________________
૨૪૮
શ્રીમદ્ રાજચંદ્ર ન સમાગમ ઈચછે તેવા પ્રકારથી વાતચીત કરવી. જ્ઞાનાવતારની પ્રશંસા કરતાં તેમને અવિનય ન થઈ જાય તે ધ્યાન રાખજે. તેમ “જ્ઞાનાવતાર’ની અનન્ય ભક્તિ પણ લક્ષમાં રાખજો.
| મન મળ્યાને જગ લાગે ત્યારે જણાવજે કે તેમના શિષ્ય એવા જે અમે આપના શિષ્ય જ છીએ. અમને કઈ રીતે માર્ગપ્રાપ્તિ થાય તેમ કહે. એ વગેરે વાતચીત કરજે. તેમ અમે કયાં શાસ્ત્રો વાંચીએ? શું શ્રદ્ધા રાખીએ? કેમ પ્રવર્તીએ ? તે એગ્ય લાગે તે જણાવો. ભિન્નભાવ કૃપા કરીને અમારા પ્રત્યે આપને ન હો.
તેમને સિદ્ધાંત ભાગ પૂછજો. એ વગેરે જાણી લેવાને પ્રસંગ બને તે પણ તેમને જણાવો કે અમે જે જ્ઞાનાવતાર પુરુષ જણાવ્યા છે તેઓ અને આપ અમારે મન એક જ છે. કારણ કે એવી બુદ્ધિ કરવા તે જ્ઞાનાવતારની અમને આજ્ઞા છે. માત્ર હાલ તેમને અપ્રગટ રહેવાની ઈચ્છા હોવાથી તેમની ઈચ્છાને અનુસર્યા છીએ.
વિશેષ શું લખીએ? હરીચ્છા જે હશે તે સુખદાયક જ હશે. એકાદ દિવસ કાજે. વધારે નહીં. ફરીથી મળજો. મળવાની હા જણાવજો. હરીચ્છા સુખદાયક છે.
જ્ઞાનાવતાર સંબંધી પ્રથમ તેઓ વાત ઉચ્ચારે તે આ પત્રમાં જણાવેલી વાત વિશેષે કરી દૃઢ કરજે.
ભાવાર્થ ધ્યાનમાં રાખજે. એને અનુસરી ગમે તે પ્રસંગે આમાંની તેમની પાસે વાત કરવા તમને છૂટ છે. જેમ જ્ઞાનાવતારમાં અધિક પ્રેમ તેમને આવે તેમ કરો. હરીચ્છા સુખદાયક છે.
૧૬૮ મુંબઈ, કાર્તિક સુદ ૧૩, સેમ, ૧૯૪૭ . એનું સ્વપ્ન જે દર્શન પામે છે, તેનું મન ન ચઢે બીજે ભામે રે, થાય કૃષ્ણને લેશ પ્રસંગ છે, તેને ન ગમે સંસારને સંગ રે.
હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદને નાથ વિહારી રે, ઓધા જીવનદેરી અમારી રે.
આપનું કૃપાપાત્ર ગઈ કાલે મળ્યું. પરમાનંદ ને પરમપકાર થયે.
અગિયારમેથી લથડેલે ઓછામાં ઓછા ત્રણ અને ઘણામાં ઘણુ પંદર ભવ કરે, એમ અનુભવ થાય છે. અગિયારમું એવું છે કે ત્યાં પ્રકૃતિઓ ઉપશમ ભાવમાં હોવાથી મન, વચન, કાયાના યે પ્રબળ શુભ ભાવમાં વર્તે છે, એથી શાતાને બંધ થાય છે, અને એ શાતા ઘણું કરીને પાંચ અનુત્તર વિમાનની જ હોય છે.
આજ્ઞાંકિત ૧૬૯ મુંબઈ, કાર્તિક સુદિ ૧૩, સોમ, ૧૯૪૭ ગઈ કાલે ૧ પત્ર તમારું મળ્યું. પ્રસંગે કંઈ પ્રશ્ન આવ્યું અધિક લખવાનું બની શકે.
ચિ. ત્રિભવનદાસની જિજ્ઞાસા પ્રસંગોપાત્ત સમજી શકાઈ તે છે જ, તથાપિ જિજ્ઞાસા પ્રત્યે પુરુષાર્થ કરવાનું જણાવેલું નથી, તે આ વેળા જણાવું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org