________________
શ્રીમદ્ રાજચંદ્ર ધર્મમર્યાદાને તિરસ્કાર થયા કરે છે. સત્સંગ શું? અને એ જ એક કર્તવ્યરૂપ છે એમ સમજવું કેવળ દુર્ઘટ થઈ પડ્યું છે. સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે. માયાની પ્રવૃત્તિને પ્રસંગ ફરી ફરી જી કર્યા કરે છે. એક વખતે જે વચનેની પ્રાપ્તિ થતાં જીવ બંધનમુક્ત હોય અને તારા સ્વરૂપને પામે, તેવાં વચને ઘણી વખત કહેવાયાનું પણ કોઈ જ ફળ થતું નથી. એવી જીવેમાં અગ્યતા આવી ગઈ છે. નિષ્કપટપણું હાનિને પામ્યું છે. શાસ્ત્રને વિષે સંદેહ ઉત્પન્ન કરે એ એક જ્ઞાન જીવે માન્યું છે. પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપરૂપ તેને લાગતું નથી. પરિગ્રહ પેદા કરનાર એવા સગાસંબંધીમાં એ પ્રેમ કર્યો છે કે તે તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તે જીવ તને પામે. સર્વભૂતને વિષે દયા રાખવી અને સર્વને વિષે તું છો એમ હેવાથી દાસત્વભાવ રાખે એ પરમ ધર્મ સ્મલિત થઈ ગયો છે. સર્વરૂપે તે સમાન જ રહ્યો છે, માટે ભેદભાવને ત્યાગ કર એ મોટા પુરુષોનું અંતરંગ જ્ઞાન આજે ક્યાંય જોવામાં આવતું નથી. અમે કે જે માત્ર તારું નિરંતર દાસત્વ જ અનન્ય પ્રેમ ઈચ્છીએ છીએ, તેને પણ તે કળિયુગને પ્રસંગ સંગ આપ્યા કરે છે.
- હવે હે હરિ, આ જોયું જતું નથી, સાંભળ્યું જતું નથી. તે ન કરાવવું યોગ્ય છે, તેમ છતાં અમારા પ્રત્યે તારી તેવી જ ઈચ્છા હોય તે પ્રેરણા કર એટલે અમે તે કેવળ સુખરૂપ જ માની લઈશું. અમારા પ્રસંગમાં આવેલા જી કઈ પ્રકારે દુભાય નહીં અને અમારા દ્વેષી ન હોય (અમારા કારણથી) એ હું શરણુગત ઉપર અનુગ્રહ થે યોગ્ય હોય તે કર. મને મેટામાં મોટું દુઃખ માત્ર એટલું જ છે કે તારાથી વિમુખ થવાય એવી વૃત્તિઓએ જી પ્રવર્તે છે, તેને પ્રસંગ છે અને વળી કેઈ કારણોને લીધે તેને તારા સન્મુખ થવાનું જણાવતાં છતાં તેનું અનંગીકારપણું થવું એ અમને પરમદુઃખ છે. અને જો તે યોગ્ય હશે તે તે ટાળવાને હે નાથ ! તું સમર્થ છે, સમર્થ છે. મારું સમાધાન ફરી ફરી હે હરિ ! સમાધાન કર.
૧૬૪ અદ્ભુત ! અદ્ભુત ! અદ્ભુત ! પરમ અચિંત્ય એવું હે હરિ, તારું સ્વરૂપ, તેને પામર પ્રાણું એ હું કેમ પાર પામું? હું જે તારે અનંત બ્રહ્માંડમાં એક અંશ તે તને શું જાણે? સર્વસત્તાત્મકજ્ઞાન જેના મધ્યમાં છે એવા હે હરિ, તને ઈચ્છું છું, ઈચ્છું છું. તારી કૃપાને ઈચ્છું છું. તને ફરી ફરી હે હરિ, ઈચ્છું છું. હે શ્રીમાન પુરુષોત્તમ, તું અનુગ્રહ કર ! અનુગ્રહ ! !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org