________________
વર્ષ ૨૨ મું
૧૯૫ સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માને ઉપગ છે શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણ છે. બાકી તે કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારો કેઈ કાળે છૂટકે થનાર નથી; આ અનુભવપ્રવચન પ્રમાણિક ગણ.
એક પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય ક્ષે જઈશ.
વિ૦ રાયચંદના પ્રણામ. ৩৩
વિ. સં. ૧૯૪૫ સુખકી સહેલી હે, અકેલી ઉદાસીનતા"
અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. લઘુ વયથી અદ્ભુત થયે, તત્વજ્ઞાનને બેધ;
એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ? ૧ જે સંસ્કાર થવ ઘટે, અતિ અભ્યાસે કાંય,
વિને પરિશ્રમ તે થે, ભવશંકા શી ત્યાંય? ૨ જેમ જેમ મતિ અલ્પતા, અને મેહ ઉદ્યોત;
તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતર ત. ૩ કરી કલ્પના દૃઢ કરે, નાના નાસ્તિ વિચાર;
પણ અસ્તિ તે સૂચવે, એ જ ખરો નિર્ધાર. ૪ આ ભવ વણ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. ૫
[ અંગત ]
વિ. સં. ૧૯૪૫ સ્ત્રીના સંબંધમાં મારા વિચાર
(૧). અતિ અતિ સ્વસ્થ વિચારણથી એમ સિદ્ધ થયું કે શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે.
સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દ્રષ્ટિથી કલ્પાયું છે, પણ તે તેમ નથી જ. સ્ત્રીથી જે સંગસુખ ભેગવવાનું ચિહ્ન તે વિવેકથી દ્રષ્ટિગોચર કરતાં વમન કરવાને ગ્ય ભૂમિકાને પણ એગ્ય રહેતું નથી. જે જે પદાર્થો પર જુગુપ્સા રહી છે, તે તે પદાર્થો તે તેના શરીરમાં રહ્યા છે અને તેની તે જન્મભૂમિકા છે. વળી એ સુખ ક્ષણિક, ખેદ અને ખસના દરદરૂપ જ છે. તે વેળાને દેખાવ હદયમાં ચીતરાઈ રહી હસાવે છે, કે શી આ ભુલવણ? ટૂંકામાં કહેવાનું કે તેમાં કંઈ પણ સુખ નથી, અને સુખ હોય તે તેને અપરિચ્છેદરૂપે વર્ણવી જુઓ, એટલે માત્ર મેહદશાને લીધે તેમ માન્યતા થઈ છે, એમ જ જણાશે. અહીં હું સ્ત્રીના અવયવાદિ ભાગને વિવેક કરવા બેઠો નથી, પણ ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક થયે છે, તેનું સહજ સૂચવન કર્યું. સ્ત્રીમાં દોષ નથી; પણ આત્મામાં દોષ છે; અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્દભુત આનંદમય જ છે, માટે એ દેષથી રહિત થવું, એ જ પરમ જિજ્ઞાસા છે,
૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org