________________
૨૫૬
શ્રીમદ્ રાજચંદ્ર મહધકારવાળા આ કાળમાં આપણે જન્મ એ કંઈક કારણ યુક્ત હશે જ, એ નિઃશંક છે; પણ શું કરવું, તે સંપૂર્ણ તે તે સુઝાડે ત્યારે બને તેવું છે.
વિ. રાયચંદ
૧૮૩ મુંબઈ, માગશર સુદ ૧૪, ૧૯૪૭ આનન્દમૂર્તિ સ્વરૂપને અભેદભાવે ત્રણે કાળ નમસ્કાર કરું છું. પરમ જિજ્ઞાસાએ ભરેલું તમારું ધર્મપત્ર ગયા પરમ દિવસે મળ્યું. વાંચી સંતોષ થયે
જે જે ઇચ્છાઓ તેમાં જણાવી છે, તે કલ્યાણકારક જ છે; પરંતુ એ ઈચ્છાની સર્વ પ્રકારની સ્કુરણા તે સાચા પુરુષના ચરણકમળની સેવામાં રહી છે. અને ઘણું પ્રકારે સત્સંગમાં રહી છે. આ નિઃશંક વાક્ય સર્વ અનંત જ્ઞાનીઓએ સમ્મત કરેલું આપને જણાવ્યું છે.
પરિભ્રમણ કરતે જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યું નથી. જે પામે છે, તે બધું પૂર્વાનુપૂર્વ છે. એ સઘળાની વાસનાને ત્યાગ કરવાને અભ્યાસ કરશે. દ્રઢ પ્રેમથી અને પરમેલ્લાસથી એ અભ્યાસ જયવંત થશે, અને તે કાળે કરીને મહાપુરુષના ગે અપૂર્વની પ્રાપ્તિ કરાવશે.
સર્વ પ્રકારની ક્રિયાને, યેગને, જપ, તપ, અને તે સિવાયના પ્રકારને લક્ષ એવો રાખજે કે આત્માને છેડવા માટે સર્વે છે; બંધનને માટે નથી. જેથી બંધન થાય એ બધાં (ક્રિયાથી કરીને સઘળાં ભેગાદિક પર્યત) ત્યાગવા ગ્ય છે.
મિથ્યાનામધારીના યથા
૧૮૪ મુંબઈ, માગશર સુદ ૧૫, ૧૯૪૭ સસ્વરૂપને અભેદ ભક્તિએ નમસ્કાર તમારું પત્ર ગઈ કાલે મળ્યું.
તમારા પ્રશ્ન મળ્યાં. યોગ્ય વખતે ઉત્તર લખીશ. આધાર નિમિત્તમાત્ર છું. તમે નિષ્ઠા સબળ કરવાનું પ્રયત્ન કરે એ ભલામણ છે.
- ૧૮૫ મુંબઈ, માગશર વદ ૭, શુક્ર, ૧૯૪૭ આજે હદય ભરાઈ આવ્યું છે. જેથી વિશેષ ઘણું કરીને આવતી કાલે લખીશ. હદય ભરાવાનું કારણ પણ વ્યાવહારિક નથી. સર્વ પ્રકારે નિશ્ચિત રહેવા વિનંતી છે.
વિ. આ રાયચંદ
મુંબઈ, માગશર વદ ૧૦, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ,
અત્ર આનંદવૃત્તિ છે. જેમ માર્ગાનુસારી થવાય તેમ પ્રયત્ન કરવું એ ભલામણ છે. વિશેષ શું લખવું? તે કંઈ સૂઝતું નથી.
રાયચંદના યથાયેગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org