________________
૧૪
શ્રીમદ્ રાજચંદ્ર ર૭૯ સમભાવે સર્વ સુખ સંપાદન કરું છું. ૨૮૦ માયાથી દૂર રહું છું. ૨૮૧ પ્રપંચને ત્યાગું છું. ૨૮૨ સર્વ ત્યાગવસ્તુને જાણું છું. ૨૮૩ ખેતી પ્રશંસા કરું નહીં. ( મુ. બ્રડ ઉ. ગુ. સામાન્ય ) ૨૮૪ ખોટું આળ આપે નહીં. ૨૮૫ ખોટી વસ્તુ પ્રણીત કરું નહીં. ૨૮૬ કુટુંબકલેશ કરું નહીં. (ગૃ૦ ઉ૦) ૨૮૭ અભ્યાખ્યાન ધારું નહીં. (સા) ૨૮૮ પિલ્શન થઉં નહીં. ૨૮૯ અસત્યથી રાચું નહીં. (૨) ૨૯૦ ખડખડ હસું નહીં. (સ્ત્રી) ૨૯૧ કારણ વિને મેં મલકાવું નહીં. ૨૯૨ કઈ વેળા હસું નહીં. ૨૭ મનના આનંદ કરતાં આત્માનંદને ચાહું. ૨૯૪ સર્વને યથાતથ્ય માન આપું. (ગૃહસ્થ) ૨૫ સ્થિતિને ગર્વ કરું નહીં. (ગૃ૦ મુ૦) ૨૬ સ્થિતિને ખેદ કરું નહીં. ૨૯૭ ખોટો ઉદ્યમ કરું નહીં. ૨૯૮ અનુદ્યમી રહું નહીં. ૨૯૯ બેટી સલાહ આપું નહીં. (5) ૩૦૦ પાપી સલાહ આપું નહીં. ૩૦૧ ન્યાય વિરુદ્ધ કૃત્ય કરું નહીં. (૨-૩) ૩૦૨ ખેટી આશા કેઈને આવું નહીં. (ગુમુ. ઉ૦) ૩૦૩ અસત્ય વચન આપું નહીં. ૩૦૪ સત્ય વચન ભંગ કરું નહીં. ૩૦૫ પાંચ સમિતિને ધારણ કરું. (મુ) ૩૦૬ અવિનયથી બેસું નહીં. ૩૦૭ ખેટા મંડળમાં જઉં નહીં. (ગૃ૦ મુ) ૩૦૮ વેશ્યા સામી દૃષ્ટિ કરું નહીં. ૩૦૯ એનાં વચન શ્રવણ કરું નહીં. ૩૧. વાજિંત્ર સાંભળ્યું નહીં. ૩૧૧ વિવાહવિધિ પૂછું નહીં. ૩૧૨ એને વખાણું નહીં. ૩૧૩ મને રમ્યમાં મેહ માનું નહીં. ૩૧૪ કર્માધમ કરું નહીં. (ગૃ૦) ૩૧૫ સ્વાર્થે કોઈની આજીવિકા તેડું નહીં. (ગૃ૦). ૩૧૬ વધબંધનની શિક્ષા કરું નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org