________________
૧૬૨
શ્રીમદ્ રાજચંદ્ર લલાજ નવિ ધરે લગાર,
એક ચિત્ત પ્રભુથી પ્રીત ધાર. અલ્પ આહાર કરનાર, નિદ્રાને વશ કરનાર, એટલે નિયમિત નિદ્રાને લેનાર; જગતનાં હેતપ્રીતથી દૂર રહેનાર (કાર્યસિદ્ધિથી પ્રતિકૂળ એવા) લોકની લજજા જેને નથી; ચિત્તને એકાગ્ર કરીને પરમાત્મામાં પ્રીતિ ધરનાર.
આશા એક મેક્ષકી હોય, બીજી દુવિધા નવિ ચિત્ત કેય, ધ્યાન જે જાણે તે જીવ,
જે ભવદુઃખથી ડરત સદીવ. મેક્ષ સિવાયની સર્વ પ્રકારની આશા જેણે ત્યાગી છે અને સંસારના ભયંકર દુઃખથી નિરંતર જે કંપે છે, તેવા આત્માને ધ્યાન કરવા ગ્ય જાણ.
પરનિંદા મુખથી નવિ કરે, નિજનિંદા સુણી સમતા ધરે ! કરે સહુ વિકથા પરિહાર;
રોકે કર્મ આગમન દ્વાર. પિતાના મુખથી જેણે પરની નિંદાને ત્યાગ કર્યો છે પિતાની નિંદા સાંભળીને જે સમતા ધરી રહે છે, સ્ત્રી, આહાર, રાજ, દેશ ઈત્યાદિક સર્વ કથાને જેણે છેદ કર્યો છે, અને કર્મને પ્રવેશ કરવાનાં દ્વાર જે અશુભ મન, વચન, કાયા તે જેણે રોકી રાખ્યાં છે.
અહર્નિશ અધિકો પ્રેમ લગાવે, જોગાનલ ઘટમાંહિ જગાવે;
અલ્પાહાર આસન દૃઢ કરે, નયન થકી નિદ્રા પરિહરે. રાત્રિદિન ધ્યાનવિષયમાં ઘણે પ્રેમ લગાવ્યાથી ગરૂપી અગ્નિ (કર્મને બાળી દેનાર) ઘટમાં જગાવે. (એ જાણે ધ્યાનનું જીવન.) હવે તે વિના તેનાં બીજાં સાધન બધે છે.
થોડે આહાર અને આસનનું દૃઢપણું કરે. પદ્મ, વીર, સિદ્ધ કે ગમે તે આસન કે જેથી મનગતિ વારંવાર ન ખેંચાય તેવું આસન આ સ્થળે સમજાવ્યું છે. એ પ્રમાણે આસનને ય કરી નિદ્રાને પરિત્યાગ કરે. અહીં પરિત્યાગને દેશપરિત્યાગ સમજાવ્યું છે. વેગને જે નિદ્રાથી બાધ થાય છે તે નિદ્રા અર્થાત્ પ્રમત્તપણાનું કારણ દર્શનાવરણીયની વૃદ્ધિ ઈત્યાદિકથી ઉત્પન્ન થતી અથવા અકાલિક નિદ્રા તેને ત્યાગ.
-
મેરા મેરા મત કરે, તેરા નહિ હૈ કેય;
ચિદાનંદ પરિવારકા, મેલા હૈ દિન દેય. ચિદાનંદજી પિતાના આત્માને ઉપદેશ છે કે રે જીવ! મારું મારું નહીં કર; તારું કોઈ નથી. હે ચિદાનંદ! પરિવારને મેળ બે દિવસને છે.
ઐસા ભાવ નિહાર નિત, કીજે જ્ઞાન વિચાર;
મિટે ન જ્ઞાન બિચાર બિન, અંતર-ભાવ-વિકાર. એ ક્ષણિક ભાવ નિરંતર જોઈને હે આત્મા, જ્ઞાનને વિચાર કર. જ્ઞાનવિચાર કર્યા વિના (માત્ર એકલી બાહ્ય ક્રિયાથી) અંતરમાં ભાવકર્મા રહેલા વિકાર મટતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org