________________
વર્ષ ૨૨ મું
- ૧૯૩ બુદ્ધભગવાનનું ચરિત્ર મનન કરવા જેવું છે, એ જાણે નિષ્પક્ષપાતી કથન છે. કેટલાંક આધ્યાત્મિક તત્ત્વ ભરેલાં વચનામૃતે હવે લખી શકીશ.
ધર્મોપજીવનઈચ્છક
રાયચંદના વિનયયુક્ત પ્રણામ.
દ૯ વવાણિયા, અષાડ વદ ૧૨, બુધ, ૧૯૪૫ મહાસતીજી મેક્ષમાળા' શ્રવણ કરે છે, તે બહ સુખ અને લાભદાયક છે. તેને મારી વતી વિનંતિ કરશે કે એ પુસ્તકને યથાર્થ શ્રવણ કરે, મનન કરે. જિનેશ્વરના સુંદર માર્ગથી એમાં એકકે વચન વિશેષ નાખવા પ્રયત્ન કર્યું નથી. જેમ અનુભવમાં આવ્યું અને કાળભેદ જે તેમ મધ્યસ્થતાથી એ પુસ્તક લખ્યું છે. હું ધારું છું કે મહાસતીજી એ પુસ્તકને એકાગ્રભાવે શ્રવણ કરી આત્મશ્રેયમાં વૃદ્ધિ કરશે.
ભરૂચ, શ્રાવણ સુદ ૧, રવિ, ૧૯૪૫ તમારા આત્મબંધ માટે થઈને પ્રસન્નતા થાય છે. અહીં આત્મચર્ચા શ્રેષ્ઠ ચાલે છે. સત્સંગની બળવત્તરતા છે.
વિરાયચંદના પ્ર.
- ૭૧ ભરૂચ, શ્રાવણ સુદ ૩, બુધ, ૧૯૪૫ બજાણ નામના ગ્રામથી મારું લખેલું એક વિનયપત્ર આપને પ્રાપ્ત થયું હશે.
હું મારી નિવાસભૂમિકાથી આશરે બે માસ થયાં સત્યાગ, સત્સંગની પ્રવર્ધનાર્થે પ્રવાસરૂપે કેટલાંક સ્થળમાં વિહાર કરું છું. પ્રાયે કરીને એક સપ્તાહમાં મારું ત્યાં આપના દર્શન અને સમાગમની પ્રાપ્તિ કરી શકે એમ આગમન થવા સંભવ છે. . સર્વ શાસ્ત્રના બોધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યોગનું અને ભક્તિનું પ્રયજન સ્વસ્વરૂપપ્રાપ્તિને અર્થે છે, અને એ સમ્યકશ્રેણિએ આત્મગત થાય, તે તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે, પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા સર્વસંગપરિત્યાગની અવશ્ય છે. નિર્જનાવસ્થા–ગભૂમિકામાં વાસ–સહજ સમાધિની પ્રાપ્તિ નથી, તે સર્વસંગપરિત્યાગમાં નિયમા વાસિત છે. દેશ (ભાગ) સંગપરિત્યાગમાં ભજના સંભવે છે. જ્યાં સુધી ગૃહવાસ પૂર્વકર્મને બળથી ભેગવ રહ્યો છે, ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત–ઉદાસીન ભાવે સેવવા યોગ્ય છે. બાહ્ય ભાવે ગૃહસ્થ શ્રેણિ છતાં અંતરંગ નિગ્રંથશ્રેણિ જોઈએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વ સિદ્ધિ છે.
મારી આત્માભિલાષા તે શ્રેણિમાં ઘણા માસ થયાં વર્તે છે. ધર્મોપજીવનની પૂર્ણ અભિલાષા કેટલીક વ્યવહારોપાધિને લીધે પાર પાડી શકતી નથી; પણ પ્રત્યક્ષે સત્પદની સિદ્ધિ આત્માને થાય છે; આ વાર્તા તે સમ્મત જ છે અને ત્યાં કંઈ વય–વેષની વિશેષ અપેક્ષા નથી. નિગ્રંથના ઉપદેશને અચલાવે અને વિશેષ સમ્મત કરતાં અન્ય દર્શનના ઉપદેશમાં મધ્યસ્થતા પ્રિય છે.
ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય, તે ત્યાં પછી મતાંતરની કંઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરી છે, અને જેટલા આત્મા તર્યા, વર્તમાને તરે છે, ભવિષ્ય તરશે તે સર્વ એ એક જ ભાવને પામીને. આપણે એ સર્વ ભાવે પામીએ એ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે.
કેટલાક જ્ઞાનવિચારે લખતાં ઔદાસીન્ય ભાવની વૃદ્ધિ થઈ જવાથી ધારેલું લખી શકાતું નથી, અને તેમ આપ જેવાને નથી દર્શાવી શકાતું. એ કાંઈ નું કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org