________________
શ્રીમદ્ રાજચંદ્ર શુદ્ધ ઉપગની જે પ્રાપ્તિ થઈ તે પછી તે સમયે સમયે પૂર્વોપાર્જિત મેહનીયને ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવગમ્ય પ્રવચન છે A પણ પૂર્વોપાર્જિત હજુ સુધી મને પ્રવર્તે છે, ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય? એ વિચારતાં મને નીચે પ્રમાણે સમાધાન થયું -
સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું. એક સત્સંગી તેને ગણવી. તેનાથી ધર્મબહેનને સંબંધ રાખે. અંતઃકરણથી કોઈ પણ પ્રકારે મા બહેન અને તેમાં અંતર ન રાખવે. તેના શારીરિક ભાગને કોઈ પણ રીતે મેહકર્મને વશે ઉપભોગ લેવાય છે. ત્યાં વેગની જ સ્મૃતિ રાખી, “આ છે તે હું કેવું સુખ અનુભવું છું?” એ ભૂલી જવું. (તાત્પર્ય–તે માનવું અસત્ છે.) મિત્રે મિત્રની જેમ સાધારણ ચીજને પરસ્પર ઉપગ લઈએ છીએ તેમ તે વસ્તુ લેવા (વિ.) ને સ
સખેદ ઉપભેગ લઈ પૂર્વબંધનથી છૂટી જવું. તેનાથી જેમ બને તેમ નિર્વિકારી વાત કરવી. વિકારછાને કાયાએ અનુભવ કરતાં પણ ઉપયોગ નિશાન પર જ રાખે.
તેનાથી કંઈ સંતાનોત્પત્તિ થાય તે તે એક સાધારણ વસ્તુ છે, એમ સમજી મમત્વ ન કરવું. પણ એમ ચિંતવવું કે જે દ્વારથી લઘુશંકાનું વહેવું છે તે દ્વારથી ઉત્પન્ન થયેલ પદાર્થ (આ) પાછો તેમાં કાં ભૂલી જાય છે–મહા અંધારી કેદથી કંટાળી આવ્યા છતાં પાછો ત્યાં જ મિત્રતા કરવા જાય છે. એ શી વિચિત્રતા છે! ઈચ્છવું એમ કે બન્નેના તે સંગથી કંઈ હર્ષશોક કે બાળબચ્ચાંરૂપ ફળની ઉત્પત્તિ ન થાઓ. એ ચિત્ર મને સંભારવા ન દે. નહીં તે એક માત્ર સુંદર ચહેરે અને સુંદર વર્ણ (જડ પદાર્થને) તે આત્માને કેટલું બંધન કરી સંપત્તિહીન કરે છે, તે આત્મા કઈ પણ પ્રકારે વિસારીશ નહીં.
સ્ત્રી સંબંધમાં કોઈ પણ પ્રકારે રાગદ્વેષ રાખવા મારી અંશમાત્ર ઈચ્છા નથી. પણ પૂર્વોપાર્જનથી ઈચ્છાના પ્રવર્તનમાં અટક્યો છું.
વિ. સં. ૧૯૪૫
જગતમાં ભિન્ન ભિન્ન મત અને દર્શન દેવામાં આવે છે તે દ્રષ્ટિભેદ છે.
ભિન્ન ભિન્ન મત દેખએ, ભેદ દ્રષ્ટિને એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માને તેહ. ૧ તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. ૨ પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરએ જ્ઞાન વિચાર; અનુભવ ગુરુને સેવીએ, બુધજનને નિર્ધાર. ૩ ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મહ; તે જેનામાંથી ગયા, તે અનુભવ ગુરુ જોય. ૪ બાહ્ય તેમ અત્યંતર, ગ્રંથ ગ્રંથિ નહિ હોય; પરમ પુરુષ તેને કહો, સરળ દૃષ્ટિથી જોય. ૫ બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અત્યંતર મિથ્યાત્વ; સ્વભાવથી પ્રતિકૂળતા,–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org