________________
૮૦.
શ્રીમદ્ રાજચંદ્ર બોલ્યા હતા કે હમણાં માંસ સસ્તું મળે છે તેથી હું તેઓને ત્યાં લેવા ગયો હતે; ત્યારે સઘળાએ મને બહુ દ્રવ્ય આપ્યું પરંતુ કાળજાનું સવા પૈસાભાર માંસ ન આપ્યું. ત્યારે એ માંસ સસ્તુ કે મેંવું? બધા સામંતે સાંભળીને શરમથી નીચું જોઈ રહ્યા; કોઈથી કંઈ બોલી શકાયું નહીં. પછી અભયકુમારે કહ્યું ઃ આ કંઈ મેં તમને દુઃખ આપવા કર્યું નથી પરંતુ બોધ આપવા કર્યું છે. આપણને આપણું શરીરનું માંસ આપવું પડે તે અનંત ભય થાય છે, કારણ આપણું દેહની આપણને પ્રિયતા છે; તેમ જે જીવનું તે માંસ હશે તેને પણ જીવ તેને વહાલો હશે. જેમ આપણે અમૂલ્ય વસ્તુઓ આપીને પણ પિતાને દેહ બચાવીએ છીએ તેમ તે બિચારાં પામર પ્રાણીઓને પણ હોવું જોઈએ. આપણે સમજણવાળાં, બેલતાં ચાલતાં પ્રાણી છીએ, તે બિચારાં અવાચક અને અણસમજણવાળાં છે. તેમને મતરૂ૫ દુઃખ આપીએ તે કેવું પાપનું પ્રબળ કારણ છે? આપણે આ વચન નિરંતર લક્ષમાં રાખવું કે, સર્વ પ્રાણીને પિતાને જીવ વહાલે છે; અને સર્વ જીવની રક્ષા કરવી એ જે એકકે ધર્મ નથી. અભયકુમારના ભાષણથી શ્રેણિક મહારાજા સંતેષાયા, સઘળા સામંતે પણ બંધ પામ્યા. તેઓએ તે દિવસથી માંસ ખાવાની પ્રતિજ્ઞા કરી, કારણ એક તે તે અભક્ષ્ય છે, અને કોઈ જીવ હણાયા વિના તે આવતું નથી એ મેટો અધર્મ છે. માટે અભય પ્રધાનનું કથન સાંભળીને તેઓએ અભયદાનમાં લક્ષ આપ્યું; જે આત્માના પરમ સુખનું કારણ છે.
શિક્ષાપાઠ ૩૧. પ્રત્યાખ્યાન પચ્ચખાણ” નામને શબ્દ વારંવાર તમારા સાંભળવામાં આવ્યા છે. એનો મૂળ શબ્દ પ્રત્યાખ્યાન” છે, અને તે અમુક વસ્તુ ભણું ચિત્ત ન કરવું એ જે નિયમ કરે તેને બદલે વપરાય છે. પ્રત્યાખ્યાન કરવાને હેતુ મહા ઉત્તમ અને સૂક્ષ્મ છે. પ્રત્યાખ્યાન નહીં કરવાથી ગમે તે વસ્તુ ન ખાઓ કે ન ભેગો તે પણ તેથી સંવરપણું નથી, કારણ કે તત્વરૂપે કરીને ઈરછાનું રૂંધન કર્યું નથી. રાત્રે આપણે ભેજન ન કરતા હોઈએ, પરંતુ તેને જે પ્રત્યાખ્યાનરૂપે નિયમ ન કર્યો હોય તે તે ફળ ન આપે; કારણ આપણી ઈચ્છા ખુલ્લી રહી. જેમ ઘરનું બારણું ઉઘાડું હોય અને ધાનાદિક જનાવર કે મનુષ્ય ચાલ્યું આવે તેમ ઈચ્છાનાં દ્વાર ખુલ્લાં હોય તે તેમાં કર્મ પ્રવેશ કરે છે. એટલે કે એ ભણી આપણુ વિચાર છૂટથી જાય છે, તે કર્મબંધનનું કારણ છે, અને જો પ્રત્યાખ્યાન હોય તે પછી એ ભણી દ્રષ્ટિ કરવાની ઈચ્છા થતી નથી. જેમ આપણે જાણીએ છીએ કે વાંસાને મધ્ય ભાગ આપણાથી જોઈ શકાતું નથી, માટે એ ભણી આપણે દ્રષ્ટિ પણ કરતા નથી; તેમ પ્રત્યાખ્યાન કરવાથી અમુક વસ્તુ ખવાય કે ભેગવાય તેમ નથી એટલે એ ભણી આપણું લક્ષ
સ્વાભાવિક જતું નથી; એ કર્મ આવવાને આડે કટ થઈ પડે છે. પ્રત્યાખ્યાન કર્યા પછી વિસ્મૃતિ વગેરે કારણથી કઈ દોષ આવી જાય તે તેનાં પ્રાયશ્ચિત્ત નિવારણ પણ મહાત્માઓએ કહ્યાં છે.
પ્રત્યાખ્યાનથી એક બીજો પણ મોટો લાભ છે, તે એ કે અમુક વસ્તુઓમાં જ આપણે લક્ષ રહે છે, બાકી બધી વસ્તુઓને ત્યાગ થઈ જાય છે, જે જે વસ્તુ ત્યાગ કરી છે તે તે સંબંધી પછી વિશેષ વિચાર, ગ્રહવું, મૂકવું કે એવી કંઈ ઉપાધિ રહેતી નથી. એ વડે મન બહુ બહોળતાને પામી નિયમરૂપી સડકમાં ચાલ્યું જાય છે. અશ્વ જે લગામમાં આવી જાય છે, તે પછી ગમે તે પ્રબળ છતાં તેને ધારેલે રસ્તે લઈ જવાય છે તેમ મન એ નિયમરૂપી લગામમાં આવવાથી પછી ગમે તે શુભ રાહમાં લઈ જવાય છે, અને તેમાં વારંવાર પર્યટન કરાવવાથી તે એકાગ્ર, વિચારશીલ અને વિવેકી થાય છે. મનને આનંદ શરીરને પણ નીરોગી કરે છે. વળી અભક્ષ્ય, અનંતકાય, પરસ્ત્રીઆદિક નિયમ કર્યાથી પણ શરીર નીરોગી રહી શકે છે. માદક પદાર્થો મનને અવળે રસ્તે દોરે છે. પણ પ્રત્યાખ્યાનથી મન ત્યાં જતું અટકે છે, એથી તે વિમળ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org