________________
વર્ષે ૨૨ મું
૧૮૭, ૧૩. સંયમની રક્ષા અર્થે રાખવાં પડે છે તેને પરિગ્રહ ન કહે. એમ છકાયના રક્ષપાળ જ્ઞાતપુત્રે કહ્યું છે, પણ મૂછને પરિગ્રહ કહે, એમ પૂર્વમહર્ષિઓ કહે છે.
૧૪. તત્વજ્ઞાનને પામેલાં મનુષ્ય છકાયના રક્ષણને માટે થઈને તેટલે પરિગ્રહ માત્ર રાખે, બાકી તે પિતાના દેહમાં પણ મમત્વ આચરે નહીં. (આ દેહ મારે નથી, એ ઉપગમાં જ રહે.)
૧૫. આશ્ચર્ય ! –નિરંતર તપશ્ચર્યા, જેને સર્વ સર્વ વખા એવા સંયમને અવિરેાધક ઉપજીવનરૂપ એક વખત આહાર લે.
૧૬. ત્રસ અને સ્થાવર જી -સ્થૂલ તેમ સૂક્ષમ જાતિના–રાત્રિએ દેખાતા નથી માટે, તે વેળા આહાર કેમ કરે ?
૧૭. પાણી અને બીજ આશ્રિત પ્રાણીઓ પૃથ્વીએ પડ્યા હોય ત્યાંથી ચાલવું તે, દિનને વિષે નિષેધ્યું છે, તે રાત્રિએ તે ભિક્ષાએ કયાંથી જઈ શકે?
૧૮. એ હિંસાદિક દોષ દેખીને જ્ઞાતપુત્ર ભગવાને એમ ઉપદેછ્યું કે સર્વ પ્રકારના આહાર રાત્રિએ નિJથે ભેગવે નહીં.
૧૯. પૃથ્વીકાયની હિંસા મનથી, વચનથી અને કાયાથી સુસમાધિવાળા સાધુઓ કરે નહીં કરાવે નહીં, કરતાં અનુદન આપે નહીં.
૨૦. પૃથ્વીકાયની હિંસા કરતાં તેને આશ્રયે રહેલાં ચક્ષુગમ્ય અને અસુગમ્ય એવાં વિવિધ ત્રસ પ્રાણીઓ હણાય,
( ૨૧. તે માટે, એમ જાણીને, દુર્ગતિને વધારનાર એ પૃથ્વીકાયના સમારંભરૂપ દેવને આયુષ્ય પર્યંત ત્યાગ. - ૨૨. જળકાયની મન, વચન અને કાયાથી સુસમાધિવાળા સાધુઓ હિંસા કરે નહીં, કરાવે નહીં, કરનારને અનુમોદન આપે નહીં.
૨૩. જળકાયની હિંસા કરતાં તેને આશ્રયે રહેલાં ચક્ષુગમ્ય અને અચક્ષુગમ્ય એવાં ત્રણ જાતિનાં વિવિધ પ્રાણીઓની હિંસા થાય,
૨૪. તે માટે, એવું જાણીને, જળકાય સમારંભ દુર્ગતિને વધારનાર દોષ છે તેથી, આયુષ્યપર્યત ત્યાગ.
૨૫. મુનિ અગ્નિકાયને ઈચ્છે નહીં, સર્વ થકી ભયંકર એવું એ જીવને હણવામાં તીણુ શસ્ત્ર છે.
૨૬. પૂર્વ, પશ્ચિમ, ઊંચી, ખૂણાની, નીચી, દક્ષિણ અને ઉત્તર–એ સર્વ દિશામાં રહેલા જીને અગ્નિ ભસ્મ કરે છે.
- ૨૭. પ્રાણીને ઘાત કરવામાં અમિ એ છે, એમ સંદેહરહિત માને, અને એમ છે તેથી, દીવા માટે કે તાપવા માટે સંયતિ અગ્નિ સળગાવે નહીં.
૨૮. તે કારણથી દુર્ગતિદોષને વધારનાર એ અગ્નિકાયને સમારંભ મુનિ આયુષ્યપર્યત કરે નહીં.
(દશવૈકાલિકસૂત્ર, અધ્યયન ૬, ગાથા ૯ થી ૩૬)
૬૧ વવાણિયા, વૈશાખ સુદ ૬, સેમ, ૧૯૪૫
સત્યુને નમસ્કાર આપનાં દર્શન મને અહીં લગભગ સવા માસ પહેલાં થયાં હતાં. ધર્મસંબંધી કેટલીક સુખચર્ચા થઈ હતી. આપને સ્મૃતિમાં હશે એમ ગણી, એ ચર્ચાસંબંધી કંઈ વિશેષ દર્શાવવાની આજ્ઞા લેતે નથી. ધર્મસંબંધી માધ્યસ્થ, ઉચ્ચ અને અદંભી વિચારથી આપના પર કંઈક મારી વિશેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org