________________
૧૨૪
શ્રીમદ્ રાજચંદ્ર નિર્દોષતા વિષે જ્યારે આપ વાંચશે ત્યારે નિશ્ચય એવો વિચાર કરશે કે એ પરમેશ્વર હતા. કર્તા નહોતે અને જગત અનાદિ હતું તે તેમ કહ્યું. એના અપક્ષપાતી અને કેવળ તત્તમય વિચારો આપે અવશ્ય વિશેધવા ગ્ય છે. જૈન દર્શનના અવર્ણવાદીઓ માત્ર જૈનને નથી . જાણુતા એટલે અન્યાય આપે છે, તે હું ધારું છું કે મમત્વથી અધોગતિ સેવશે.
આ પછી કેટલીક વાતચીત થઈ. પ્રસંગે પાર એ તત્વ વિચારવાનું વચન લઈને સહર્ષ હું ત્યાંથી ઊઠ્યો હતે.
તસ્વાવબેધના સંબંધમાં આ કથન કહેવાયું. અનંત ભેદથી ભરેલા એ તત્વવિચાર જેટલા કાળભેદથી જેટલા ય જણાય તેટલા ય કરવા, ગ્રાહ્યરૂપ થાય તેટલા ગ્રહવા; અને ત્યાગરૂપ દેખાય તેટલા ત્યાગવા.
એ તને જે યથાર્થ જાણે છે, તે અનંત ચતુષ્ટયથી વિરાજમાન થાય છે એ હું સત્યતાથી કહું છું. એ નવ તત્વનાં નામ મૂકવામાં પણ અરધું સૂચવન મોક્ષની નિકટતાનું જણાય છે!
( શિક્ષાપાઠ ૯૩. તત્ત્વાવબેધ–ભાગ ૧૨ એ તે તમારા લક્ષમાં છે કે જીવ, અજીવ એ અનુક્રમથી છેવટે મોક્ષ નામ આવે છે. હવે તે એક પછી એક મૂકી જઈએ તે જીવ અને મોક્ષને અનુક્રમે આશ્ચંત રહેવું પડશે.
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા બંધ, મોક્ષ.
મેં આગળ કહ્યું હતું કે એ નામ મૂકવામાં જીવ અને મેક્ષને નિકટતા છે. છતાં આ નિકટતા તે ન થઈ પણ જીવ અને અજીવને નિકટતા થઈ પરંતુ એમ નથી. અજ્ઞાન વડે તે એ બન્નેને જ નિકટતા રહી છે. જ્ઞાન વડે જીવ અને મોક્ષને નિકટતા રહી છે જેમ કે –
ઇવ પુછય
નવતત્ત્વ (નામયક
ARIKE
また
હવે જુઓ, એ બન્નેને કંઈ નિકટતા આવી છે? હા, કહેલી નિકટતા આવી ગઈ છે. પણ એ નિકટતા તે દ્રવ્યરૂપ છે. જ્યારે ભાવે નિકટતા આવે ત્યારે સર્વ સિદ્ધિ થાય. એ નિકટતાનું સાધન સત્પરમાત્મતત્વ, સદ્દગુરુતત્ત્વ અને સદ્ધર્મતત્વ છે. કેવળ એક જ રૂ૫ થવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે.
એ ચક્રથી એવી પણ આશંકા થાય કે જ્યારે બન્ને નિકટ છે ત્યારે શું બાકીનાં ત્યાગવાં? ઉત્તરમાં એમ કહું છું કે જે સર્વ ત્યાગી શકતા હે તે ત્યાગી દે, એટલે મેક્ષરૂપ જ થશે. નહીં તે હેય, ય, ઉપાદેયને બોધ લે, એટલે આત્મસિદ્ધિ પ્રાપ્ત થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org