________________
શ્રીમદ્ રાજચંદ્ર નામની રાણી પિતાના આવાસના ગોખમાં બેઠી હતી. ત્યાંથી સુદર્શન ભણે તેની દ્રષ્ટિ ગઈ. તેનું ઉત્તમ રૂપ અને કાયા જોઈને તેનું મન લલચાયું. એક અનુચરી મેકલીને કપટભાવથી નિર્મળ કારણ બતાવીને સુદર્શનને ઉપર બોલાવ્યા. કેટલાક પ્રકારની વાતચીત કર્યા પછી અભયાએ સુદર્શનને ભેગ ભેગવવા સંબંધીનું આમંત્રણ કર્યું. સુદર્શને કેટલેક ઉપદેશ આપ્યો તે પણ તેનું મન શાંત થયું નહીં. છેવટે કંટાળીને સુદર્શને યુક્તિથી કહ્યું : “બહેન, હું પુરુષત્વમાં નથી! પણ રાણીએ અનેક પ્રકારના હાવભાવ કર્યા. એ સઘળી કામચેષ્ટાથી સુદર્શન ચ નહીં; એથી કંટાળી જઈને રાણીએ તેને જાતે કર્યો.
એક વાર એ નગરમાં ઉજાણી હતી, તેથી નગર બહાર નગરજને આનંદથી આમ તેમ ભમતા હતા. ધામધૂમ મચી રહી હતી. સુદર્શન શેઠના છ દેવકુમાર જેવા પુત્રો પણ ત્યાં આવ્યા હતા. અભયા રાણી કપિલા નામની દાસી સાથે ઠાઠમાઠથી ત્યાં આવી હતી. સુદર્શનના દેવપૂતળાં જેવા છ પુત્રો તેના જોવામાં આવ્યા. કપિલાને તેણે પૂછ્યું : આવા રમ્ય પત્રો કેના છે? કપિલાએ સુદર્શન શેઠનું નામ આપ્યું. એ નામ સાંભળીને રાણીની છાતીમાં કટાર ભેંકાઈ, તેને કારી ઘા વાગે. સઘળી ધામધૂમ વીતી ગયા પછી માયાકથન ગોઠવીને અભયાએ અને તેની દાસીએ મળી રાજાને કહ્યું કે તમે માનતા હશે કે, મારા રાજ્યમાં ન્યાય અને નીતિ વર્તે છે; દુર્જનથી મારી પ્રજા દુઃખી નથી, પરંતુ તે સઘળું મિથ્યા છે. અંતઃપુરમાં પણ દુર્જને પ્રવેશ કરે ત્યાં સુધી હજુ અંધેર છે! તે પછી બીજા સ્થળ માટે પૂછવું પણ શું? તમારા નગરના સુદર્શન નામના શેઠે મારી કને ભેગનું આમંત્રણ કર્યું. નહીં કહેવા ચગ્ય કથને મારે સાંભળવાં પડ્યાં; પણ તેને તિરસ્કાર કર્યો. એથી વિશેષ અંધારું કર્યું કહેવાય! રાજા મૂળે કાનના કાચા હોય છે એ તે જાણે સર્વમાન્ય છે, તેમાં વળી સ્ત્રીનાં માયાવી મધુરાં વચન શું અસર ન કરે? તાતા તેલમાં ટાઢા જળ જેવાં વચનથી રાજા ક્રોધાયમાન થયા. સુદર્શનને શૂળીએ ચઢાવી દેવાની તત્કાળ તેણે આજ્ઞા કરી દીધી, અને તે પ્રમાણે સઘળું થઈ પણ ગયું. માત્ર શૂળીએ સુદર્શન બેસે એટલી વાર હતી.
ગમે તેમ હું પણ “સૃષ્ટિના દિવ્ય ભંડારમાં અજવાળું છે. સત્યને પ્રભાવ ઢાંક્યો રહેતું નથી. સુદર્શનને શૂળીએ બેસાર્યો, કે શૂળી ફીટીને તેનું ઝળઝળતું સેનાનું સિંહાસન થયું; અને દેવદુંદુભિને નાદ થયા; સર્વત્ર આનંદ વ્યાપી ગયો. સુદર્શનનું સત્યશીળ વિશ્વમંડળમાં ઝળકી ઊર્યું. સત્યશીળને સદા જય છે. શિયળ અને સુદર્શનની ઉત્તમ દૃઢતા એ બન્ને આત્માને પવિત્ર શ્રેણિએ ચઢાવે છે!
શિક્ષાપાઠ ૩૪. બ્રહ્મચર્ય વિષે સુભાષિત
(દેહરા) નરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન,
ગણે કાણની પૂતળી, તે ભગવાન સમાન. ૧ આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ;
એ ત્યાગી, ત્યાગું બધું, કેવળ શેકસ્વરૂપ. ૨ એક વિષયને જીતતાં, જીભે સૌ સંસાર;
નૃપતિ જીતતાં જતિયે, દળ, પુર ને અધિકાર. ૩ વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન;
લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. ૪ દિવ્ય આ૦ પાઠ૦–૧. “જગતના',
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org