SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૭ મું પ્રાણીઓ સંસારમાં સુખ માની બેસે છે અને ભગવ્યા સમ ગણે છે, પરંતુ પરિણામે ખેદ, દુર્ગતિ અને પશ્ચાત્તાપ લે છે. તે ચપળ અને વિનાશી છતાં સ્વપ્નના ખેદ જેવું તેનું પરિણામ રહ્યું છે. એ ઉપરથી બુદ્ધિમાન પુરુષો આત્મહિતને શોધે છે. સંસારની અનિત્યતા પર એક કાવ્ય છે કે – (ઉપજાતિ) વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરી ચાપ અનંગરંગ, શું રાચિયે ત્યાં ક્ષણને પ્રસંગ? વિશેષાર્થ:- લક્ષ્મી વીજળી જેવી છે. વીજળીને ઝબકારે જેમ થઈને ઓલવાઈ જાય છે, તેમ લમી આવીને ચાલી જાય છે. અધિકાર પતંગના રંગ જેવું છે. પતંગને રંગ જેમ ચાર દિવસની ચટકી છે, તેમ અધિકાર માત્ર છેડે કાળ રહી હાથમાંથી જતું રહે છે. આયુષ્ય પાણીનાં મજ જેવું છે. પાણીને હિલેળે આવ્યો કે ગયો તેમ જન્મ પામ્યા, અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. કામગ આકાશમાં ઉત્પન્ન થતા ઇદ્રના ધનુષ્ય જેવા છે; જેમ ઇદ્રધનુષ્ય વષકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે, તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરાવયમાં જતા રહે છે. ટૂંકામાં હે જીવ! એ સઘળી વસ્તુઓને સંબંધ ક્ષણભર છે. એમાં પ્રેમબંધનની સાંકળે બંધાઈને શું રાચવું? તાત્પર્ય એ સઘળાં ચપળ અને વિનાશી છે, તું અખંડ અને અવિનાશી છે માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર ! એ બેધ યથાર્થ છે. ( શિક્ષાપાઠ ૪૩. અનુપમ ક્ષમા ક્ષમા એ અંતર્શત્રુ જીતવામાં પણ છે. પવિત્ર આચારની રક્ષા કરવામાં બખ્તર છે. શુદ્ધભાવે અસહ્ય દુઃખમાં સમપરિણામથી ક્ષમા રાખનાર મનુષ્ય ભવસાગર તરી જાય છે. - કૃષ્ણ વાસુદેવના ગજસુકુમાર નામના નાના ભાઈ મહાસુરૂપવાન, સુકુમાર માત્ર બાર વર્ષની વયે ભગવાન નેમિનાથની પાસેથી સંસારત્યાગી થઈ સ્મશાનમાં ઉગ્રધ્યાનમાં રહ્યા હતા ત્યારે તેઓ એક અદ્ભુત ક્ષમામય ચરિત્રથી મહાસિદ્ધિને પામી ગયા, તે અહીં કહું છું. સેમલ નામના બ્રાહ્મણની સુરૂપવર્ણ સંપન્ન પુત્રી વેરે ગજસુકુમારનું સગપણ કર્યું હતું. પરંતુ લગ્ન થયા પહેલાં ગજસુકુમાર તે સંસાર ત્યાગી ગયા. આથી પિતાની પુત્રીનું સુખ જવાના દ્વેષથી તે સેમલ બ્રાહ્મણને ભયંકર ક્રોધ વ્યાપે. ગજસુકુમારને શોધ કરતે કરતે એ સ્મશાનમાં જ્યાં મહામુનિ ગજસુકુમાર એકાગ્ર વિશુદ્ધ ભાવથી કાર્યોત્સર્ગમાં છે, ત્યાં આવી પહોંચે. કમળ માથા પર ચીકણી માટીના વાડ કરી અને અંદર ધખધખતા અંગારા ભય, ધન પૂર્ચ એટલે મહાતાપ થયો. એથી ગજસુકુમારને કેમળ દેહ બળવા માંડ્યો એટલે તે સેમલ જાતે રહ્યો. એ વેળા ગજસુકુમારના અસહ્ય દુઃખમાં કહેવું પણ શું હોય? પરંતુ ત્યારે તે સમભાવ પરિણામમાં રહ્યા. કિંચિત્ ક્રોધ કે દ્વેષ એના હૃદયમાં જન્મ પામ્યું નહીં. પિતાના આત્માને સ્થિતિસ્થાપક કરીને બોધ દીધું કે જે ! તું એની પુત્રીને પરણ્ય હેત તે એ કન્યાદાનમાં તને પાઘડી આપત. એ પાઘડી થડા વખતમાં ફાટી જાય તેવી અને પરિણામે દુઃખદાયક થાત. આ એનો બહ ઉપકાર થયો કે એ પાઘડી બદલ એણે મોક્ષની પાઘડી બંધાવી. એવા વિશદ્ધ પરિણામથી અડગ રહી સમભાવથી તે અસહ્ય વેદના સહીને સર્વજ્ઞ સર્વદશ થઈ અનંત જીવન સુખને પામ્યા. કેવી અનુપમ ક્ષમા અને કેવું તેનું સુંદર પરિણામ ! તત્વજ્ઞાનીઓનાં વચન છે કે, આત્મા માત્ર સ્વભાવમાં આવવો જોઈએ; અને તે આવ્યો તે મેક્ષ હથેળીમાં જ છે. ગજસુકુમારની નામાંકિત ક્ષમા કે વિશુદ્ધ બંધ કરે છે! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy