________________
૧૮૬
શ્રીમદ્ રાજચંદ્ર ૨૦. જ્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે અને ઉત્તમ ધર્મમય થાય ત્યારે કર્મરૂપ રજ અબાધિ, કલુષ એ રૂપે જીવને મલિન કરી રહી છે તેને ખંખેરે.
૨૧. અબાધિ, કલુષથી ઉત્પન્ન થયેલી કર્મરજને ખંખેરે ત્યારે સર્વજ્ઞાની થાય અને સર્વદર્શનવાળે થાય.
૨૨. જ્યારે સર્વ જ્ઞાન અને સર્વ દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે નીરાગી થઈને તે કેવળી કાલેકનું સ્વરૂપ જાણે.
ર૩. નીરાગી થઈને કેવળી જ્યારે કાલેકનું સ્વરૂપ જાણે ત્યારે પછી મન, વચન, કાયાના યેગને નિરૂંધીને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય. 1. ૨૪. જ્યારે યેગને નિરૂંધીને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય ત્યારે સર્વ કર્મને ક્ષય કરી નિરંજન થઈને સિદ્ધિ પ્રત્યે જાય.
(દશવૈકાલિક, અધ્યયન ૪, ગાથા ૧ થી ૨૪)
(૨) ૧. તેમાં પ્રથમ સ્થાનમાં મહાવીરદેવે સર્વ આત્માથી સંયમરૂપ, નિપુણ અહિંસા દેખીને ઉપદેશી.
૨. જગતમાં જેટલાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેને જાણતા અજાણતાં હણવાં નહીં, તેમજ હણવવાં નહીં. A ૩. સર્વ જી જીવિતને ઈચ્છે છે, મરણને ઈચ્છતા નથી; એ કારણથી પ્રાણને ભયંકર વધ નિર્ગથે તજવે.
A. ૪. પિતાને માટે, પરને માટે ક્રોધથી કે ભયથી પ્રાણીઓને કષ્ટ થાય તેવું અસત્ય બોલવું નહીં, તેમજ બેલાવવું નહીં. ૧ ૫. મૃષાવાદને સર્વ સત્પરુષોએ નિષેધ્યે છે,–પ્રાણીને તે અવિશ્વાસ ઉપજાવે છે તે માટે તેને ત્યાગ કરે.
૬. સચિત્ કે અચિત્—થોડો કે ઘણે, તે એટલા સુધી કે, દંતધન માટે એક સળી એટલે પરિગ્રહ, તે પણ યાચ્યા વિના લે નહીં.
૭. પિતે અયા લેવું નહીં, તેમ બીજા પાસે લેવરાવવું નહીં, તેમજ અન્ય લેનારને રૂડું કર્યું એમ કહેવું નહીં.–જે સંયતિ પુરુષે છે તે એમ કરે છે.
૮. મહા રૌદ્ર એવું અબ્રહ્મચર્ય, પ્રમાદને રહેવાનું સ્થળ, ચારિત્રને નાશ કરનાર, તે આ જગતમાં મુનિ આચરે નહીં.
૯. અધર્મનું મૂળ, મહા દોષની જન્મભૂમિકા એવા જે મૈથુનના આલાપપ્રલાપ તેને નિર્ગથે ત્યાગ કરવો.
૧૦. સિંધાલૂણ, મીઠું, તેલ, ઘી, ગોળ, એ વગેરે આહારક પદાર્થો જ્ઞાતપુત્રના વચનમાં પ્રીતિવાળા જે મુનિએ છે તે રાત્રિવાસ રાખે નહીં. ( ૧૧. લેભથી તૃણને પણ સ્પર્શ કરશે નહીં. જે રાત્રિવાસ એ કંઈ પદાર્થ રાખવા ઈચ્છે તે મુનિ નહીં પણ ગૃહસ્થ.
૧૨. જે વસ્ત્ર, પાત્ર, કામળા, રજોહરણ છે, તે પણ સંયમની રક્ષા માટે થઈને સાધુ ધારણ કરે, નહીં તે ત્યાગે.
૧. અઢાર સંયમ સ્થાનમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org