________________
શ્રીમદ્ રાજચંદ્ર પ્રતિક્રમણ કર્યું હોય તે કંઈ બેટું નથી, પરંતુ એ કહેવું પ્રમાણિક નથી. રાત્રિએ અકસ્માત્ અમુક કારણ કે કાળધર્મ થઈ પડે તે દિવસ સંબંધી પણ રહી જાય.
પ્રતિક્રમણુસૂત્રની યેજના બહુ સુંદર છે. એનાં મૂળતત્ત્વ બહુ ઉત્તમ છે. જેમ બને તેમ પ્રતિક્રમણ ધીરજથી, સમજાય એવી ભાષાથી, શાંતિથી, મનની એકાગ્રતાથી અને યત્નાપૂર્વક કરવું.
શિક્ષાપાઠ ૪૧. ભિખારીને ખેદ-ભાગ ૧ એક પામર ભિખારી જંગલમાં ભટકતું હતું. ત્યાં તેને ભૂખ લાગી એટલે તે બિચારે લથડિયાં ખાતે ખાતે એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચે. ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી, તેના કાલાવાલાથી કરુણ પામીને તે ગૃહસ્થની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતાં વધેલું મિષ્ટાન્ન ભેજન આણી આપ્યું. ભેજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતે પામતે નગરની બહાર આવ્યો; આવીને એક ઝાડ તળે બેઠે; ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિ જૂને થયેલે પિતાને જળને ઘડો મૂક્યો. એક બાજુએ પિતાની ફાટી તૂટી મલિન ગોદડી મૂકી અને એક બાજએ પિતે તે ભેજન લઈને બેઠે. રાજી રાજી થતાં એણે તે ભેજન ખાઈને પૂરું કર્યું. એશકે પછી એક પથ્થર મૂકીને તે સૂતે. ભેજનના મદથી જરા વારમાં તેની આંખો મીંચાઈ ગઈ. નિદ્રાવશ થયે એટલે તેને એક સ્વપ્ન આવ્યું. પિતે જાણે મહા રાજરિદ્ધિને પામ્યું છેસુંદર વસ્ત્રાભૂષણ ધારણ ક્યાં છે, દેશ આખામાં પિતાના વિજયને ડંકો વાગી ગયા છે; સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરવા અનુચરે ઊભા થઈ રહ્યા છે, આજુબાજુ છડીદારે ખમા ખમા પિકારે છે; એક રમણીય મહેલમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે, દેવાંગના જેવી સ્ત્રીઓ તેના પગ ચાંપે છે; પંખાથી એક બાજુએથી પંખાને મંદ મંદ પવન ઢોળાય છે; એવા સ્વમામાં તેને આત્મા ચઢી ગયો. તે સ્વમાના ભોગ લેતાં તેનાં રામ ઉદ્ઘસી ગયાં. એવામાં મેઘ મહારાજા ચઢી આવ્યા, વીજળીના ઝબકારા થવા લાગ્યા, સૂર્યદેવ વાદળાંથી ઢંકાઈ ગયે; સર્વત્ર અંધકાર પથરાઈ ગયે; મુશળધાર વરસાદ થશે એવું જણાયું અને એટલામાં ગાજવીજથી એક પ્રબળ કડાકે થયે. કડાકાના અવાજથી ભય પામીને તે પામર ભિખારી બિચારો જાગી ગયે.
શિક્ષાપાઠ ૪૨, ભિખારીને ખેદ–ભાગ ૨ જુએ છે તે જે સ્થળે પાણીને ખરે ઘડે પડ્યો હતે તે સ્થળે તે ઘડો પડ્યો છે, જ્યાં ફાટી તૂટી ગદડી પડી હતી ત્યાં જ તે પડી છે. પિતે જેવાં મલિન અને ગોખજાળીવાળાં કપડાં ધારણ
ક્યાં હતાં તેવાં ને તેવાં શરીર ઉપર તે વસ્ત્રો બિરાજે છે. નથી તલભાર વધ્યું કે નથી જવભાર ઘટ્યું. નથી તે દેશ કે નથી તે નગરી, નથી તે મહેલ કે નથી તે પલંગ; નથી તે ચામરછત્ર ધરનારા કે નથી તે છડીદાર, નથી તે સ્ત્રીઓ કે નથી તે વસ્ત્રાલંકારે; નથી તે પંખા કે નથી તે પવન નથી તે અનુચરે કે નથી તે આજ્ઞા નથી તે સુખ વિલાસ કે નથી તે મદન્યત્તતા; ભાઈ તે પિતે જેવા હતા તેવા ને તેવા દેખાયા. એથી તે દેખાવ જોઈને તે ખેદ પામ્યો. સ્વમામાં મેં મિથ્યા આડંબર દીઠે. તેથી આનંદ માન્ય; એમાંનું તે અહીં કશુંયે નથી. સ્વમાના ભોગ ભેગવ્યા નહીં અને તેનું પરિણામ જે ખેદ તે હું ભેગવું છું. એમ એ પામર જીવ પશ્ચાત્તાપમાં પડી ગયે.
અહો ભવ્યો! ભિખારીના સ્વમા જેવાં સંસારનાં સુખ અનિત્ય છે. સ્વમામાં જેમ તે ભિખારીએ સુખસમુદાય દીઠા અને આનંદ મા તેમ પામર પ્રાણીઓ સંસારસ્વતના સુખસમુદાયમાં આનંદ માને છે. જેમ તે સુખસમુદાય જાગૃતિમાં મિથ્યા જણાયા તેમ જ્ઞાન પ્રાપ્ત થતાં સંસારનાં સુખ તેવાં જણાય છે. સ્વમાન ભેગન ભેગવ્યા છતાં જેમ ભિખારીને ખેદની પ્રાપ્તિ થઈ, તેમ મેહધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org