________________
વર્ષ ર૩ મું
૨૦૩ (૨) . પ્રકાશવરૂપ ધામ. તેમાં અનંત અપ્રકાશ ભાસ્યમાન અંતઃકરણ. તેથી શું થાય ?
જ્યાં જ્યાં તે તે અંતઃકરણે વ્યાપે ત્યાં ત્યાં માયા ભાસ્યમાન થાય, આત્મા અસંગ છતાં સંગવાન જણાય, અક્ત છતાં કર્તા જણાય, એ આદિ વિપરીતતા થાય.
તેથી શું થાય ? આત્માને બંધની કલપના થાય તેનું શું કરવું? અંતઃકરણને સંબંધ જવા માટે તેનાથી પિતાનું જુદાપણું સમજવું. જુદાપણું સમયે શું થાય ? આત્મા સ્વસ્વરૂપ અવસ્થાન વર્તે. એકદેશ નિરાવરણ થાય કે સર્વદેશ નિરાવરણ થાય ?
મુંબઈ, કારતક સુદ ૧૫, ૧૯૪૬
સમુચ્ચયવયચર્યા સંવત ૧૯૨૪ ના કાર્તિક સુદિ ૧૫, રવિએ મારે જન્મ હોવાથી આજે મને સામાન્ય ગણતરીથી બાવીસ વર્ષ પૂરાં થયાં. બાવીસ વર્ષની અ૫ વયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં અને ધન સંબંધમાં દીઠા છે. નાના પ્રકારની સૃષ્ટિરચના, નાના પ્રકારનાં સંસારી જાં, અનંતદુઃખનું મૂળ, એ બધાને અનેક પ્રકારે મને અનુભવ થયે છે. સમર્થ તત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકેએ જે જે વિચાર કર્યા છે તે જાતિના અનેક વિચારે તે અલ્પવયમાં મેં કરેલા છે. મહાન ચક્રવર્તીએ કરેલા તૃષ્ણના વિચાર અને એક નિઃસ્પૃહી મહાત્માએ કરેલા નિઃસ્પૃહાના વિચાર મેં કર્યા છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે.
મહતું વિચાર કરી નાખ્યા છે. મહતું વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. એ સઘળું બહ ગંભીરભાવથી આજે હું દ્રષ્ટિ દઈ જોઉં છું તે પ્રથમની મારી ઊગતી વિચારશ્રેણિ, આત્મદશા અને આજને આકાશપાતાળનું અંતર છે; તેને છેડે અને આને છેડે કેઈ કાળે જાણે મો મળે તેમ નથી. પણ શોચ કરશે કે એટલી બધી વિચિત્રતાનું કેઈ સ્થળે લેખન-ચિત્રણ કર્યું છે કે કંઈ નહીં? તે ત્યાં એટલું જ કહી શકીશ કે લેખન-ચિત્રણ સઘળું મૃતિના ચિત્રપટમાં છે. બાકી પત્ર-લેખિનીને સમાગમ કરી જગતમાં દર્શાવવાનું પ્રયત્ન કર્યું નથી. યદિ હું એમ સમજી શકું
તે વયચર્યા જનસમૂહને બહ ઉપગી, પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય, અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે, પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચોખ્ખી ના કહી હતી, એટલે નિરૂપાયતાથી ક્ષમા ઈચ્છી લઉં છું. પરિણામિક વિચારથી તે સ્મૃતિની ઈચ્છાને દબાવી તે જ સ્મૃતિને સમજાવી, તે વયચર્યા ધીરે ધીરે બનશે તે, અવશ્ય ધવળ-પત્ર પર મૂકીશ; તેપણ સમુચ્ચયવયચર્યા સંભારી જઉં છું –
સાત વર્ષ સુધી એકાંત બાળવયની રમતગમત સેવી હતી. એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના – કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર--મારા આત્મામાં થયા કરતી હતી. રમતગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવાપીવાની, સૂવા બેસવાની, બધી વિદેહી દશા હતી; છતાં હાડ ગરીબ હતું. એ દશા હજુ બહુ સાંભરે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હોત તે મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org