________________
વર્ષ ૧૩ મું કે લાભ ખાતર એવા અસંખ્યાતા જીને બેધડક હણું છું એ મને કેટલું બધું અનંત દુઃખનું કારણ થઈ પડશે? તેઓમાં બુદ્ધિનું બીજ પણ નહીં હોવાથી એવો વિચાર કરી શકતા નથી. પાપમાં ને પાપમાં નિશદિન મગ્ન છે. વેદ અને વૈષ્ણવાદિ પંથેમાં પણ સૂમ દયા સંબંધી કંઈ વિચાર જોવામાં આવતો નથી, પણ એઓ કેવળ દયાને નહીં સમજનાર કરતાં ઘણું ઉત્તમ છે. બાદર જીની રક્ષામાં એ ઠીક સમજ્યા છે; પરંતુ એ સઘળા કરતાં આપણે કેવા ભાગ્યશાળી કે જ્યાં એક પુષ્પપાંખડી દુભાય ત્યાં પાપ છે એ ખરું તત્ત્વ સમજ્યા અને યજ્ઞયાગાદિક હિંસાથી તે કેવળ વિરક્ત રહ્યા છીએ. બનતા પ્રયત્નથી જીવ બચાવીએ છીએ, છતાં ચાહીને જીવ હણવાની આપણી લેશ ઈચ્છા નથી. અનંતકાય અભક્ષ્યથી બહ કરી આપણે વિરક્ત જ છીએ. આ કાળે એ સઘળા પુણ્યપ્રતાપ સિદ્ધાર્થ ભૂપાળના પુત્ર મહાવીરના કહેલા પરમતત્ત્વબોધના યુગબળથી વધ્યો છે. મનુષ્ય રિદ્ધિ પામે છે, સુંદર સ્ત્રી પામે છે, આજ્ઞાંતિ પુત્ર પામે છે, બહોળો કુટુંબપરિવાર પામે છે, માન પ્રતિષ્ઠા તેમ જ અધિકાર પામે છે, અને તે પામવાં કંઈ દુર્લભ નથી; પરંતુ ખરું ધર્મતત્વ કે તેની શ્રદ્ધા કે તેને થોડો અંશ પણ પામે મહા દુર્લભ છે. એ રિદ્ધિ ઈત્યાદિક અવિવેકથી પાપનું કારણ થઈ અનંત દુઃખમાં લઈ જાય છે, પરંતુ આ થેડી શ્રદ્ધાભાવના પણ ઉત્તમ પદવીએ પહોંચાડે છે. આમ દયાનું સત્પરિણામ છે. આપણે ધર્મતત્વયુક્ત કુળમાં જન્મ પામ્યા છીએ તે હવે જેમ બને તેમ વિમળ દયામય વર્તનમાં આવવું. વારંવાર લક્ષમાં રાખવું કે, સર્વ જીવની રક્ષા કરવી. બીજાને પણ એ જ યુક્તિ પ્રયુક્તિથી બોધ આપવો. સર્વ જીવની રક્ષા કરવા માટે એક બોધદાયક ઉત્તમ યુક્તિ બુદ્ધિશાળી અભયકુમારે કરી હતી તે આવતા પાઠમાં હું કહું છું; એમ જ તત્ત્વબોધને માટે યૌક્તિક ન્યાયથી અનાર્ય જેવા ધર્મમતવાદીઓને શિક્ષા આપવાને વખત મળે તે આપણે કેવા ભાગ્યશાળી !
( શિક્ષાપાઠ ૩૦. સર્વ જીવની રક્ષા–ભાગ ૨ મગધ દેશની રાજગૃહી નગરીને અધિરાજા શ્રેણિક એક વખતે સભા ભરીને બેઠા હતા. પ્રસંગોપાત્ત વાતચીતના પ્રસંગમાં માંસલુબ્ધ સામંત હતા તે બોલ્યા કે, હમણું માંસની વિશેષ સસ્તાઈ છે. આ વાત અભયકુમારે સાંભળી. એ ઉપરથી એ હિંસક સામંતને બેધ દેવાને તેણે નિશ્ચય કર્યો. સાંજે સભા વિસર્જન થઈ, રાજા અંતઃપુરમાં ગયા, ત્યાર પછી કર્તવ્ય માટે જેણે જેણે માંસની વાત ઉચ્ચારી હતી, તેને તેને ઘેર અભયકુમાર ગયા. જેને ઘેર જાય ત્યાં સત્કાર કર્યા પછી તેઓ પૂછવા લાગ્યા કે, આપ શા માટે પરિશ્રમ લઈ અમારે ઘેર પધાર્યા! અભયકુમારે કહ્યું : મહારાજા શ્રેણિકને અકસ્માત્ મહા રેગ ઉત્પન્ન થયેલ છે. વૈદ્ય ભેળા કરવાથી તેણે કહ્યું કે, કોમળ મનુષ્યના કાળજાનું સવા ટાંકભાર માંસ હોય તે આ રોગ મટે. તમે રાજાના પ્રિયમાન્ય છે માટે તમારે ત્યાં એ માંસ લેવા આવ્યો છું. સામતે વિચાર્યું કે કાળજાનું માંસ હું મૂઆ વિના શી રીતે આપી શકું? એથી અભયકુમારને પૂછ્યું : મહારાજ, એ તે કેમ થઈ શકે ? એમ કહી પછી અભયકુમારને કેટલુંક દ્રવ્ય પિતાની વાત રાજા આગળ નહીં પ્રસિદ્ધ કરવા “આપ્યું તે તે અભયકુમાર લે ગયે. એમ સઘળા સામંતને ઘેર અભયકુમાર ફરી આવ્યા. સઘળા માંસ ન આપી શક્યા, અને પિતાની વાત છુપાવવા દ્રવ્ય આપ્યું. પછી બીજે દિવસે જયારે સભા ભેળી થઈ ત્યારે સઘળા સામંતે પિતાને આસને આવીને બેઠા. રાજા પણ સિંહાસન પર વિરાજ્યા હતા. સામંતે આવી આવીને ગઈ કાલનું કુશળ પૂછવા લાગ્યા. રાજા એ વાતથી વિસ્મિત થ. અભયકુમાર ભણું જોયું એટલે અભયકુમાર બોલ્યા : મહારાજ ! કાલે આપના સામંતે સભામાં
દ્વિ આ૦ પાઠા-૧. “માટે તે પ્રત્યેક સામંત આપતા ગયા અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org