________________
વર્ષ ૨૨ મું
૪૨
૪૧ ભરૂચ, માગશર સુદિ ૩, ગુરૂ ૧૯૪૫ પત્રથી સર્વ વિગત વિદિત થઈ. અપરાધ નથી; પણ પરતંત્રતા છે. નિરંતર સરુષની કૃપા દ્રષ્ટિને ઈચ્છે; અને શેક રહિત રહો એ મારી પરમ ભલામણ છે. તે સ્વીકારશે. વિશેષ ન દર્શાવે તેપણુ આ આત્માને તે સંબંધી લક્ષ છે. મુરબ્બીઓને ખુશીમાં રાખે ખરી ધીરજ ધરે. પૂર્ણ ખુશીમાં છું.
ભરૂચ, માગશર સુદ ૧૨, ૧૯૪૫ જ્યાં પત્ર આપવા જાએ છે ત્યાં નિરંતર કુશળતા પૂછતા રહેશે. પ્રભુભક્તિમાં તત્પર રહેશે. નિયમને અનુસરશે, અને સર્વ વડીલની આજ્ઞામાં અનુકૂળ રહેશે, એમ મારી ભલામણ છે.
જગતમાં નીરાગીત્વ, વિનયતા અને સત્પરુષની આજ્ઞા એ નહીં મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો; પણ નિરૂપાયતા થઈ તે થઈ. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. ય થાઓ ! અહીં ચારેક દિવસ રોકાવાનું થશે.
વિ. રાયચંદ
ચિ. જૂહાભાઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org