SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ શ્રીમદ્ રાજચંદ્ર મિક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેતી નહીં. એવી નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભરે છે. - સાત વર્ષથી અગિયાર વર્ષ સુધીને કાળ કેળવણી લેવામાં હતું. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભેગવે છે, તેટલી ખ્યાતિ ભેગવવાથી તે કંઈક અપરાધી થઈ છે, પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલેકન કરવું પડતું હતું છતાં ખ્યાતિને હેતુ નહોતે, એટલે ઉપાધિ બહુ ઓછી હતી. સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ જ થેડા મનુષ્યમાં આ કાળે, આ ક્ષેત્રે હશે. અભ્યાસમાં પ્રમાદી બહુ હતું. વાતડાહ્યો, રમતિયાળ અને આનંદી હતો. પાઠ માત્ર શિક્ષક વંચાવે તે જ વેળા વાંચી તેનો ભાવાર્થ કહી જતે. એ ભણીની નિશ્ચિતતા હતી. તે વેળા પ્રીતિ – સરળ વાત્સલ્યતા – મારામાં બહુ હતી; સર્વથી એકત્વ ઈચ્છતે; સર્વમાં ભ્રાતૃભાવ હોય તે જ સુખ, એ મને સ્વાભાવિક આવડ્યું હતું. જેમાં કોઈ પણ પ્રકારથી જુદાઈના અંકુર જતો કે મારું અંતઃકરણ રડી પડતું. તે વેળા કપિત વાત કરવાની મને બહુ ટેવ હતી. આઠમા વર્ષમાં મેં કવિતા કરી હતી, જે પાછળથી તપાસતાં સમાપ હતી. અભ્યાસ એટલી ત્વરાથી કરી શકયો હતે કે જે માણસે મને પ્રથમ પુસ્તકને બેધ દે શરૂ કર્યો હતે, તેને જ ગુજરાતી કેળવણી ઠીક પામીને તે જ પડીને પાછા મેં બધ કર્યો હતો. ત્યારે કેટલાક કાવ્યગ્રંથે મેં વાંચ્યા હતા. તેમ જ અનેક પ્રકારના બોધગ્રંથે – નાના – આડાઅવળા મેં જોયા હતા, જે પ્રાયે હજુ સ્મૃતિમાં રહ્યા છે. ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે ભકિપણું જ સેવાયું હતું. માણસ જાતને બહુ વિશ્વાસુ હતે સ્વાભાવિક રુરિચના પર મને બહુ પ્રીતિ હતી. મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમની પાસે તે વયમાં કૃષ્ણકીર્તનનાં પદે મેં સાંભળ્યાં હતાં, તેમ જ જુદા જુદા અવતાર સંબંધી ચમત્કારે સાંભળ્યા હતા, જેથી મને ભક્તિની સાથે તે અવતારમાં પ્રીતિ થઈ હતી, અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી; નિત્ય કૃષ્ણના દર્શન કરવા જતે; વખતેવખત કથાઓ સાંભળતે વારંવાર અવતારે સંબંધી ચમત્કારમાં હું મેહ પામતે અને તેને પરમાત્મા માનતે, જેથી તેનું રહેવાનું સ્થળ જેવાની પરમ જિજ્ઞાસા હતી. તેના સંપ્રદાયના મહંત હાઈએ, સ્થળે સ્થળે ચમત્કારથી હરિકથા કરતા હોઈએ અને ત્યાગી હોઈએ તે કેટલી મજા પડે? એ જ વિકલ્પના થયા કરતી; તેમ જ કેઈ વૈભવી ભૂમિકા તે કે સમર્થ વૈભવી થવાની ઈરછા થતી; “પ્રવીણસાગર” નામનો ગ્રંથ તેવામાં મેં વાંચ્યું હતું તે વધારે સમજ્યા નહેાતે; છતાં સ્ત્રી સંબંધી નાના પ્રકારનાં સુખમાં લીન હોઈએ અને નિરુપાધિપણે કથાકથન શ્રવણ કરતા હોઈએ તે કેવી આનંદદાયક દશા, એ મારી તૃષ્ણ હતી. ગુજરાતી ભાષા વાચનમાળામાં જગતકર્તા સંબંધી કેટલેક સ્થળે બેધ કર્યો છે તે મને દ્રઢ થઈ ગયું હતું, જેથી જેના લેકે ભણી મારી બહુ જુગુપ્સા હતી; બનાવ્યા વગર કોઈ પદાર્થ બને નહીં માટે જૈન લેકે મૂર્ખ છે, તેને ખબર નથી. તેમ જ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લેકની ક્રિયા મારા જેવામાં આવતી હતી, જેથી તે ક્રિયાઓ મલિન લાગવાથી હું તેથી બીતે હતે, એટલે કે તે મને પ્રિય નહતી. જન્મભૂમિકામાં જેટલા વાણિયાઓ રહે છે, તે બધાની કુળશ્રદ્ધા ભિન્ન ભિન્ન છતાં કંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી, એથી મને તે લેકેને જ પાનારે હતે. પહેલેથી સમર્થ શક્તિવાળો અને ગામને નામાંકિત વિદ્યાથી લોકો મને ગણતા, તેથી મારી પ્રશંસાને લીધે ચાહીને તેવા મંડળમાં બેસી મારી ચપળશક્તિ દર્શાવવા હું પ્રયત્ન કરતા. કંઠીને માટે વારંવાર તેઓ મારી હાસ્યપૂર્વક ટીકા કરતા; છતાં હું તેઓથી વાદ કરતા અને સમજણ પાડવા પ્રયત્ન કરતે. પણ હળવે હળવે મને તેમનાં પ્રતિક્રમણસૂત્ર ઇત્યાદિક પુસ્તક વાંચવા મળ્યાં, તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગતજીવથી મિત્રતા ઈચ્છી છે તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ અને પેલામાં પણ રહી. હળવે હળવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy