________________
વર્ષ ૨૪ મું
૨૫૫ ન જાય. ત્યારે પ્રશ્ન કર્યું કે જંબુ, સુધર્માસ્વામી ઇત્યાદિક કેમ ગયા? એ પણ આ જ કાળ હતો, એટલે ફરી વળી સામે પુરુષ વિચારીને બોલ્યો : આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલે આ ક્ષેત્રેથી મેક્ષે ન જાય. ત્યારે પ્રશ્ન કર્યું કે, કેઈનું મિથ્યાત્વ જતું હશે કે નહીં? ઉત્તર આપે, હા જાય. ત્યારે ફરી કહ્યું કે, જે મિથ્યાત્વ જાય તે મિથ્યાત્વ જવાથી મોક્ષ થયે કહેવાય કે નહીં? ત્યારે તેણે હા કહી કે એમ તે થાય. ત્યારે કહ્યું એમ નહીં પણ એમ હશે કે આ કાળમાં કોઈ આ કાળને જમેલે સર્વ કર્મથી ન મુકાય. - આમાં પણ ઘણા ભેદ છે, પરંતુ આટલા સુધી કદાપિ સાધારણ સ્યાદ્વાદ માનીએ તે એ જૈનનાં શાસ્ત્ર માટે ખુલાસો થયો ગણાય. વેદાંતાદિક તે આ કાળમાં સર્વથા સર્વ કર્મથી મુકાવા માટે જણાવે છે. માટે હજુ પણ આગળ જવાનું છે. ત્યાર પછી વાકયસિદ્ધિ થાય. આમ વાક્ય
લવાની અપેક્ષા રાખવી એ ખરું. પરંતુ જ્ઞાન ઊપજ્યા વિના એ અપેક્ષા સ્મૃત થાય એમ બનવું સંભવિત નથી. કાં તે સત્પરુષની કૃપાથી સિદ્ધિ થાય.
અત્યારે એ જ. થોડું લખ્યું ઘણું કરી જાણ; ઉપર લખી માથાકૂટ લખવી પસંદ નથી. સાકરનું શ્રીફળ બધાએ વખાણી માગ્યું છે, પરંતુ અહીં તે અમૃતની સાડી નાળિયેરી છે. ત્યાં આ ક્યાંથી પસંદ આવે ? નાપસંદ પણ કરાય નહીં.
છેવટે આજે, કાલે અને બધેય વખતે આ જ કહેવું છે કે, આને સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતાં શીખવું. આપને આ વાક્ય કેમ લાગે છે?
વિ. રાયચંદ
૧૮૧ મુંબઈ, માગશર સુદ ૯, શનિ, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ છોટાલાલ,
ભાઈ ત્રિભવનનું અને તમારું પત્ર મળ્યું. તેમ જ ભાઈ અંબાલાલનું પત્ર મળ્યું.
હમણું તે તમારું લખેલું વાંચવાની ઈછા રાખું છું. કોઈ પ્રસંગે પ્રવૃત્તિ (આત્માની) થશે તે હું પણ લખતે રહીશ.
તમે જે વેળા સમતામાં છે, તે વેળા તમારી અંતરની ઊર્મિઓ લખશે.
અહીં ત્રણે કાળ સરખા છે. બેઠેલા વ્યવહાર પ્રત્યે અસમતા નથી; અને ત્યાગવાની ઈચ્છા રાખી છે; પણ પૂર્વ પ્રકૃતિને ટાળ્યા વિના છૂટકે નથી.
' કાળની દુષમતા........થી આ પ્રવૃત્તિમાર્ગ ઘણુ જીને સતનું દર્શન કરતાં અટકાવે છે. તમને બધાને ભલામણ છે કે આ આત્મા સંબંધે બીજા પ્રત્યે કંઈ વાતચીત કરવી નહીં.
વિ. રાયચંદ
૧૮૨ મુંબઈ, માગશર સુદ ૧૩, બુધ, ૧૯૪૭ આપનું કૃપાપાત્ર ગઈ કાલે મલ્યું. વાંચી પરમ સંતેષ પ્રાપ્ત થશે.
આપ હદયના જે જે ઉદ્દગાર દર્શાવે છે; તે તે વાંચી આપની યોગ્યતા માટે પ્રસન્ન થવાય છે, પરમ પ્રસન્નતા થાય છે, અને ફરી ફરી સત્યુગનું સ્મરણ થાય છે. આપ પણ જાણે છે કે આ કાળમાં મનુબેનાં મન માયિક સંપત્તિની ઈચ્છાવાળાં થઈ ગયાં છે. કેઈક વિરલ મનુષ્ય નિર્વાણુમાર્ગની દ્રઢ ઈચ્છાવાળું રહ્યું સંભવે છે, અથવા કેઈકને જ તે ઈચ્છા સપુરુષનાં ચરણસેવન વડે પ્રાપ્ત થાય તેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org