________________
વર્ષ ૨૩ મું
૨૨૯ વિલંબમાં રહી છે, એમ માન્યતા છે. ફરી ફરી અનુકંપ આવી જાય છે, પણું નિરૂપાયતા આગળ શું કરું? પિતાની કંઈ ન્યૂનતાને પૂર્ણતા કેમ કહું? એ પરથી એવી ઈચ્છા રહ્યા કરે છે કે હમણાં તે જેમ તમે બધા ગ્યતામાં આવી શકે તેવું કંઈ નિવેદન કર્યા રહેવું, જે કંઈ ખુલાસે માગો તે યથામતિ આપો, નહીં તે યોગ્યતા મેળવ્યા રહે; એ ફરી ફરી સૂચવવું. સાથે ખીમજીનું પાત્ર છે તે તેમને આપશે. એ પત્ર તમને પણ લખ્યું છે એમ સમજશો.
૧૪૩ વવાણિયા, બી. ભાદરવા વદ ૧૩, શનિ, ૧૯૪૬ નીચેને અભ્યાસ તે રાખ્યા જ રહો :૧. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય આવવાના કષાયને શમા. ૨. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો.
૩. આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકે. - ૪. તમે પરિપૂર્ણ સુખી છે એમ માને, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરે.
૫. કોઈ એક સપુરુષ છે, અને તેનાં ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો.
એ પાંચે અભ્યાસ અવશ્ય ગ્યતાને આપે છે; પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે. એમ અવશ્ય માને. અધિક શું કહ્યું? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનને કિનારો આવવાને નથી. બાકીનાં ચાર એ પાંચમું મેળવવામાં સહાયક છે. પાંચમા અભ્યાસ સિવાયને, તેની પ્રાપ્તિ સિવાય બીજો કોઈ નિર્વાણમાર્ગ મને સૂઝતું નથી, અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂઝયું હશે – (સૂર્યું છે).
હવે જેમ તમને યોગ્ય લાગે તેમ કરે. એ બધાની તમારી ઈચ્છા છે, તે પણ અધિક ઈરછે; ઉતાવળ ન કરે. જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ; આ અપેક્ષિત કથનનું સ્મરણ કરે.
પ્રારબ્ધથી જીવતા રાયચંદના યથા.
૧૪૪ વવાણિયા, બીજા ભાગવદ ૦)), સોમ, ૧૯૪૬ આપનું પતું મળ્યું. પરમાનંદ કે.
ચૈતન્યને નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઈએ છે. બીજી કંઈ સ્પૃહા રહેતી નથી. રહેતી હોય તે પણ રાખવા ઈચ્છા નથી. એક “Úહિ તેહિ” એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે. અધિક શું કહેવું? લખ્યું લખાય તેમ નથી; કથ્ય કથાય તેમ નથી. જ્ઞાને માત્ર ગમ્ય છે. કાં તે શ્રેણીઓ શ્રેણીએ સમજાય તેવું છે. બાકી તે અવ્યક્તતા જ છે, માટે જે નિઃસ્પૃહ દશાનું જ રટણ છે, તે મળે, આ કલ્પિત ભૂલી ગયે છૂટકે છે. તે ક્યારે આગમન થશે?
વિ૦ આ૦ રાવ
૧૪૫ વવાણિયા, આ સુદ ૨, ગુરુ, ૧૯૪૬ મારે વિચાર એ થાય છે કે............ પાસે હંમેશાં તમારે જવું. બને તે જીભથી, નહીં તે લખીને જણાવી દેશે કે, મારું અંતઃકરણ તમારા પ્રત્યે નિર્વિકલ્પી જ છે, છતાં મારી પ્રકૃતિના દેશે કઈ રીતે પણ આપને દૂભવવાનું કારણ ન થાય એટલા માટે આગમનને પરિચય મેં એ છે રાખે
૧. જુઓ સાથે આંક ૧૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org