SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ શ્રીમદ્ રાજચંદ્ર બીજું ચિત્રપટ તૈયાર નહીં હોવાથી જે છે તે એકલું છું. મારાથી દૂર રહેવામાં તમારી આરેગ્યતા હાનિ પામે તેમ ન થવું જોઈએ. સર્વ આનંદમય જ થશે. અત્યારે એ જ. રાયચંદના પ્રણામ 8 3 દિ ' નમિ “ ૪૭ વવાણિયા બંદર, મહા સુદ ૧૪, બુધ, ૧૯૪૫ સત્યુને નમસ્કાર સુ, " મારા તરફથી એક પતું પહોંચ્યું હશે. તમારે પત્ર મેં મનન કર્યો. તમારી વૃત્તિમાં થયેલ ફેરફાર આત્મહિતસ્વી મને લાગે છે. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લેભ એ ચાર તથા મિથ્યાત્વાહિની, મિશ્રાહિની, સમ્યકત્વહિની એ ત્રણ એમ એ સાત પ્રકૃતિ જ્યાં સુધી ક્ષપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યફદૃષ્ટિ થવું સંભવતું નથી. એ સાત પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યકત્વને ઉદય થાય છે. તે પ્રકૃતિની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ તેને આત્મા હસ્તગત કે સુલભ છે. તત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિને ભેદવાને ફરી ફરીને બોધ કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દ્રષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિઃસંદેહ છે. એ વસ્તુથી આત્મા અનંત કાળથી ભરપૂર રહ્યો છે. એમાં દ્રષ્ટિ હોવાથી નિજ ગૃહ પર તેની યથાર્થ દ્રષ્ટિ થઈ નથી. ખરી તે પાત્રતા, પણ હું એ, કષાયાદિક ઉપશમ પામવામાં તમને નિમિત્તભૂત થયે એમ તમે ગણે છે, માટે મને એ જ આનંદ માનવાનું કારણ છે કે નિગ્રંથ શાસનની કૃપાપ્રસાદીને લાભ લેવાને સુંદર વખત મને મળશે એમ સંભવે છે. જ્ઞાની દ્રષ્ટ તે ખરું. જગતમાં સપરમાત્માની ભક્તિ-સતગુરુ-સસંગસતશાસ્ત્રાધ્યયન-સમ્યફદૃષ્ટિપણું અને સગ એ કઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હોત તે આવી દશા હોત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષને બેધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. સદ્ગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કર એ જ કૃતકૃત્યતા છે. એ પ્રજનમાં તમારું ચિત્ત આકર્ષાયું એ સર્વોત્તમ ભાગ્યનો અંશ છે. આશીર્વચન છે કે તેમાં તમે ફળીભૂત થાઓ. ભિક્ષા સંબંધી પ્રયત્નતા હમણાં મુલતવે. જ્યાં સુધી સંસાર જેમ ભેગવ નિમિત્ત હશે તેમ ભેગવ પડશે. તે વિના છૂટકે પણ નથી. અનાયાસે એગ્ય જગા સાંપડી જાય તે તેમ, નહીં તે પ્રયત્ન કરશે. અને ભિક્ષાટન સંબંધી ગ્ય વેળાએ પુનઃ પૂછશો. વિદ્યમાનતા હશે તે ઉત્તર આપીશ. ધર્મ” એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશાધનથી મળવાની નથી. અપૂર્વ અંતરસંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતસંશોધન કેઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહ પામે છે. તમારા વિચારે સુંદર શ્રેણીમાં આવેલા જોઈ મારા અંતઃકરણે જે લાગણી ઉત્પન્ન કરી છે તે અહીં દર્શાવતાં સકારણ અટકી જઉં છું. ચિ. દયાળભાઈ પાસે જશે. કંઈ દર્શાવે તે મને જણાવશો. ૧. ગ્રંથિથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy