SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ વર્ષ ૧૩ મું શ્રેયસ્કર છે. વિવેક એ અંધારામાં પડેલા આત્માને ઓળખવાને દીવે છે. વિવેક વડે કરીને ધર્મ ટકે છે. વિવેક નથી ત્યાં ધર્મ નથી તે વિવેક એટલે શું? તે અમને કહો. ગુરુ આયુષ્યમને ! સત્યાસત્યને તેને સ્વરૂપે કરીને સમજવાં તેનું નામ વિવેક. - લધુ શિ - સત્યને સત્ય અને અસત્યને અસત્ય કહેવાનું તે બધાય સમજે છે. ત્યારે મહારાજ ! એઓ ધર્મનું મૂળ પામ્યા કહેવાય? ગુરુ- તમે જે વાત કહે છે તેનું એક દ્રષ્ટાંત આપ જોઈએ. લઘુ શિષ્ય- અમે પિતે કડવાને કડવું જ કહીએ છીએ; મધુરાને મધુરું કહીએ છીએ, ઝેરને ઝેર ને અમૃતને અમૃત કહીએ છીએ. ગુરુ-આયુષ્યમને ! એ બધાં દ્રવ્ય પદાર્થ છે. પરંતુ આત્માને કઈ કડવાશ, કઈ મધુરાશ, કયું ઝેર ને કયું અમૃત છે એ ભાવપદાર્થોની એથી કંઈ પરીક્ષા થઈ શકે? લઘુ શિષ્યો ભગવદ્ ! એ સંબંધી તે અમારું લક્ષ પણ નથી. ગુરુ- ત્યારે એ જ સમજવાનું છે કે જ્ઞાનદર્શનરૂપ આત્માના સત્ય ભાવ પદાર્થને અજ્ઞાન અને અદર્શનરૂપ અસત્ વસ્તુએ ઘેરી લીધા છે. એમાં એટલી બધી મિશ્રતા થઈ ગઈ છે કે પરીક્ષા કરવી અતિ અતિ દુર્લભ છે. સંસારનાં સુખ અનંતી વાર આત્માએ ભેગવ્યાં છતાં તેમાંથી હજુ પણ મહિની ટળી નહીં, અને તેને અમૃત જે ગણ્ય એ અવિવેક છે; કારણ સંસાર કહે છે; કડવા વિપાકને આપે છે; તેમજ વૈરાગ્ય જે એ કડવા વિપાકનું ઔષધ છે, તેને કહે ગયે; આ પણ અવિવેક છે. જ્ઞાનદર્શનાદિ ગુણે અજ્ઞાન, અદર્શને ઘેરી લઈ જે મિશ્રતા કરી નાંખી છે તે ઓળખી ભાવ અમૃતમાં આવવું, એનું નામ વિવેક છે. કહો ત્યારે હવે વિવેક એ કેવી વસ્તુ કરી? લઘુ શિષ્ય–અહો! વિવેક એ જ ધર્મનું મૂળ અને ધર્મરક્ષક કહેવાય છે, તે સત્ય છે. આત્મસ્વરૂપને વિવેક વિના ઓળખી શકાય નહીં એ પણ સત્ય છે. જ્ઞાન, શીલ, ધર્મ, તત્ત્વ અને તપ એ સઘળાં વિવેક વિના ઉદય પામે નહીં એ આપનું કહેવું યથાર્થ છે. જે વિવેકી નથી તે અજ્ઞાની અને મંદ છે. તે જ પુરુષ મતભેદ અને મિથ્યાદર્શનમાં લપેટાઈ રહે છે. આપની વિવેક સંબંધીની શિક્ષા અમે નિરંતર મનન કરીશું. શિક્ષાપાઠ ૫૨. જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે ? સંસારના સ્વરૂપ સંબંધી આગળ કેટલુંક કહેવામાં આવ્યું છે તે તમને લક્ષમાં હશે. જ્ઞાનીઓએ એને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળવિચળ અને અનિત્ય કહ્યો છે. આ વિશેષણે લગાડવા પહેલાં એમણે સંસાર સંબંધી સંપૂર્ણ વિચાર કરેલે જણાય છે. અનંત ભવનું પર્યટન, અનંતકાળનું અજ્ઞાન, અનંત જીવનનો વ્યાઘાત, અનંત મરણ, અનંત શેક એ વડે કરીને સંસારચકમાં આત્મા ભમ્યા કરે છે. સંસારની દેખાતી ઇદ્રવારણ જેવી સંદર મોહિનીએ આત્માને તટસ્થ લીન કરી નાંખે છે. એ જેવું સુખ આત્માને ક્યાંય ભાસતું નથી. હિનીથી સત્યસુખ અને એનું સ્વરૂપ જોવાની એણે આકાંક્ષા પણ કરી નથી. પતંગની જેમ દીપક પ્રત્યે મેહિની છે તેમ આત્માની સંસાર સંબંધે મેહિની છે. જ્ઞાનીઓ એ સંસારને ક્ષણભર પણ સુખરૂપ કહેતા નથી. તલ જેટલી જગ્યા પણ એ સંસારની ઝેર વિના રહી નથી. એક ભૂંડથી કરીને એક ચક્રવતી સુધી ભાવે કરીને સરખાપણું રહ્યું છે એટલે ચકવર્તીની સંસાર સંબંધમાં જેટલી મેહની છે, તેટલી જ બલકે તેથી વિશેષ ભૂંડને છે. ચક્રવર્તી જેમ સમગ્ર પ્રજા પર અધિકાર ભેગવે છે, તેમ તેની ઉપાધિ પણ ભગવે છે. ભૂંડને એમાંનું કશુંયે ભેગવવું પડતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy