SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ર૩ મું ૨૧૯ ૧૨૧ મુંબઈ, અષાડ, ૧૯૪૬ પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું, વૈરાગ્ય કે ચિત્તની સ્વસ્થતા થતી હોય તેવું ગમે તે પુસ્તક વાંચવું. તેમાં મેગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાને વિશેષ પરિચય રાખે. ધર્મકથા લખવા વિષે જણાવ્યું તે તે ધાર્મિક કથા મુખ્ય કરીને તે સત્સંગને વિષે જ રહી છે. દુષમકાળપણે વર્તતા આ કાળને વિષે સત્સંગનું માહાસ્ય પણ જીવના ખ્યાલમાં આવતું નથી. કલ્યાણના માર્ગનાં સાધન કયાં હોય તે ઘણું ઘણું ક્રિયાદિ કરનાર એવા જીવને પણ ખબર હોય એમ જણાતું નથી. ત્યાગવા ગ્ય એવાં સ્વછંદાદિ કારણે તેને વિષે તે જીવ રુચિપૂર્વક પ્રવર્તી રહ્યા છે. જેનું આરાધન કરવું ઘટે છે એવા આત્મસ્વરૂપ સત્પરુષે વિષે કાં તે વિમુખપણું અને કાં તે અવિશ્વાસપણું વર્તે છે, અને તેવા અસત્સંગીઓના સહવાસમાં કોઈ કોઈ મુમુક્ષુઓને પણ રહ્યા કરવું પડે છે. તે દુઃખીમાંના તમે અને મુનિ આદિ પણ કઈ કઈ અંશે ગણવા ગ્ય છે અસત્સંગ અને સ્વેચ્છાએ વર્તન ન થાય અથવા તેને જેમ ન અનુસરાય તેમ પ્રવર્તનથી અંતવૃત્તિ રાખવાને વિચાર રાખ્યા જ કરે એ સુગમ સાધન છે. મુંબઈ, અષાડ, ૧૯૪૬ પૂર્તિત કર્મને ઉદય બહુ વિચિત્ર છે. હવે જાગ્યા ત્યાંથી પ્રભાત. તીવરસે કરી, મંદરસે કરી કર્મનું બંધન થાય છે. તેમાં મુખ્ય હેતુ રાગદ્વેષ છે. તેથી પરિણામે વધારે પસ્તાવું થાય છે. શુદ્ધગમાં રહેલા આત્મા અણરંભી છે. અશુદ્ધ યુગમાં રહેલ આત્મા આરંભી છે. એ વાક્ય વરની ભગવતીનું છે. મનન કરશે. અરસપરસ તેમ થવાથી, ધર્મને વિસર્જન થયેલ આત્માને સ્મૃતિમાં વેગપદ સાંભરે. બહુલ કર્મને વેગે પંચમ કાળમાં ઉત્પન્ન થયા, પણ કાંઈક શુભના ઉદયથી જે વેગ મળ્યો છે તે ઘણુ જ થોડા આત્માને મર્મબોધ મળે છે, અને તે સુચવું બહુ દુર્ઘટ છે. તે સપુરુષની કૃપાદ્રષ્ટિમાં રહ્યું છે. અપકર્મના યુગ હશે તે બનશે. નિઃસંશય જે પુરુષની જોગવાઈ મળી તે પુરુષને શુભેદય થાય તે નક્કી બને; પછી ન બને તે બહુલ કર્મને દોષ ! ૧૨૨ ૧૨૩ મુંબઈ, અષાડ, ૧૯૪૬ ધર્મધ્યાન લક્ષ્યાર્થથી થાય એ જ આત્મહિતને રસ્તો છે. ચિત્તના સંકલ્પવિકલ્પથી રહિત થવું એ મહાવીરને માર્ગ છે. અલિપ્તભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે. ૧૨૪ વવાણિયા બંદર, ૧૯૪૬ जणं. जणं दिसं इच्छइ तणं तणं दिसं अप्पडिबद्धे. જે જે દિશા ભણી જવું છે તે તે દિશા જેને અપ્રતિબદ્ધ અર્થાત્ ખુલ્લી છે. (રેકી શકતી નથી.) આવી દશાને અભ્યાસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી યથાર્થ ત્યાગની ઉત્પત્તિ થવી કેમ સંભવે ? પગલિક રચનાએ આત્માને ખંભિત કરવે ઉચિત નથી. વિ. રાયચંદના યથાયોગ્ય Jain Education International Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy