________________
વર્ષ ૨૪ મું
૨૪૭
તેમના સમાગમ થતાં એક વાર નમન કરી વિનયથી બેસવું. થોડો વખત વીત્યા પછી તેમની પ્રવૃત્તિ—પ્રેમભાવને અનુસરી વાતચીત કરવી. ( એક વખતે ત્રણ જણે, અથવા એકથી વધારે જણે ન ઓલવું.) પ્રથમ એમ કહેવું કે આપે અમારા સંબંધમાં નિઃસંદેહ દ્રષ્ટિ રાખવી. આપને દર્શને અમે આવ્યા છીએ તે કઈ પણ જાતનાં બીજાં કારણથી નહીં, પણ માત્ર સત્સંગની ઇચ્છાથી. આટલું કહ્યા પછી તેમને ખેલવા દેવા. તે પછી ઘેાડે વખતે ખેલવું. અમને કઈ જ્ઞાનાવતાર પુરુષના સમાગમ થયા હતા. તેમની દશા અલૌકિક જોઇ અમને આશ્ચર્ય ઊપજ્યું હતું. અમે જૈન છતાં તેમણે નિર્વિસંવાદપણે વર્તવાના ઉપદેશ કહ્યો હતા. સત્ય એક છે, એ પ્રકારનું નથી. અને તે જ્ઞાનીના અનુગ્રહ વિના પ્રાપ્ત થતું નથી. માટે મતમતાંતરને ત્યાગ કરી જ્ઞાનીની આજ્ઞામાં અથવા સત્સંગમાં પ્રવર્તવું. જેમ જીવનું બંધન નિવૃત્ત થાય તેમ કરવું યોગ્ય છે અને તે માટે અમે ઉપર કહ્યાં તે સાધન છે. આ વગેરે પ્રકારે તેમણે અમને ઉપદેશ કર્યાં હતા. અને જૈનાદિક મતાને આગ્રહ મટાડી તે જેમ પ્રવર્તાવે તેમ પ્રવર્તવાની અમારી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હતી, અને હજી પણ એમ જ વર્તે છે કે સત્યના જ માત્ર આગ્રહ રાખવા. મતને વિષે મધ્યસ્થ રહેવું. તે હાલ વિદ્યમાન છે. યુવાવસ્થાના પહેલા ભાગમાં છે. અપ્રગટપણે પ્રવર્તવાની હાલ તેમની ઇચ્છા છે. નિઃસંદેહસ્વરૂપ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વીતરાગ છે. એ કૃપાળુના સમાગમ થયા પછી અમને નિરાગ્રહપણું વિશેષે કરીને રહે છે. મતમતાંતર સંબંધી વિવાદ ઊગતા નથી. નિષ્કપટભાવે સત્ય આરાધવું એ જ દૃઢ જિજ્ઞાસા છે. તે જ્ઞાનાવતાર પુરુષે અમને જણાવ્યું હતું કે ઃ—‘ઈશ્વરેચ્છા હાલ અમને પ્રગટપણે માર્ગ કહેવા દેવાની નથી. તેથી અમે તમને હાલ કંઈ કહેવા માગતા નથી. પણ જોગ્યતા આવે અને જીવ યથાયેાગ્ય મુમુક્ષુતા પામે તે માટે પ્રયત્ન કરજો.” અને તે માટે ઘણા પ્રકારે અપૂર્વ ઉપાય ટૂંકામાં તેમણે બેધ્યા હતા. પેાતાની ઇચ્છા હાલ અપ્રગટ જ રહેવાની હોવાથી પરમાર્થ સંબંધમાં ઘણું કરીને તેએ મૌન જ રહે છે. અમારા ઉપર એટલી અનુકંપા થઈ કે તેમણે એ મૌન વિસ્તૃત કર્યું હતું અને તે જ સત્પુરુષે આપના સમાગમ કરવા અમારી ઇચ્છાને જન્મ આપ્યા હતા. નહીં તે અમે આપના સમાગમના લાભ કયાંથી પામી શકીએ ? આપના ગુણની પરીક્ષા કયાંથી પડે? એવી તમારી જિજ્ઞાસા બતાવજો કે અમને કોઈ પ્રકારે આપનાથી બેધ પ્રાપ્ત થાય અને અમને માર્ગની પ્રાપ્તિ થાય તે તેમાં તે જ્ઞાનાવતાર રાજી જ છે. અમે તેમના શિષ્ય થવાની ઇચ્છા રાખી હતી. તથાપિ તેમણે જણાવ્યું હતું કે પ્રગટ માર્ગ કહેવાની હાલ અમને ઈશ્વરાજ્ઞા નથી તેા પછી તમે ગમે તે સત્સંગમાં જોગ્યતા કે અનુભવ પામે તેમાં અમને સંતેાષ જ છે. આપના સંબંધમાં પણ તેમના એવા જ અભિપ્રાય સમજશે કે અમે આપના શિષ્ય તરીકે પ્રવતીએ તેપણુ તેમણે કહ્યું છે કે તમે મારા જ શિષ્ય છે. આપના પ્રત્યે તેમણે પરમાર્થયુક્ત પ્રેમભાવ અમને બતાવ્યા હતા. જો કે તેમને કાઈથી ભિન્નભાવ નથી. તથાપિ આપ પ્રત્યે સ્નેહભાવ કાર્ય પૂર્વના કારણથી બતાવ્યા જણાય છે. મુક્તાત્મા હેાવાથી વાસ્તવિક રીતે તેમને નામ, ઠામ, ગામ કાંઈ જ નથી; તથાપિ વ્યવહારે તેમ છે. છતાં તે અમને અપ્રગટ રાખવા આજ્ઞા કરી છે. આપનાથી તેઓ અપ્રગટપણે વર્તે છે. તથાપિ આપ તેમની પાસે પ્રગટ છે. અર્થાત્ આપને પણ હાલ સુધી પ્રગટ સમાગમ, નામ, ઠામ કંઈ તેમણે પ્રેર્યું નથી. ઈશ્વરેચ્છા હશે તેા આપને થાડા વખતમાં તેમને સમાગમ થશે એમ અમે ધારીએ છીએ.
એ પ્રમાણે પ્રસંગાનુસાર વાતચીત કરવી. કાઈ પણ પ્રકારે નામ, ઠામ, ગામ પ્રગટ ન જ કરવાં. અને ઉપર જણાવી છે તે વાત તમારે હૃદયને વિષે સમજવાની છે. તે પરથી તે પ્રસંગે જે ચેાગ્ય લાગે તે વાત કરવી. તેના ભાવાર્થ ન જવા જોઈએ.
‘જ્ઞાનાવતાર’ સંબંધી તેમને જેમ જેમ ઇચ્છા જાગે તેમ વાતચીત કરવી, તેઓ જ્ઞાનાવતાર’–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org