________________
શ્રીમદ્ રાજચંદ્ર બ્રાહ્મણીએ કહ્યું, “એ મૂર્ખના મહારાજા ! અભડાવ કાં? અમારે પછી કામ નહીં આવે, એટલું પણ તું સમજતો નથી? દૃઢપ્રહારીને આ વચનથી પ્રચંડ ક્રોધ વ્યાખ્યું અને તેણે તે દીન સ્ત્રીને કાળધર્મ પમાડી. નાહતે નાહતે બ્રાહ્મણ સહાયતાએ ધાયે, તેને પણ તેણે પરભવ–પ્રાપ્ત કર્યો. એટલામાં ઘરમાંથી ગાય દોડતી આવી, અને તેણે શીંગડે કરી દ્રઢપ્રહારીને મારવા માંડ્યો; તે મહા દુષ્ટ તેને પણ કાળને સ્વાધીન કરી. એ ગાયના પેટમાંથી એક વાછરડું નીકળી પડ્યું તેને તરફડતું દેખી દ્રઢપ્રહારીને મનમાં બહુ બહુ પશ્ચાત્તાપ થયે. મને ધિક્કાર છે કે મેં મહા અઘેર હિંસાઓ કરી ! મારે એ મહાપાપથી કયારે છૂટકે થશે? ખરે ! આત્મસાર્થક સાધવામાં જ શ્રેય છે !
એવી ઉત્તમ ભાવનાએ તેણે પંચમુષ્ટિ કેશલુચન કર્યું. નગરની ભાગોળે આવી ઉગ્ર કાત્સર્ગ રહ્યા. આખા નગરને પૂર્વે સંતાપરૂપ થયા હતા; એથી લોકેએ એને બહુવિધે સંતાપવા માંડ્યા. જતાં આવતાંનાં ધૂળઢેફાં અને પથ્થર, ઈટાળા અને તરવારની મુષ્ટિકા વડે તે અતિ સંતાપપ્રાપ્ત થયા. ત્યાં આગળ લેકસમુદાયે દેઢ મહિના સુધી તેને પરાભવ્યા; પછી થાક્યા, અને મૂકી દીધા. દ્રઢપ્રહારી ત્યાંથી કાર્યોત્સર્ગ પાળી બીજી ભાગોળે એવા જ ઉગ્ર કાર્યોત્સર્ગથી રહ્યા. તે દિશાના લેકેએ પણ એમ જ પરાભવ્યા; દોઢ મહિને છંછેડી મૂકી દીધા. ત્યાંથી કાર્યોત્સર્ગ પાળી દ્રઢપ્રહારી ત્રીજી પિળે રહ્યા. તેઓએ પણ મહા પરાભવ આપે, ત્યાંથી દોઢ મહિને મૂકી દીધાથી ચેથી પિળે દોઢ માસ સુધી રહ્યા. ત્યાં અનેક પ્રકારના પરિષહને સહન કરીને તે ક્ષમાધર રહ્યા. છઠું માસે અનંત કર્મસમુદાયને બાળી વિરોધી વિરોધીને તે કર્મરહિત થયા. સર્વ પ્રકારના મમત્વને તેણે ત્યાગ કર્યો. અનુપમ કૈવલ્યજ્ઞાન પામીને તે મુક્તિના અનંત સુખાનંદયુક્ત થયા. એ નિર્જરા ભાવના દૃઢ થઈ. હવે
દશમ ચિત્ર
લોકસ્વરૂપભાવના લેક સ્વરૂપભાવના – એ ભાવનાનું સ્વરૂપ અહીં આગળ સંક્ષેપમાં કહેવાનું છે. જેમ પરષ બે હાથ દઈ પગ પહોળા કરી ઊભે રહે તેમ લેકનાલ કિંવા લેકસ્વરૂપ જાણવું. તીરછા થાળને આકારે તે લેકસ્વરૂપ છે. કિંવા માદલને ઊભા મૂક્યા સમાન છે. નીચે ભુવનપતિ, વ્યંતર અને સાત નરક છે. તીર છે અઢી દ્વીપ આવી રહેલા છે. ઊંચે બાર દેવલેક, નવ ગ્રેવેયક, પાંચ અનુત્તર વિમાન અને તે પર અનંત સુખમય પવિત્ર સિદ્ધગતિની પડોશી સિદ્ધશિલા છે. તે
કલેકપ્રકાશક સર્વજ્ઞ, સર્વદર્શી અને નિરુપમ કૈવલ્યજ્ઞાનીઓએ ભાખ્યું છે. સંક્ષેપ લેસ્વરૂપ ભાવના કહેવાઈ.
પાપપ્રનાલને રોકવા માટે આવભાવના અને સંવરભાવના, તપ મહાલી માટે નિર્જરાભાવના અને લેકસ્વરૂપનું કિંચિત્ તત્ત્વ જાણવા માટે લેકસ્વરૂપભાવના આ દર્શને આ ચાર ચિત્ર પૂર્ણતા પામી.
દશમ ચિત્ર સમાપ્ત.
જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org