________________
૧૭૫
વર્ષ ૨૧ મું (અ) ગ્ય લાગે નહીં, એવા કોઈ મારા વિચાર હોય તે સહર્ષ પૂછશે, પણ તે પહેલાં તે વિષે તમારી સમજણથી શંકારૂપ નિર્ણય કરી બેસશે નહીં.
(અ) ટૂંકામાં કહેવાનું એ કે, જેમ કલ્યાણ થાય તેમ પ્રવર્તવા સંબંધમાં મારું કહેવું અયોગ્ય લાગતું હોય તે, તે માટે યથાર્થ વિચાર કરી પછી જેમ હોય તેમ માન્ય કરવું.
શાસ્ત્ર-સૂત્ર કેટલાં? . ૧. એક પક્ષ એમ કહે છે કે અત્યારે પિસ્તાલીસ કે તેથી વધારે સૂત્રે છે, અને તેની નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા એ સઘળું માનવું. એક પક્ષ કહે છે કે બત્રીસ જ સૂત્ર છે અને તે બત્રીસ જ ભગવાનનાં બેધેલાં છે; બાકી મિશ્ર થઈ ગયાં છે અને નિર્યુક્તિ ઈત્યાદિક પણું તેમ જ છે. માટે બત્રીસ માનવાં. આટલી માન્યતા માટે પ્રથમ મારા સમજાયેલા વિચાર દર્શાવું છું.
બીજા પક્ષની ઉત્પત્તિને આજે લગભગ ચારસે વર્ષ થયાં. તેઓ જે બત્રીસ સૂત્ર માને છે તે નીચે પ્રમાણે :
૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂળ, ૪ છેદ, ૧ આવશ્યક.
છેવટની ભલામણ હવે એ વિષયને સંક્ષેપમાં પૂર્ણ કર્યો. પ્રતિમાથી એકાંત ધર્મ છે, એમ કહેવા માટે અથવા પ્રતિમાના પૂજનને જ ભાગ સિદ્ધ કરવા મેં આ લઘુ ગ્રંથમાં કલમ ચલાવી નથી. પ્રતિમા માટે મને જે જે પ્રમાણે જણાયાં હતાં તે ટૂંકામાં જણાવી દીધાં. તેમાં વાજબી ગેરવાજબીપણું શાસ્ત્રવિચક્ષણ, અને ન્યાયસંપન્ન પુરુષે જોવાનું છે, અને પછી જેમ સપ્રમાણ લાગે તેમ પ્રવર્તવું કે પ્રરૂપવું એ તેમના આત્મા પર આધાર રાખે છે. આ પુસ્તકને હું પ્રસિદ્ધ કરત નહીં, કારણ કે જે મનુષ્ય એક વાર પ્રતિમાપૂજનથી પ્રતિકૂળતા બતાવી હોય, તે જ મનુષ્ય જ્યારે તેની અનુકૂળતા બતાવે ; ત્યારે પ્રથમ પક્ષવાળાને તે માટે બહુ ખેદ અને કટાક્ષ આવે છે. આપ પણ હું ધારું છું કે મારા ભણું શેડા વખત પહેલાં એવી સ્થિતિમાં આવી ગયા હતા, તે વેળા જો આ પુસ્તકને મેં પ્રસિદ્ધિ આપી હોત તે આપનાં અંતઃકરણે વધારે દુભાત અને દુભાવવાનું નિમિત્ત હું થાત; એટલા માટે મેં તેમ કર્યું નહીં. કેટલેક વખત વીત્યા પછી મારા અંતઃકરણમાં એક એવા વિચારે જન્મ લીધે કે તારા માટે તે ભાઈઓને સંક્લેશ વિચાર આવતા રહેશે; તે જે પ્રમાણથી માન્યું છે, તે પણ માત્ર એક તારા હદયમાં રહી જશે, માટે તેને સત્યતાપૂર્વક જરૂર પ્રસિદ્ધિ આપવી. એ વિચારને મેં ઝીલી લીધું. ત્યારે તેમાંથી ઘણા નિર્મળ વિચારની પ્રેરણું થઈ; તે સંક્ષેપમાં જણાવી દઉં છું. પ્રતિમા માને એ આગ્રહ માટે આ પુસ્તક કરવાને કંઈ હેતુ નથી. તેમ જ તેઓ પ્રતિમા માને તેથી મને કંઈ ધનવાન થઈ જવાનું નથી, તે સંબંધી જે વિચારે મને લાગ્યા હતા
[અપૂર્ણ મળેલ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org