________________
જે પવન(શ્વાસ)ના જય લીનતા પામે છે. આ કહ્યું તે
અંતરમાં રહી છે.
વર્ષ ૨૨ મું
૧૮૯
કરે છે, તે મનનેા જય કરે છે. જે મનના જય કરે છે તે આત્મવ્યવહાર માત્ર છે. નિશ્ચયમાં નિશ્ચયઅર્થની અપૂર્વ ચેાજના સત્પુરુષના
શ્વાસના જય કરતાં છતાં સત્પુરુષની આજ્ઞાથી પરામ્મુખતા છે, તે તે શ્વાસજય પરિણામે સંસાર જ વધારે છે. શ્વાસના જય ત્યાં છે કે જ્યાં વાસનાના જય છે. તેનાં એ સાધન છે: સદ્ગુરુ અને સત્સંગ. તેની એ શ્રેણિ છે: પર્યુપાસના અને પાત્રતા. તેની એ વર્ધમાનતા છે : પરિચય અને પુણ્યાનુબંધી પુણ્યતા. સઘળાંનું મૂળ આત્માની સત્પાત્રતા છે.
અત્યારે એ વિષય સંબંધી એટલું લખું છું.
દયાળભાઈ માટે પ્રવીણસાગર' રવાને કરું છું. ‘પ્રવીણસાગર' – સમજીને વંચાય તે દક્ષતાવાળા ગ્રંથ છે. નહીં તે અપ્રશસ્તછંદી ગ્રંથ છે.
૬૩
વવાણિયા, વૈશાખ વદ ૧૩, ૧૯૪૫ છેલ્લા સમાગમ સમયે ચિત્તની જે દશા વર્તતી હતી, તે તમે લખી તે ચેાગ્ય છે. તે દશા સાત હતી. જ્ઞાત છે એમ જણાય તેપણ યથાવસરે આત્માર્થી જીવે તે દૃશા ઉપયાગપૂર્વક વિદિત કરવી; તેથી જીવને વિશેષ ઉપકાર થાય છે.
પ્રશ્નો લખ્યા છે તેનું સમાગમયેાગે સમાધાન થવાની વૃત્તિ રાખવી ચેાગ્ય છે, તેથી વિશેષ ઉપકાર થશે. આ તરફ વિશેષ વખત હાલ સ્થિતિ થવાના સંભવ નથી.
૬૪ વવાણિયા મંદર, જ્યેષ્ઠ સુદ ૪, રવિ, ૧૯૪૫
Jain Education International
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥
શ્રી હરિભદ્રાચાર્ય આપનું ધર્મપત્ર વૈશાખ વદ ૬નું મળ્યું. આપના વિશેષ અવકાશ માટે વિચાર કરી ઉત્તર લખવામાં આટલે મેં વિલંબ કર્યાં છે; જે વિલંખ ક્ષમાપાત્ર છે.
તે પત્રમાં આપ દર્શાવેા છે કે કોઈ પણ માર્ગથી આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું; એ જ્ઞાનીઓના ઉપદેશ છે, આ વચન મને પણ સમ્મત છે. પ્રત્યેક દર્શનમાં આત્માના જ ખાધ છે; અને મેાક્ષ માટે સર્વના પ્રયત્ન છે; તાપણુ આટલું તે આપ પણ માન્ય કરી શકશેા કે જે માર્ગથી આત્મા આમત્વ — સમ્યાન — યથાર્થતૃષ્ટિ - પામે તે માર્ગ સત્પુરુષની આજ્ઞાનુસાર સમ્મત કરવા જોઈએ. અહીં કોઈ પણ દર્શન માટે ખેાલવાની ઉચિતતા નથી; છતાં આમ તા કહી શકાય કે જે પુરુષનું વચન પૂર્વાપર અખંડિત છે, તેનું ખાધેલું દર્શન તે પૂર્વાપર હિતસ્વી છે. આત્મા જ્યાંથી ‘યથાર્થદૃષ્ટિ' કિંવા ‘વસ્તુધર્મ’ પામે ત્યાંથી સભ્યજ્ઞાન સંપ્રાપ્ત થાય એ સર્વમાન્ય છે.
આત્મત્વ પામવા માટે શું હેય, શું ઉપાદેય અને શું જ્ઞેય છે તે વિષે પ્રસંગોપાત્ત સત્પુરુષની આજ્ઞાનુસાર આપની સમીપ કંઈ કંઈ મૂકતા રહીશ. જ્ઞેય, હેય, અને ઉપાદેયરૂપે કોઈ પદાર્થ, એક પણ પરમાણુ નથી જાણ્યું તે ત્યાં આત્મા પણ જાણ્યા નથી. મહાવીરના ખાધેલા ‘આચારાંગ’ નામના એક સિદ્ધાંતિક શાસ્ત્રમાં આમ કહ્યું છે કે માં ગાળતૢ સે સર્વાં બાળદું, ને સત્યં ગાળતૢ એ પાં નળકૂં એકને જાણ્યા તેણે સર્વ જાણ્યું, જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણ્યા. આ વચનામૃત એમ ઉપદેશે છે કે એક આત્મા, જ્યારે જાણવા માટે પ્રયત્ન કરશે, ત્યારે સર્વ જાણ્યાનું પ્રયત્ન થશે; અને સર્વ જાણ્યાનું પ્રયત્ન એક આત્મા જાણવાને માટે છે; તેાપણ વિચિત્ર જગતનું સ્વરૂપ જેણે જાણ્યું નથી તે આત્માને જાણતા નથી. આ બેધ અયથાર્થ ઠરતા નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org