SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૯ મું ૧૩૫ આગળ જગા રોકી નથી. આશ્ચર્ય, આનંદ અને સંદેહમાંથી હવે જે આપને એગ્ય લાગે તે ગ્રહણ કરો. – મારી શી શક્તિ છે? કંઈ જ નથી. આપની શક્તિ અદ્ભુત છે. આપ મારે માટે આશ્ચર્ય પામે છે, તેમ હું આપને માટે આનંદ પામું છું. આપ કાશીક્ષેત્ર તરફ સરસ્વતી સાધ્ય કરવા પધારનાર છે. આમ વાંચીને અત્યાનંદમાં હું કુશળ થયે છું. વારુ! આપ ન્યાયશાસ્ત્ર કયું કહે છે? ગૌતમ મુનિનું કે મનુસ્મૃતિ, હિંદુધર્મ શાસ્ત્ર, મિતાક્ષરા, વ્યવહાર, મયૂખ આદિ પ્રાચીન ન્યાયગ્રંથે કે હમણાંનું બ્રિટિશ હૈ પ્રકરણ? આને ખુલાસે હું નથી સમજ. મુનિનું ન્યાયશાસ્ત્ર મુક્તિ પ્રકરણમાં જાય તેમ છે. બીજા ગ્રંથ રાજ્ય પ્રકરણમાં—“બ્રિટિશમાં માઠાં જાય છે, ત્રીજા ખાસ બ્રિટિશને જ માટે છે, પરંતુ તે અંગ્રેજી. ત્યારે હવે એમાંથી આપે કેને પસંદ કર્યું છે? તે મર્મ ખુલ્લો થે જઈએ. મુનિ શાસ્ત્ર અને પ્રાચીન શાસ્ત્ર સિવાય જે ગમ્યું હોય તે એ અભ્યાસ કાશીને નથી. પરંતુ મેટ્રિકયુલેશન પસાર થયા પછી મુંબઈ-પૂનાને છે, બીજાં શાસ્ત્રો સમયાનુકૂળ નથી. આ આપને વિચાર જાણ્યા વિના જ વેતર્યું છે. પરંતુ વેતરવામાં પણ એક કારણ છે. શું? તે આપે સાથે અંગ્રેજી વિદ્યાભ્યાસનું લખ્યું છે કે, હું ધારું છું કે એમાં કંઈ આપ ભૂલથાપ ખાતા હશે. મુંબઈ કરતાં કાશી તરફ અંગ્રેજી અભ્યાસ કંઈ ઉત્કૃષ્ટ નથી, જ્યારે ઉત્કૃષ્ટ ન હોય ત્યારે આવું પગલું ભરવાને હેતુ બીજો હશે, આપ ચીતરે ત્યારે દર્શિત થાય. ત્યાં સુધી શંકાગ્રસ્ત છું. ૧. મને અભ્યાસ સંબંધી પૂછ્યું છે, તેમાં ખુલાસે જે દેવાને છે, તે ઉપરની કલમની સમજણફેર સુધી દઈ શકતા નથી અને જે ખુલાસે હું આપવાને છું તે દલીલથી આપીશ. જ્ઞાનવર્ધક સભાના તંત્રીને ઉપકાર માનું છું, એઓ આ અનુચરને માટે તસ્દી લે છે તે માટે. આ સઘળા ખુલાસા ટૂંકામાં પતાવ્યા છે. વિશેષ જોઈએ તે માગે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy