________________
રર૮
શ્રીમદ્ રાજચંદ્ર - ટૂંકામાં એમ બે પ્રશ્નોના ઉત્તર લખું છું. લેખન કરતાં વાચાએ અધિક સમજાવવાનું બને છે. તેપણ આશા છે કે આથી સમાધાન થશે; અને તે પાત્રપણાના કેઈ પણ અંશને વધારશે, એકાંતિક દ્રષ્ટિને ઘટાડશે, એમ માન્યતા છે.
અહો ! અનંત ભવના પર્યટનમાં કઈ સત્પરુષના પ્રતાપે આ દશા પામેલા એવા આ દેહધારીને તમે ઈચ્છો છે, તેની પાસેથી ધર્મ ઈચ્છે છે, અને તે તે હજુ કઈ આશ્ચર્યકારક ઉપાધિમાં પડ્યો છે! નિવૃત્ત હેત તે બહુ ઉપયોગી થઈ પડત. વારુ! તમને તેને માટે આટલી બધી શ્રદ્ધા રહે છે તેનું કંઈ મૂળ કારણ હસ્તગત થયું છે? એના પર રાખેલ શ્રદ્ધા, એને કહેલે ધર્મ અનુભવ્ય અનર્થકારક તે નહીં લાગે? અર્થાત્ હજુ તેની પૂર્ણ કટી કરજો; અને એમ કરવામાં તે રાજી છે; તેની સાથે તમને યોગ્યતાનું કારણ છે, અને કદાપિ પૂર્વાપર પણ નિઃશંક શ્રદ્ધા જ રહેશે એમ હોય છે તેમ જ રાખવામાં કલ્યાણ છે એમ સ્પષ્ટ કહી દેવું આજે વાજબી લાગતાં કહી દીધું છે. આજના પત્રની ભાષા ઘણી જ ગ્રામિક વાપરી છે, તથાપિ તેને ઉદ્દેશ એક પરમાર્થ જ છે.
તમારા સમાગમને ઈરછક રાયચંદ (અનામ)ને પ્રણામ.
૧૪૦ મોરબી, બી. ભાદરવા વદ ૮, સેમ, ૧૯૪૬ પ્રશ્નોવાળું પત્ર મળ્યું. પ્રસન્ન થયે. પ્રત્યુત્તર લખીશ. પાત્રતા-પ્રાપ્તિને પ્રયાસ અધિક કરે.
૧૪૧ વવાણિયા, કિ. ભાદ્ર. વદ ૧૨, શુક, ૧૯૪૬ સૌભાગ્યમૂર્તિ સૌભાગ્ય, વ્યાસ ભગવાન વદે છે કે –
'इच्छाद्वेषविहीनेन सर्वत्र समचेतसा ।
भगवद्भक्तियुक्तेन प्राप्ता भागवती गतिः॥ ઈચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમદ્રષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા, અર્થાત્ નિર્વાણ પામ્યા.
આપ જુઓ, એ વચનમાં કેટલે બધા પરમાર્થ તેમણે સમાવ્યો છે? પ્રસંગવશાત્ એ વાકયનું સ્મરણ થવાથી લખ્યું. નિરંતર સાથે રહેવા દેવામાં ભગવતને શું ખેટ જતી હશે?
આજ્ઞાંકિત ૧૪૨ વવાણિયા, બી. ભા. વદ ૧૩, શનિ, ૧૯૪૬
આત્માનું વિસ્મરણ કેમ થયું હશે? ધર્મજિજ્ઞાસુ ભાઈ ત્રિભુવન,
મુંબઈ. તમે અને બીજા જે જે ભાઈઓ મારી પાસેથી કંઈ આત્મલાભ ઈચ્છે છે, તે તે લાભ પામે એ મારી અંત:કરણથી ઈચ્છા જ છે. તથાપિ તે લાભ આપવાની જે યથાયોગ્ય પાત્રતા તેમાં મને હજુ કંઈક આવરણ છે, અને તે લાભ લેવા ઈચ્છનારની પણ કેટલીક રીતે મેગ્યતાની મને ન્યૂનતા લાગ્યા કરે છે. એટલે એ બન્ને યોગ જ્યાં સુધી પરિપક્વતાને નહીં પામે ત્યાં સુધી ઈચ્છિત સિદ્ધિ
૧. શ્રીમદ્ ભાગવત, સ્કંધ ૩, અધ્યાય ૨૪, શ્લોક ૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org