________________
૨૦૬
જ્ઞાનના ઉદ્ધાર :
શ્રુત જ્ઞાનના ઉત્ક્રય કરવા જોઇએ.
યેગ સંબંધી ગ્રંથે.
ત્યાગ સંબંધી ગ્રંથે. પ્રક્રિયા સંબંધી ગ્રંથા. અધ્યાત્મ સંબંધી ગ્રંથે. ધર્મ સંબંધી ગ્રંથા.
ઉપદેશગ્રંથે. આખ્યાનગ્રંથો. દ્રવ્યાનુયાગી ગ્રંથા.
મુનિ.
ગૃહસ્થ.
તેના ક્રમ અને ઉત્ક્રય કરવા જોઈએ.
નિગ્રંથ ધર્મ.
આચાર્ય.
ઉપાધ્યાય.
મતમતાંતર.
તેનું સ્વરૂપ. તેને સમજાવવા.
શ્રીમદ્ રાજચંદ્ર
(ઇત્યાદિક વહેંચવા જોઇએ. )
ગચ્છ.
પ્રવચન.
દ્રવ્યલિંગી.
Jain Education International
અન્ય દર્શન સંબંધ. (આ સઘળું યાજાવું જોઇએ.) માર્ગની શૈલી.
જીવનનું ગાળવું. ઉદ્યોત.
( એ વિચારણા. )
૯૧
મુંબઈ, કારતક, ૧૯૪૬
તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હેા, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અનંત સંસાર નથી, સેાળ ભવ નથી, અત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ માહિની નથી, સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન; સમ્યક્ જ્યેાતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદર્શિતાની બલિહારી છે !
જ્યાં મતભેદ નથી; જ્યાં શંકા, કંખા, વિતિગિચ્છા, મૂઢતૃષ્ટિ એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી. છે તે.
૯૨
મુંબઈ, કારતક, ૧૯૪૬
સર્વ દર્શનથી ઊઁચ ગતિ છે. પરંતુ મેાક્ષના માર્ગ જ્ઞાનીઓએ તે અક્ષરમાં સ્પષ્ટ દર્શાવ્યો નથી, ગૌણતાએ રાખ્યા છે. તે ગૌણતાનું સર્વોત્તમ તત્ત્વ આ જણાય છે :—
નિશ્ચય, નિગ્રંથ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ, તેની આજ્ઞાનું આરાધવું, સમીપમાં સંદેવકાળ રહેવું, કાં સત્સંગની પ્રાપ્તિમાં રહેવું, આત્મદર્શિતા ત્યારે પ્રાપ્ત થશે.
For Private & Personal Use Only
www.jainelibrary.org