SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૪ મું ર૪૯ ૧૭૦ મુંબઈ, કારતક સુદ ૧૪, ૧૯૪૭ પરમ પૂજ્ય શ્રી, આજે આપનું પત્ર ૧ ભૂધર આપી ગયા. એ પત્રને ઉત્તર લખતાં પહેલાં કંઈક પ્રેમભક્તિ સમેત લખવા ઈચ્છું છું. આત્મા જ્ઞાન પાપે એ તે નિઃસંશય છે; ગ્રંથિભેદ થયે એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે. અને તે પામવાને હેતુ પણ એ જ છે કે કઈ પણ પ્રકારે અમૃતસાગરનું અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાધ કરે નહીં, અવલેકનસુખનું અ૫ પણ વિસ્મરણ થાય નહીં; ‘તુંહિ તુહિ” વિના બીજી રટણ રહે નહીં; માયિક એક પણ ભયને, મેહને, સંકલ્પને કે વિકલ્પને અંશ રહે નહીં. એ એકવાર જે યથાગ્ય આવી જાય તે પછી ગમે તેમ પ્રવર્તાય, ગમે તેમ બેલાય, ગમે તેમ આહાર-વિહાર કરાય, તથાપિ તેને કોઈ પણ જાતની બાધા નથી. પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી. તેનું કરેલું સર્વ સવળું છે. આવી દશા પામવાથી પરમાર્થ માટે કરેલા પ્રયત્ન સફળ થાય છે. અને એવી દશા થયા વિના પ્રગટ માર્ગ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી એમ મને લાગે છે. માટે દ્રઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામી પછી પ્રગટ માર્ગ કહેવા–પરમાર્થ પ્રકાશ –ત્યાં સુધી નહીં. અને એ દશાને હવે કંઈ ઝાઝો વખત પણ નથી. પંદર અંશે તે પહોંચી જવાયું છે. નિર્વિકલ્પતા તે છે જ, પરંતુ નિવૃત્તિ નથી, નિવૃત્તિ હોય તે બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય. ત્યાર પછી ત્યાગ જોઈએ, અને ત્યાર પછી ત્યાગ કરાવવું જોઈએ. મહાન પુરુષોએ કેવી દશ પામી માર્ગ પ્રકા છે, શું શું કરીને માર્ગ પ્રકા છે, એ વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે અને એ જ પ્રગટ માર્ગ કહેવા દેવાની ઈશ્વરી ઈચ્છાનું લક્ષણ જણાય છે. આટલા માટે હમણું તે કેવળ ગુપ્ત થઈ જવું જ યંગ્ય છે. એક અક્ષરે એ વિષયે વાત કરવા ઈચ્છા થતી નથી. આપની ઈચ્છા જાળવવા કયારેક ક્યારેક પ્રવર્તન છે, અથવા ઘણા પરિચયમાં આવેલા ગપુરુષની ઈચ્છા માટે કંઈક અક્ષર ઉચ્ચાર અથવા લેખ કરાય છે. બાકી સર્વ પ્રકારે ગુપ્તતા કરી છે. અજ્ઞાની થઈને વાસ કરવાની ઈચ્છા બાંધી રાખી છે. તે એવી કે અપૂર્વ કાળે જ્ઞાન પ્રકાશતાં બાધ ન આવે. આટલાં કારણથી દીપચંદજી મહારાજ કે બીજા માટે કંઈ લખતે નથી. ગુણઠાણ ઈત્યાદિકને ઉત્તર લખતે નથી. સૂત્રને અડતો નથી. વ્યવહાર સાચવવા થેડાંએક પુસ્તકનાં પાનાં ફેરવું છું. બાકી બધુંય પથ્થર પર પાણીના ચિત્ર જેવું કરી મૂકયું છે. તન્મય આત્મયોગમાં પ્રવેશે છે. ત્યાં જ ઉલ્લાસ છે, ત્યાં જ યાચના છે, અને વેગ (મન, વચન અને કાયા) બહાર પૂર્વકમ ભેગવે છે. વેદેદયનો નાશ થતાં સુધી ગૃહવાસમાં રહેવું યોગ્ય લાગે છે. પરમેશ્વર ચાહીને વેદોદય રાખે છે. કારણ, પંચમ કાળમાં પરમાર્થની વર્ષાઋતુ થવા દેવાની તેની થોડી જ ઈચ્છા લાગે છે. તીર્થકર જે સમજ્યા અને પામ્યા ....આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઈ જ નથી. આ નિર્ણય ઘણુય વખત થયાં કરી રાખ્યો છે. જોકે તીર્થંકર થવા ઈચ્છા નથી; પરંતુ તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે, એટલી બધી ઉન્મત્તતા આવી ગઈ છે. તેને શમાવવાની શક્તિ પણ આવી ગઈ છે, પણ ચાહીને શમાવવાની ઈચ્છા રાખી નથી. આપને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું. અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ ૧. શ્રી સભાગભાઈ ઉપર આ પત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy