SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૭ મું ૧૨૩ પ. અનાદિ છવ સિદ્ધ થયે એટલે ઉત્પત્તિ સંબંધીને પાંચમે દોષ ગ. ૬. ઉત્પત્તિ અસિદ્ધ થઈ એટલે કર્તા સંબંધીને છઠ્ઠો દોષ ગ. ૭. ધ્રુવતા સાથે વિશતા લેતાં અબાધ થયું એટલે ચાર્વાક મિશ્રવચનને સાતમે દેષ ગ. ૮. ઉત્પત્તિ અને વિઘતા પૃથક પૃથક્ દેહે સિદ્ધ થઈ માટે કેવળ ચાવકસિદ્ધાંત એ નામને આઠમે દેષ ગ. ૯ થી ૧૪. શંકાને પરસ્પરને વિરોધાભાસ જતાં ચૌદ સુધીના દોષ ગયા. ૧૫. અનાદિ અનંતતા સિદ્ધ થતાં સ્યાદ્વાદવચન સત્ય થયું એ પંદરમે દોષ ગ. ૧૬. કર્તા નથી એ સિદ્ધ થતાં જિનવચનની સત્યતા રહી એ સોળમે દોષ ગયે. ૧૭. ધમધર્મ, દેહાદિક પુનરાવર્તન સિદ્ધ થતાં સત્તર દોષ ગ. ૧૮. એ સર્વ વાત સિદ્ધ થતાં ત્રિગુણાત્મક માયા અસિદ્ધ થઈ એ અઢારમે દેષ ગ. શિક્ષાપાઠ ૯૧. તવાવબોધ–ભાગ ૧૦ આપની જેલી યોજના હું ધારું છું કે આથી સમાધાન પામી હશે. આ કંઈ યથાર્થ શૈલી ઉતારી નથી, તે પણ એમાં કંઈ પણ વિદ મળી શકે તેમ છે. એ ઉપર વિશેષ વિવેચન માટે બહેળો વખત જોઈએ એટલે વધારે કહેતે નથી; પણ એક બે ટૂંકી વાત આપને કહેવાની છે તે જે આ સમાધાન એગ્ય થયું હોય તે કહું. પછી તેઓ તરફથી મનમાન્ય ઉત્તર મળે, અને એક બે વાત જે કહેવાની હોય તે સહર્ષ કહે એમ તેઓએ કહ્યું. પછી મેં મારી વાત સજીવન કરી લબ્ધિ સંબંધી કહ્યું. આપ એ લબ્ધિ સંબંધી શંકા કરે કે એને ક્લેશરૂપ કહો તે એ વચનને અન્યાય મળે છે. એમાં અતિ અતિ ઉજવળ આત્મિક શક્તિ, ગુરુગમ્યતા અને વૈરાગ્ય જોઈએ છે, જ્યાં સુધી તેમ નથી ત્યાં સુધી લબ્ધિ વિષે શંકા રહે ખરી, પણ હું ધારું છું કે આ વેળા એ સંબંધી કહેલા બોલ નિરર્થક નહીં જાય. તે એ કે જેમ આ પેજના નાતિ અતિ પર જોઈ, તેમ એમાં પણ બહુ સૂક્ષમ વિચાર કરવાના છે. દેહે દેહની પૃથક પૃથક ઉત્પત્તિ, ચ્યવન, વિશ્રામ, ગર્ભાધાન, પર્યાપ્તિ, ઇદ્રિય, સત્તા, જ્ઞાન, સંજ્ઞા, આયુષ્ય, વિષય ઇત્યાદિ અનેક કર્મપ્રકૃતિ પ્રત્યેક ભેદે લેતાં જે વિચારે એ લબ્ધિથી નીકળે તે અપૂર્વ છે. જ્યાં સુધી લક્ષ પહોંચે ત્યાં સુધી સઘળા વિચાર કરે છે, પરંતુ દ્રવ્યાર્થિક, ભાવાર્થિક નયે આખી સૃષ્ટિનું જ્ઞાન એ ત્રણ શબ્દોમાં રહ્યું છે તેને વિચાર કઈ જ કરે છે, તે સદગુરમુખની પવિત્ર લબ્ધિરૂપે જ્યારે આવે ત્યારે દ્વાદશાંગી જ્ઞાન શા માટે ન થાય? જગત એમ કહેતાં જેમ મનુષ્ય એક ઘર, એક વાસ, એક ગામ, એક શહેર, એક દેશ, એક ખંડ, એક પૃથ્વી એ સઘળું મૂકી દઈ અસંખ્યાત દ્વીપ સમુદ્ર યુક્તાદિકથી ભરપૂર વસ્તુ એકદમ કેમ સમજી જાય છે એનું કારણ માત્ર એટલું જ કે તે એ શબ્દની બહોળતાને સમળ્યું છે, કિંવા લક્ષની અમુક બહોળતાને સમજયું છે. જેથી જગત એમ કહેતાં એવડો મોટો મર્મ સમજી શકે છે, તેમજ ઋજુ અને સરળ સત્પાત્ર શિષ્ય નિગ્રંથ ગુરુથી એ ત્રણ શબ્દોની ગમ્યતા લઈ દ્વાદશાંગી જ્ઞાન પામતા હતા. અને તે લબ્ધિ અ૯પજ્ઞતાથી વિવેકે જેમાં ક્લેશરૂપ પણ નથી. શિક્ષાપાઠ ૯૨. તરવાવબોધ-ભાગ ૧૧ એમ જ નવ તત્વ સંબંધી છે. જે મધ્યવયના ક્ષત્રિયપુત્રે જગત અનાદિ છે, એમ બેધડક કહી કત્તને ઉડાડ્યો હશે, તે પુરુષે શું કંઈ સર્વજ્ઞતાને ગુપ્ત ભેદ વિના કર્યું હશે ? તેમ એની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy