SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૪ મું ૧૬૫ મુંબઈ, કાર્તિક સુદ પ, સેમ, ૧૯૪૭ પરમ પૂજ્ય–કેવલબીજ સંપન્ન, સર્વોત્તમ ઉપકારી શ્રી સૌભાગ્યભાઈ, મેરબી. આપના પ્રતાપે અત્ર આનંદવૃત્તિ છે. પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે. ભગવાન પરિપૂર્ણ સર્વગુણસંપન્ન કહેવાય છે. તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછાં નથી ! વિચિત્ર કરવું એ જ એની લીલા! ત્યાં અધિક શું કહેવું ! સર્વ સમર્થ પુરુષે આપને પ્રાપ્ત થયેલાં જ્ઞાનને જ ગાઈ ગયા છે. એ જ્ઞાનની દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. હું ધારું છું કે કેવળજ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તે નહીં જાય. મેક્ષની આપણને કાંઈ પણને કાંઈ જરૂર નથી. નિઃશંકપણાની, નિર્ભયપણાની, નિમુંઝનપણાના અને નિસ્પૃહપણની જરૂર હતી, તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જાય છે, અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણાસાગર ગુપ્ત રહેલાની કૃપા થશે એમ આશા રહે છે. છતાં વળી એથીયે અલૌકિક દશાની ઈચ્છા રહે છે, ત્યાં વિશેષ શું કહેવું ? અનહદ ધ્વનિમાં મણું નથી. પણ ગાડીઘેડાની ઉપાધિ શ્રવણનું સુખ થોડું આપે છે. નિવૃત્તિ વિના અહીં બીજું બધુંય લાગે છે. જગતને; જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. આપની કૃપા ઈચ્છું છું. વિઆજ્ઞાંતિ રાયચંદના પ્રણામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy