________________
૧૪
શ્રીમદ્ રાજચંદ્ર નાનાપ્રકારના વિચારે ગમે તે રૂપે અનુક્રમવિહીન આપની સમીપ મૂકે, તે તેને મેગ્યતાપૂર્વક આત્મગત કરતાં દેષને માટે–ભવિષ્યને માટે પણ—ક્ષમ ભાવ જ આપશે.
આ વેળા લઘુત્વભાવે એક પ્રશ્ન કરવાની આજ્ઞા લઉં છું. આપને લક્ષગત હશે કે, પ્રત્યેક પદાર્થની પ્રજ્ઞાપનીયતા ચાર પ્રકારે છેઃ દ્રવ્ય (તેને વસ્તુસ્વભાવ) થી, ક્ષેત્ર (કંઈ પણ તેનું વ્યાપવું– ઉપચારે કે અનુપચારે) થી, કાળથી અને ભાવ (તેના ગુણદિક ભાવ) થી. હવે આપણે આત્માની વ્યાખ્યા પણ એ વિના ન કરી શકીએ તેમ છે. આપ જે એ પ્રજ્ઞાપનીયતાએ આત્મા અવકાશાનુકૂળ દર્શાવે, તે સંતોષનું કારણ થાય. આમાંથી એક અદ્ભુત વ્યાખ્યા નીકળી શકે તેમ છે, પણ આપના વિચારે આગળથી કંઈ સહાયક થઈ શકશે એમ ગણી આ પ્રયાચન કર્યું છે. ધર્મોપજીવન પ્રાપ્ત કરવામાં આપની સહાયતાની પ્રાયે અવશ્ય પડે તેવું છે, પણ સામાન્ય વૃત્તિભાવ માટે આપના વિચાર માગી પછી તે વાતને જન્મ આપે, તેમ રહ્યું છે. શાસ્ત્ર એ પક્ષ માર્ગ છે; અને ૦ ૦ ૦ પ્રત્યક્ષ માર્ગ છે. આ વેળા એ શબ્દો મૂકી આ પત્ર વિનયભાવે પૂર્ણ કરું છું. આ ભૂમિકા તે શ્રેષ્ઠ ગભૂમિકા છે. અહીં એક સન્મુનિ ઈને મને પ્રસંગ રહે છે.
વિ૦ આ૦ રાયચંદ રવજીભાઈના પ્રવ
ભરૂચ, શ્રાવણ સુદ ૧૦, ૧૯૪૫ બાહ્યભાવે જગતમાં વત અને અંતરંગમાં એકાંત શીતલીભૂત–નિર્લેપ રહો એ જ માન્યતા અને બોધના છે.
૭૩. મુંબઈ, શ્રાવણ વદ ૭, શનિ, ૧૯૪૫ તમારી આરોગ્યતાના ખબર હમણાં પ્રાપ્ત થયા નથી. તે જરૂર કરી લખશે, અને શરીરની સ્થિતિ માટે જેમ બને તેમ અશકરૂપે પ્રવર્તશે.
૭૪ વવાણિયા, ભાદરવા સુદ ૨, ૧૯૪૫ સુજ્ઞ ચિ૦,
સંવત્સરી સંબંધી થયેલા મારા દોષની શુદ્ધ બુદ્ધિથી ક્ષમા યાચું છું. તમારા સમગ્ર કુટુંબને અવિનાદિકને માટે ક્ષમાવું છું.
પરતંત્રતા માટે ખેદ છે. પરંતુ હમણાં તે નિરૂપાયતા છે. પત્રને ઉત્તર લખવામાં ચીવટ રાખશે. મહાસતીજીને અભિવંદન કરશેજી.
રાજ્ય ના ય૦ આ૦
૭૫ મુંબઈ, ભાદરવા વદ ૪, શુક, ૧૯૪૫ મારા પર શુદ્ધ રાગ સમભાવથી રાખે. વિશેષતા ન કરો. ધર્મધ્યાન અને વ્યવહાર બને સાચવે. લેભી ગુરુ, એ ગુરુ-શિષ્ય બન્નેને અગતિનું કારણ છે. હું એક સંસારી છું. મને અલ્પ જ્ઞાન છે. શુદ્ધ ગુરુની તમને જરૂર છે.
૭૬ મેહમયી, આસો વદિ ૧૦, શનિ, ૧૯૪૫ બીજું કાંઈ શોધ મા. માત્ર એક પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વલ્યો જા. પછી જે મેક્ષ ન મળે તે મારી પાસેથી લેજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org