રાખે યોગ્ય છે.
પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે; પણ આ કાળમાં તે જગ બન બહુ વિકટ છે, માટે જીવે એ વિકટતામાં રહી પાર પાડવામાં વિકટ પુરુષાર્થ કરે
ગ્ય છે, અને તે એ કે “અનાદિ કાળથી જેટલું જાણ્યું છે, તેટલું બધુંય અજ્ઞાન જ છે; તેનું વિસ્મરણ કરવું.”
સ” સત્ જ છે, સરળ છે, સુગમ છે સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પણ “સને બતાવનાર સ” જોઈએ.
નય અનંતા છે, એકેકા પદાર્થમાં અનંત ગુણધર્મ છે, તેમાં અનંતા નય પરિણમે છે; તે એક અથવા બે ચાર નયપૂર્વક બોલી શકાય એવું ક્યાં છે? માટે નયાદિકમાં સમતાવાન રહેવું; જ્ઞાનીઓની વાણી “નયમાં ઉદાસીન વર્તે છે, તે વાણીને નમસ્કાર હો ! વિશેષ કઈ પ્રસંગે.
૨૦૮
મુંબઈ, માહ વદ ૦)), ૧૯૪૭ અનંતા નય છે એકેક પદાર્થ અનંત ગુણથી, અને અનંત ધર્મથી યુક્ત છે, એકેક ગુણ અને એકેક ધર્મ પ્રત્યે અનંત નય પરિણમે છે, માટે એ વાટે પદાર્થને નિર્ણય કરવા માગીએ તે થાય નહીં એની વાટ કેઈ બીજી હોવી જોઈએ. ઘણું કરીને આ વાતને જ્ઞાની પુરુષે જ જાણે છે, અને તેઓ તે નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે જેથી કોઈ નયનું એકાંત ખંડન થતું નથી, અથવા કેઈ નયનું એકાંત મંડન થતું નથી. જેટલી જેની ગ્યતા છે, તેટલી તે નયની સત્તા જ્ઞાની પુરુષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org