________________
૨૯
શ્રીમદ્ રાજચંદ્ર પ્રશસ્ત અનુરક્તતા થવાથી કઈ કઈ વેળા આધ્યાત્મિક શૈલી સંબંધી પ્રશ્ન આપની સમીપ મૂકવાની આજ્ઞા લેવાને આપને પરિશ્રમ આપું છું. મેંગ્ય લાગે તે આપ અનુકૂળ થશે.
હું અર્થ કે વયસંબંધમાં વૃદ્ધ સ્થિતિવાળો નથી; તે પણ કંઈક જ્ઞાનવૃદ્ધતા આણવા માટે આપના જેવા સત્સંગને, તેમના વિચારને અને સત્પરુષની ચરણરજને સેવવાને અભિલાષી છું. મારું આ બાલવય એ અભિલાષામાં વિશેષ ભાગે ગયું છે, તેથી કંઈ પણ સમજાયું હોય, તે (તે) બે શબ્દો સમયાનુસાર આપ જેવાની સમીપ મૂકી આત્મહિત વિશેષ કરી શકું એ પ્રયાચના આ પત્રથી છે.
આ કાળમાં પુનર્જન્મને નિશ્ચય આત્મા શા વડે, કેવા પ્રકારે અને કઈ શ્રેણિમાં કરી શકે, એ સંબંધી કંઈ મારાથી સમજાયું છે તે જો આપની આજ્ઞા હોય તે આપની સમીપ મૂકીશ.
વિ. આપના માધ્યસ્થ વિચારેના અભિલાષી રાયચંદ રવજીભાઈના પંચાંગી પ્રશસ્ત ભાવે પ્રણામ.
- ૬૨ વવાણિયા, વૈશાખ સુદ ૧૨, ૧૯૪૫
સત્યુને નમસ્કાર પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છેપણ તે ધ્યાન આત્મા સત્પરુષના ચરણકમળની વિપાસના વિના પ્રાપ્ત કરી શકતા નથી, એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે.
તમને મેં ચાર ભાવના માટે આગળ કંઈક સૂચવન કર્યું હતું, તે સૂચવન અહીં વિશેષતાથી
કંઈક લખું છું
a આત્માને અનંત ભ્રમણથી સ્વરૂપમય પવિત્ર શ્રેણિમાં આણુ એ કેવું નિરુપમ સુખ છે તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી અને મને વિચાર્યું વિચારતું નથી.
આ કાળમાં શુક્લધ્યાનની મુખ્યતાને અનુભવ ભારતમાં અસંભવિત છે. તે ધ્યાનની પક્ષ કથારૂપ અમૃતતાને રસ કેટલાક પુરુષે પ્રાપ્ત કરી શકે છે, પણ મેક્ષના માર્ગની અનુકૂળતા ઘેરી વાટે પ્રથમ ધર્મધ્યાનથી છે.
આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ કેટલાક સપુરુષોને સ્વભાવે, કેટલાકને સદ્ગુરુરૂપ નિરુપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગ એદિ લઈ અનેક સાધનથી થઈ શકે છે, પણ તેવા પુરુષે–નિગ્રંથમતના–લામાં પણ કેઈક જ નીકળી શકે છે. ઘણે ભાગે તે સત્પરુષે ત્યાગી થઈ, એકાંત ભૂમિકામાં વાસ કરે છે, કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્યત્કૃષ્ટ અને બીજાનું ગૌણોત્કૃષ્ટ જ્ઞાન પ્રાયે કરીને ગણી શકાય.
થે ગુણસ્થાનકે આવેલે પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય; ત્યાં ધર્મધ્યાનની ગૌણતા છે. પાંચમે મધ્યમ ગૌણતા છે. છઠું મુખ્યતા પણ મધ્યમ છે. સાતમે મુખ્યતા છે. આપણે ગૃહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટ તે આવી શકીએ; આ સિવાય ભાવની અપેક્ષા તે ઓર જ છે!
એ ધર્મધ્યાનમાં ચાર ભાવનાથી ભૂષિત થવું સંભવે છે – ૧. મૈત્રી– સર્વ જગતના જીવ ભણી નિવૈરબુદ્ધિ. ૨. પ્રદ–અંશમાત્ર પણ કેઈને ગુણ નીરખીને રોમાંચિત ઉદ્ઘસવા. ૩. કરુણ– જગતજીવનાં દુઃખ દેખીને અનુકંપિત થવું. ૪. માધ્યસ્થ કે ઉપેક્ષા–શુદ્ધ સમદૃષ્ટિના બળવીર્યને યોગ્ય થવું.
ચાર તેનાં આલંબન છે. ચાર તેની રુચિ છે. ચાર તેના પાયા છે. એમ અનેક ભેદે વહેંચાયેલું ધર્મધ્યાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org