________________
૧૬૮
શ્રીમદ્ રાજચંદ્ર વદ ૧૩ કે ૧૪ (પષની) ને જ અહીંથી રવાના થઉં છું. પરાર્થ કરતાં વખતે લક્ષમી અંધાપ, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે, જેથી તેની દરકાર નથી.
આપણે અ ન્ય સંબંધ છે તે કંઈ સગપણને નથી, પરંતુ હદયસગપણને છે. પરસ્પર લેહચુંબકને ગુણ પ્રાપ્ત થયું છે. એમ દર્શિત છે, છતાં હું વળી એથી પણ ભિન્નરૂપે આપને હૃદયરૂપ કરવા માગું છું. જે વિચારે સઘળી સગપણુતા દૂર કરી, સંસારાજના દૂર કરી તત્ત્વવિજ્ઞાનરૂપે મારે દર્શાવવાના છે અને આપે જાતે અનુકરણ કરવાના છે. આટલી પલ્લવી બહુ સુખપ્રદ છતાં માર્મિક રૂપે આત્મસ્વરૂપ વિચારથી અહીં આગળ લખી જઉં છું.
તેઓ શુભ પ્રસંગમાં સદ્વિવેકી નીવડી, રૂઢિથી પ્રતિકૂળ રહી, પરસ્પર કુટુંબરૂપે સ્નેહ બંધાય એવી સુંદર ભેજના તેઓનાં હૃદયમાં છે કે ? આપ ઉતારશે કે ? કોઈ ઉતારશે કે? એ ખ્યાલ પુનઃ પુનઃ હૃદયમાં પર્યટન કરે છે.
નિદાન, સાધારણ વિવેકીઓ જે વિચારને આકાશી ગણે તેવા વિચારે, જે વસ્તુ અને જે પદ આજ રાજ્યશ્રી ચક્રવત્તિની વિકટોરિયાને દુર્લભ-કેવળ અસંભવિત છે–તે વિચારે, તે વસ્તુ અને તે પદ ભણી કેવળ ઈચ્છા હોવાથી ઉપર જણાવ્યું તેથી કંઈ પણ લેશ પ્રતિકૂળ બને તે તે પદાભિલાષી પુરુષના ચરિત્રને પરમ ઝાંખપ લાગે એમ છે. આ સઘળા હવાઈ (અત્યારે લાગતા) વિચારે માત્ર આપને જ દર્શાવું છું. અંતઃકરણ શુક્લ-અદ્ભુત—વિચારેથી ભરપૂર છે. પરંતુ આપ ત્યાં રહ્યા ને હું અહીં રહ્યો!
- ૩૧ વવાણિયા, પ્ર. ચૈત્ર સુદ ૧૧, રવિ, ૧૯૪૪ ક્ષણભંગુર દુનિયામાં સત્યરુષને સમાગમ એ જ અમૂલ્ય અને અનુપમ લાભ છે.
૩૨ વવાણિયા, આષાઢ વદ ૩, બુધ, ૧૯૪૪ આ એક અદ્ભુત વાત છે કે ડાબી આંખમાંથી ચાર પાંચ દિવસ થયાં એક નાના ચક્ર જે વીજળી સમાન ઝબકારે થયા કરે છે, જે આંખથી જરા દૂર જઈ એલવાય છે. લગભગ પાંચ મિનિટ થાય છે, કે દેખાવ દે છે. મારી દ્રષ્ટિમાં વારંવાર તે જોવામાં આવે છે. એ ખાતે કોઈ પ્રકારની ભ્રમણ નથી. નિમિત્ત કારણ કંઈ જણાતું નથી. બહુ આશ્ચર્ય ઉપજાવે છે. આંખે બીજી કોઈ પણ પ્રકારની અસર નથી. પ્રકાશ અને દિવ્યતા વિશેષ રહે છે. ચારેક દિવસ પહેલાં બપોરના ૨-૨૦ મિનિટે એક આશ્ચર્યભૂત સ્વમ પ્રાપ્ત થઈ ગયા પછી આ થયું હોય એમ જણાય છે. અંતઃકરણમાં બહુ પ્રકાશ રહે છે, શક્તિ બહુ તેજ મારે છે. ધ્યાન સમાધિસ્થ રહે છે. કારણ કંઈ સમજાતું નથી. આ વાત ગુપ્ત રાખવા જ દર્શાવી જઉં છું. વિશેષ એ સંબંધી હવે પછી લખીશ.
૩૩ વવાણિયા, અષાડ વદ ૪, શુક, ૧૯૪૪ આપ પણ અર્થય બેદરકારી નહીં રાખશે. શરીર અને આત્મિક સુખ ઈચ્છી, વ્યયને કંઈ સંકેચ કરશે તે હું માનીશ કે મારા પર ઉપકાર થયો. ભવિતવ્યતાના ભાવ હશે તે આપની એ અનુકૂળ સગવદ્યુક્ત બેઠકને ભેગી હું થઈ શકીશ.
૩૪ વવાણિયા, શ્રાવણ વદ ૧૩, સોમ, ૧૯૪૪ વામનેત્ર સંબંધી ચમત્કારથી આત્મશક્તિમાં અલ્પ ફેરફાર થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org