SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રીમદ્ રાજચંદ્ર અ– પંડિત લાલાજી મુંબઈ નિવાસીનાં અવધાને સંબંધી આપે બહુ વાગ્યું હશે. એઓ પંડિતરાજ અષ્ટાવધાન કરે છે, તે હિંદપ્રસિદ્ધ છે. આ લખનાર બાવન અવધાન જાહેરમાં એક વખતે કરી ચૂક્યો છે અને તેમાં તે વિજયવંત ઊતરી શક્યો છે. તે બાવન અવધાન – ૧. ત્રણ જણ સાથે પાટે રમ્યા જવું ૨. ત્રણ જણ સાથે ગંજીફે રમ્યા જવું ૩. એક જણ સાથે શેતરંજે રમ્યા જવું ૪. ઝાલરના પડતા ટકોરા ગણતા જવું ૫. સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર મનમાં ગણ્યા જવું ૬. માળાના પારામાં લક્ષ આપી ગણતરી કરવી ૭. આઠેક નવી સમસ્યાઓ પૂર્ણ કરવી ૮. સેળ નવા વિષયે વિવાદોએ માગેલા વૃત્તમાં અને વિષયે પણ માગેલા –રચતા જવું ૯. ગ્રીક, અંગ્રેજી, સંસ્કૃત, આરબી, લૅટિન, ઉર્દુ, ગુર્જર, મરેઠી, બંગાળી, મરુ, જાડેજી આદિ સેળ ભાષાના ચારસે શબ્દ અનુક્રમ વિહીનના કર્તા કર્મ સહિત પાછા અનુક્રમ સહિત કહી આપવા. વચ્ચે બીજાં કામ પણ કર્યો જવાં ૧૦. વિદ્યાથીને સમજાવ ૧૧. કેટલાક અલંકારના વિચાર પર આમ કરેલાં બાવન અવધાનની લખાણ સંબંધે અહીં આગળ પૂર્ણાહુતિ થાય છે. આ બાવન કામે એક વખતે મનઃશક્તિમાં સાથે ધારણ કરવાં પડે છે. વગર ભણેલી ભાષાના વિકૃત અક્ષરે સુકૃત કરવા પડે છે. ટૂંકામાં આપને કહી દઉં છું કે આ સઘળું યાદ જ રહી જાય છે. (હજુ સુધી કોઈ વાર ગયું નથી.) આમાં કેટલુંક માર્મિક સમજવું રહી જાય છે. પરંતુ દિલગીર છું કે તે સમજાવવું પ્રત્યક્ષને માટે છે. એટલે અહીં આગળ ચીતરવું વૃથા છે. આપ નિશ્ચય કરો કે આ એક કલાકનું કેટલું કૌશલ્ય છે? ટૂંકો હિસાબ ગણીએ તેપણ બાવન ગ્લૅક તે એક કલાકમાં યાદ રહ્યા કે નહીં? સળ નવા, આઠ સમસ્યા, સોળ જુદી જુદી ભાષાના અનુક્રમ વિહીનના અને બાર બીજાં કામ મળી એક વિદ્વાને ગણતી કરતાં માન્યું હતું કે ૫૦૦ લેકનું સ્મરણ એક કલાકમાં રહી શકે છે. આ વાત હવે અહીં આગળ એટલેથી જ પતાવી દઈએ છીએ. આ-તેર મહિના થયાં દેહપાધિ અને માનસિક વ્યાધિના પરિચયથી કેટલીક શક્તિ દાટી મૂક્યા જેવી જ થઈ ગઈ છે. (બાવન જેવાં સે અવધાન તે હજુ પણ થઈ શકે છે) નહીં તે આપ ગમે તે ભાષાના સે ગ્લેકે એક વખત બોલી જાઓ તે તે પાછા તેવી જ રીતે યાદીમાં રાખી બોલી દેખાડવાની સમર્થતા આ લખનારમાં હતી. અને તે માટે તથા અવધાનેને માટે “સરસ્વતીને અવતાર” એવું ઉપનામ આ મનુષ્યને મળેલું છે. અવધાન એ આત્મશક્તિનું કર્તવ્ય મને સ્વાનુભવથી જણાયું છે. આપને પ્રશ્ન આવે છે કે “એક કલાકમાં સે બ્લેક સ્મરણભૂત રહી શકે ?” ત્યારે તેને માર્મિક ખુલાસો ઉપરના વિષયે કરશે, એમ જાણું અહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy